Gujarati Sher By Naresh K. Dodia
![]() |
Gujarati Sher By Naresh K. Dodia |
घर,गाम,खेतरने मूकीने श्हेरमां छोने वस्या तमे
कोयलना टहुकाओ पूछे छे केटलुं आजे हस्या तमे
जे कदी रबने मळ्यो ना होय ए शायरनी छे वात
एक माणसनी खूशी काजे दुआ जेवुं लखे छे
सौगात जेवुं जिंदगीमा कोइने मळतु नथी ज्यां
लंबाइ जेवी हाथनी छे आभ एवुं आंबवानुं
एक वखते आंख नमती जोइ त्यारे आपना,सम
विश्वना सुंदर प्रसंगोमा तमे भळता रहो छो
पूराणॉनी बधी वातो नथी कै साव पोकळ
कदी गीता कदी माणस नां मनने वांचु छुं
पामी जवामा कोइने केवी मथामण करूं
इश्वरने पण मारो नवो पडकार आवी गयो
हंसली जेवा छो तो,कायम ठाठ एवो रहे माटे
मोतिचारा सम गझल हु रोज धरतो रहेवानो
भरथरीथी लइने क्रिष्नानी अदाकारी करतो हुं
पामवा तरछोडवानां खेलमां अथडातो रह्यो
उपवास जेवो प्यार करवो गमे
त्हेवार आवे तो ए उजवाय छे
एने कह्युं मारा जीवनमां क्यां कमीओ हती
ज्या ज्यां कमी लागी ए मारो प्रेम पूरी गयो
जे समयने साचवे मोंधी जणस जेवो गणीने
मारी साथे पळ बे पळ शांतिथी बेसीने गया छे
जीववानी तक मळी ने वेडफी नाखे घणा
एक जीवनमां घणाने तारवानुं होय छे
-नरेश के. डॉडीया
ઘર,ગામ,ખેતરને મૂકીને શ્હેરમાં છોને વસ્યા તમે
કોયલના ટહુકાઓ પૂછે છે કેટલું આજે હસ્યા તમે
જે કદી રબને મળ્યો ના હોય એ શાયરની છે વાત
એક માણસની ખૂશી કાજે દુઆ જેવું લખે છે
સૌગાત જેવું જિંદગીમા કોઇને મળતુ નથી જ્યાં
લંબાઇ જેવી હાથની છે આભ એવું આંબવાનું
એક વખતે આંખ નમતી જોઇ ત્યારે આપના,સમ
વિશ્વના સુંદર પ્રસંગોમા તમે ભળતા રહો છો
પૂરાણૉની બધી વાતો નથી કૈ સાવ પોકળ
કદી ગીતા કદી માણસ નાં મનને વાંચુ છું
પામી જવામા કોઇને કેવી મથામણ કરૂં
ઇશ્વરને પણ મારો નવો પડકાર આવી ગયો
હંસલી જેવા છો તો,કાયમ ઠાઠ એવો રહે માટે
મોતિચારા સમ ગઝલ હુ રોજ ધરતો રહેવાનો
ભરથરીથી લઇને ક્રિષ્નાની અદાકારી કરતો હું
પામવા તરછોડવાનાં ખેલમાં અથડાતો રહ્યો
ઉપવાસ જેવો પ્યાર કરવો ગમે
ત્હેવાર આવે તો એ ઉજવાય છે
એને કહ્યું મારા જીવનમાં ક્યાં કમીઓ હતી
જ્યા જ્યાં કમી લાગી એ મારો પ્રેમ પૂરી ગયો
જે સમયને સાચવે મોંધી જણસ જેવો ગણીને
મારી સાથે પળ બે પળ શાંતિથી બેસીને ગયા છે
જીવવાની તક મળી ને વેડફી નાખે ઘણા
એક જીવનમાં ઘણાને તારવાનું હોય છે
-નરેશ કે. ડૉડીયા
Labels:
sher
No comments:
Post a Comment