अधिकारनी साथे घणांनु स्थान बदलाय छे Gujarati gazal By Naresh K. Dodia
![]() |
अधिकारनी साथे घणांनु स्थान बदलाय छे Gujarati gazal By Naresh K. Dodia |
अधिकारनी साथे घणांनु स्थान बदलाय छे
संबंधनुं त्यारे नवुं परिमाण सर्जाय छे
केवी असरकारक गझल लखतो हतो एक जण
आजे ए शब्दोमां कमी उर्मिनी देखाय छे
पाणीने बदले दुध जे हाजर रोज करतो हतो
आजे ए चातक जेम जळने शोधवां जाय छे
मेळववानी आशा कदी राखी नही दोस्त में
तेथी ज दिलमा लागणी दररोज छलकाय छे
तारी कमीनां बोजने हुं जीरवुं छुं हवे
एकांतनी पळ शब्दना भारणमां धरबाय छे
कोइनी मनमानी चलावी ना शकयो हुं कदी
तेथी ज अभिमानी बनी कायम तुं हरखाय छे
आंखो तो पाणीदार कायम लागती होय छे
दुखने छुपावानी रसम साची निभावाय छे
ताराने मारा प्रेममां जे कैं बच्युं छे हवे
जे श्राध पक्षनी जेम तर्पण शब्दमां थाय छे
छोडीने गइ ए पळथी हुं मारामां रहेतो नथी
आ वांझणा दिवसोमां मारी जात बदलाय छे
मारी “महोतरमां” तरीके एक ओळख बनी
नारी जगतमां नांम तारू रोज चर्चाय छे
-नरेश के.डॉडीया
અધિકારની સાથે ઘણાંનુ સ્થાન બદલાય છે
સંબંધનું ત્યારે નવું પરિમાણ સર્જાય છે
કેવી અસરકારક ગઝલ લખતો હતો એક જણ
આજે એ શબ્દોમાં કમી ઉર્મિની દેખાય છે
પાણીને બદલે દુધ જે હાજર રોજ કરતો હતો
આજે એ ચાતક જેમ જળને શોધવાં જાય છે
મેળવવાની આશા કદી રાખી નહી દોસ્ત મેં
તેથી જ દિલમા લાગણી દરરોજ છલકાય છે
તારી કમીનાં બોજને હું જીરવું છું હવે
એકાંતની પળ શબ્દના ભારણમાં ધરબાય છે
કોઇની મનમાની ચલાવી ના શકયો હું કદી
તેથી જ અભિમાની બની કાયમ તું હરખાય છે
આંખો તો પાણીદાર કાયમ લાગતી હોય છે
દુખને છુપાવાની રસમ સાચી નિભાવાય છે
તારાને મારા પ્રેમમાં જે કૈં બચ્યું છે હવે
જે શ્રાધ પક્ષની જેમ તર્પણ શબ્દમાં થાય છે
છોડીને ગઇ એ પળથી હું મારામાં રહેતો નથી
આ વાંઝણા દિવસોમાં મારી જાત બદલાય છે
મારી “મહોતરમાં” તરીકે એક ઓળખ બની
નારી જગતમાં નાંમ તારૂ રોજ ચર્ચાય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment