आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
आ द्रश्य सुख माणी अने बस दाझवानुं होय छे
गमतुं बधुं आंखोथी जोइं माणवानुं होय छे                         

रंगीन फूलो जोइने मोही पडे भमरा बधां       
अत्तर ए काचुं होय,बस ए सुंधवानु होय छे

उठशे कदी मायानी क्षण,मननां अगोचर विश्वमां  
छळशे सतत जे काम रणमां झांझवानुं होय छे

एनां बदनमां आग सळगे कामनांओनी कदी      
जे श्वासना छालक भरीने ठारवानुं होय छे

जे गोधुली वेळाए डेली खटखटावे छे मननी       
धण यादनुं शब्दोना खीले बांधवानुं होय छे      

फरतो रहे छे ओरडो आंखोमा गोळाकार थइ  
एकांतनो चोरस खूणे जइ बेसवानुं होय छे         

फीकर कदी कोईनी करवानी धडी आवी चडे     
एकी करण बे-जणनुं थाता आ थवानुं होय छे          

अंगत बनीने प्रेमना बोजो उठावो तो पडे
आ प्रेम नामे दर्द पण वेढारवानु होय छे   

एनां तरीका,तोर मन मारी सहन करवा पडे          
तोये महोतरमांने मारे चाहवानुं होय छे     
- नरेश के.डॉडीया 
આ દ્રશ્ય સુખ માણી અને બસ દાઝવાનું હોય છે
ગમતું બધું આંખોથી જોઇં માણવાનું હોય છે                         

રંગીન ફૂલો જોઇને મોહી પડે ભમરા બધાં       
અત્તર એ કાચું હોય,બસ એ સુંધવાનુ હોય છે

ઉઠશે કદી માયાની ક્ષણ,મનનાં અગોચર વિશ્વમાં  
છળશે સતત જે કામ રણમાં ઝાંઝવાનું હોય છે

એનાં બદનમાં આગ સળગે કામનાંઓની કદી      
જે શ્વાસના છાલક ભરીને ઠારવાનું હોય છે

જે ગોધુલી વેળાએ ડેલી ખટખટાવે છે મનની       
ધણ યાદનું શબ્દોના ખીલે બાંધવાનું હોય છે      

ફરતો રહે છે ઓરડો આંખોમા ગોળાકાર થઇ  
એકાંતનો ચોરસ ખૂણે જઇ બેસવાનું હોય છે         

ફીકર કદી કોઈની કરવાની ધડી આવી ચડે     
એકી કરણ બે-જણનું થાતા આ થવાનું હોય છે          

અંગત બનીને પ્રેમના બોજો ઉઠાવો તો પડે
આ પ્રેમ નામે દર્દ પણ વેઢારવાનુ હોય છે   

એનાં તરીકા,તોર મન મારી સહન કરવા પડે          
તોયે મહોતરમાંને મારે ચાહવાનું હોય છે     
- નરેશ કે.ડૉડીયા 
Advertisement