प्रशंसा ए ज माणसनी मने करवी गमे छे Gujarati Gazal By Naresh K. Dodia

प्रशंसा ए ज माणसनी मने करवी गमे छे Gujarati Gazal By Naresh K. Dodia
प्रशंसा ए ज माणसनी मने करवी गमे छे Gujarati Gazal By Naresh K. Dodia
प्रशंसा ए ज माणसनी मने करवी गमे छे
जे माणसनां प्रतापे शब्दनी लगनी गमे छे

मळे छे मानवीओ अवनवा म्होरा धरीने
कदी बदले नही तेवर ए मुखमस्ती गमे छे

अमोए दूरता वच्चे यथावत स्नेह राख्यो
हुफाळा स्मित साथे कायमी द्रष्टी गमे छे

उघाडा द्रार जेवी आंख कायम राह जोती
पडे आतम उपर एनी मने पगली गमे छे

सतत सहवाशनी जे झंखना करतो ना थाक्यो
ए शायरनी कलममां प्यारनी लगनी गमे छे

अमारा भाग्यनी तो वात छे सौथी अनोखी
जे पळमां तुं मळी ए क्षणनी यशकलगी गमे छे

कदी गुस्सो कदी मीठी मजानी गोठडी होय
हुं साचुं कहुं तो रुहनी एमनी नरमी गमे छे

सौनी किस्मत अमोने जे मळ्युं एवुं ना आपे
अमोने कोइनी किस्मतनी खुदगरजी गमे छे

“महोतरमां” मळी ए पळथी छे जीवन सूरीलुं
ए टहुका सम मजाना रवमां मयधरती गमे छे
-नरेश के.डॉडीया

પ્રશંસા એ જ માણસની મને કરવી ગમે છે
જે માણસનાં પ્રતાપે શબ્દની લગની ગમે છે

મળે છે માનવીઓ અવનવા મ્હોરા ધરીને
કદી બદલે નહી તેવર એ મુખમસ્તી ગમે છે

અમોએ દૂરતા વચ્ચે યથાવત સ્નેહ રાખ્યો
હુફાળા સ્મિત સાથે કાયમી દ્રષ્ટી ગમે છે

ઉઘાડા દ્રાર જેવી આંખ કાયમ રાહ જોતી
પડે આતમ ઉપર એની મને પગલી ગમે છે

સતત સહવાશની જે ઝંખના કરતો ના થાક્યો
એ શાયરની કલમમાં પ્યારની લગની ગમે છે

અમારા ભાગ્યની તો વાત છે સૌથી અનોખી
જે પળમાં તું મળી એ ક્ષણની યશકલગી ગમે છે

કદી ગુસ્સો કદી મીઠી મજાની ગોઠડી હોય
હું સાચું કહું તો રુહની એમની નરમી ગમે છે

સૌની કિસ્મત અમોને જે મળ્યું એવું ના આપે
અમોને કોઇની કિસ્મતની ખુદગરજી ગમે છે

“મહોતરમાં” મળી એ પળથી છે જીવન સૂરીલું
એ ટહુકા સમ મજાના રવમાં મયધરતી ગમે છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement