ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ Gujarati Gazal By Naresh K. Dodia |
ऋतुंराणी आज वगडे जइ विहाणी छे जुओ
डाळ डाळे फूल पर एनी खूशाली छे जुओ
वांसळीने सौ भूली ना जाय तेथी कृष्ण ए
कंठ पंखीओने दइ ओळख छुपावी छे जुओ
एक कोकिल आज टहुकानुं कवर दइने गयो
आज मौसम रंगने परणी जवानी छे जुओ
सौने कानोकान देतो रहे खबर मीठो पवन
पानखरने आज बहुं आधे भगाडी छे जुओ
आ उभी मौलात जोइने हरख मातो नथी
आ खेडुए चुदंडीथी धरती ढांकी छे जुओ
आज इश्वरने मलकतो जोइने लाग्यु मने
आ धराने आभ वच्चे इश्क जारी छे जुओ
रोज ए त्हेवार मानी काव्यने गझलो रचे
आ कविमां शारदाए शाख स्थापी छे जुओ
रंग अवधुत सम हुंने ए नार वरणागी छे तोय
ऍक भगवाए गुलाबी प्रित भाळी छे जुओ
बर्फनी चादरने छोडीने वतन आवो हवे
आ ह्रदयमां झंखनां मळवानी जागी छे जुओ
रूपनी एनी गुमानीने हुं आपुं खंडणी
आ महोतरमांए मारी जात राखी छे जुओ
– नरेश के. डॉडीया
ઋતુંરાણી આજ વગડે જઇ વિહાણી છે જુઓ
ડાળ ડાળે ફૂલ પર એની ખૂશાલી છે જુઓ
વાંસળીને સૌ ભૂલી ના જાય તેથી કૃષ્ણ એ
કંઠ પંખીઓને દઇ ઓળખ છુપાવી છે જુઓ
એક કોકિલ આજ ટહુકાનું કવર દઇને ગયો
આજ મૌસમ રંગને પરણી જવાની છે જુઓ
સૌને કાનોકાન દેતો રહે ખબર મીઠો પવન
પાનખરને આજ બહું આધે ભગાડી છે જુઓ
આ ઉભી મૌલાત જોઇને હરખ માતો નથી
આ ખેડુએ ચુદંડીથી ધરતી ઢાંકી છે જુઓ
આજ ઇશ્વરને મલકતો જોઇને લાગ્યુ મને
આ ધરાને આભ વચ્ચે ઇશ્ક જારી છે જુઓ
રોજ એ ત્હેવાર માની કાવ્યને ગઝલો રચે
આ કવિમાં શારદાએ શાખ સ્થાપી છે જુઓ
રંગ અવધુત સમ હુંને એ નાર વરણાગી છે તોય
ઍક ભગવાએ ગુલાબી પ્રિત ભાળી છે જુઓ
બર્ફની ચાદરને છોડીને વતન આવો હવે
આ હ્રદયમાં ઝંખનાં મળવાની જાગી છે જુઓ
રૂપની એની ગુમાનીને હું આપું ખંડણી
આ મહોતરમાંએ મારી જાત રાખી છે જુઓ
– નરેશ કે. ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment