तमारी आंखमां झरमर झरी शकतां नथी Gujarati Gazal By Naresh K. Dodia

तमारी आंखमां झरमर झरी शकतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
तमारी आंखमां झरमर झरी शकतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
तमारी आंखमां झरमर झरी शकतां नथी
दूरीना श्रापनी गरदन टूपी शकतां नथी

तमोने रामनी सीता समा पावन गणी
ने मारूती बनी तमने मळी शकता नथी

छबी आखोनी सामे जोइ खळभळवानुं छे
ने धारूं ते छता दिलथी हसी शकता नथी

नथी रंगत अही मळती हवे एकांतमां
सतत आ खालिपामां रणझणी शकता नथी

तमे वादळ बनी वरसो मने चातक गणी
तमारा झरमरीया भींजवी शकतां नथी

हुं अक्षरोनी उछामण कायमी करतो रह्यो
ने शब्दोनी कदर साची करी शकता नथी

नथी बदलाव गमतो जेम छो एवा रहो
प्रथम नजरोना कामणथी बची शकता नथी

हवे थाकी गयो छुं काव्य गझलोने लखी
ए मारी कोइ धमकीथी डरी शकता नथी

अमे बेफाम थइने लागणी देतां रह्यां
ने मननी वात दिल खोली कही शकता नथी

अमे भोळा गणी निर्दोष थइ सामे रह्यां
जुनु ए रूपने पाछुं धरी शकता नथी

“महोतरमां” तमे छो तो छे मारो दबदबो
तमारी चाहना विनां लखी शकतां नथी
-नरेश के.डॉडीया
તમારી આંખમાં ઝરમર ઝરી શકતાં નથી
દૂરીના શ્રાપની ગરદન ટૂપી શકતાં નથી

તમોને રામની સીતા સમા પાવન ગણી
ને મારૂતી બની તમને મળી શકતા નથી

છબી આખોની સામે જોઇ ખળભળવાનું છે
ને ધારૂં તે છતા દિલથી હસી શકતા નથી

નથી રંગત અહી મળતી હવે એકાંતમાં
સતત આ ખાલિપામાં રણઝણી શકતા નથી

તમે વાદળ બની વરસો મને ચાતક ગણી
તમારા ઝરમરીયા ભીંજવી શકતાં નથી

હું અક્ષરોની ઉછામણ કાયમી કરતો રહ્યો
ને શબ્દોની કદર સાચી કરી શકતા નથી

નથી બદલાવ ગમતો જેમ છો એવા રહો
પ્રથમ નજરોના કામણથી બચી શકતા નથી

હવે થાકી ગયો છું કાવ્ય ગઝલોને લખી
એ મારી કોઇ ધમકીથી ડરી શકતા નથી

અમે બેફામ થઇને લાગણી દેતાં રહ્યાં
ને મનની વાત દિલ ખોલી કહી શકતા નથી

અમે ભોળા ગણી નિર્દોષ થઇ સામે રહ્યાં
જુનુ એ રૂપને પાછું ધરી શકતા નથી

“મહોતરમાં” તમે છો તો છે મારો દબદબો
તમારી ચાહના વિનાં લખી શકતાં નથી
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a comment