Gujarati Sher By Naresh K. Dodia

Gujarati Sher By Naresh K. Dodia
Gujarati Sher By Naresh K. Dodia
हुं गीरनारी नाद नोखो लागुं छुं आ दुनियामां  
वाझिंत्रनी भरमारमां करताल लइने बेठो छुं   

पडती रही छे भात मारा दिलमां एना प्यारनी
नकशी थयेलुं आ ह्रदय तो बांधणीनी जात छे

पाणियारे जळ जमूनानुं भरी लावुं क्याथी हुं?
ज्यां मथूराथी तरस्या थइने माधव आवे नही

एमने माणस बनावी शुं मळ्युं’तुं पूंछजो
प्रश्न सर्जनहारने पण टाळवानो होय छे

महोबत दर्द आपे छे महदअंशे,छे सत्य
अमारी शायरीमां क्यांय देखांतु नथी

उन्मादमां जीव्या कां जीवन ख्यालमां जीवी गयां 
तेथी ज अधकचरा विचारे शानमां जीवी गयां

जे तळेटीथी कदी आगळ जवाना छे नही
प्हाड जेवा थइ परिचय खुदनो आपीने जुओ

एक लाचारी मने कायम खटके छे
जीव सालो प्रेममां मांगण होय छे

झांझवाने बाथ भरवानी हिंमत करता करी तो!
छांयडानी वचमां रणनां तापमां जीवी रह्यो छुं

दिशा रणनी बतावे बागनुं सरनामुं पूछे कोइ माणसने
पछी लीलोतरीनी शोधमां रणमां सतत फरता रहेवानुं

ए नदी दरियाने ईजन दे छे सतत
एक दरियानेय वैतरणी होय छे

जंगलमां रस्ता भूलवांमा छे मजां
आवासनी केदमां सपडातो नथी
- नरेश के.डॉडीया 
હું ગીરનારી નાદ નોખો લાગું છું આ દુનિયામાં  
વાઝિંત્રની ભરમારમાં કરતાલ લઇને બેઠો છું   

પડતી રહી છે ભાત મારા દિલમાં એના પ્યારની
નકશી થયેલું આ હ્રદય તો બાંધણીની જાત છે

પાણિયારે જળ જમૂનાનું ભરી લાવું ક્યાથી હું?
જ્યાં મથૂરાથી તરસ્યા થઇને માધવ આવે નહી

એમને માણસ બનાવી શું મળ્યું’તું પૂંછજો
પ્રશ્ન સર્જનહારને પણ ટાળવાનો હોય છે

મહોબત દર્દ આપે છે મહદઅંશે,છે સત્ય
અમારી શાયરીમાં ક્યાંય દેખાંતુ નથી

ઉન્માદમાં જીવ્યા કાં જીવન ખ્યાલમાં જીવી ગયાં 
તેથી જ અધકચરા વિચારે શાનમાં જીવી ગયાં

જે તળેટીથી કદી આગળ જવાના છે નહી
પ્હાડ જેવા થઇ પરિચય ખુદનો આપીને જુઓ

એક લાચારી મને કાયમ ખટકે છે
જીવ સાલો પ્રેમમાં માંગણ હોય છે

ઝાંઝવાને બાથ ભરવાની હિંમત કરતા કરી તો!
છાંયડાની વચમાં રણનાં તાપમાં જીવી રહ્યો છું

દિશા રણની બતાવે બાગનું સરનામું પૂછે કોઇ માણસને
પછી લીલોતરીની શોધમાં રણમાં સતત ફરતા રહેવાનું

એ નદી દરિયાને ઈજન દે છે સતત
એક દરિયાનેય વૈતરણી હોય છે

જંગલમાં રસ્તા ભૂલવાંમા છે મજાં
આવાસની કેદમાં સપડાતો નથી
- નરેશ કે.ડૉડીયા 

Advertisement

No comments:

Post a comment