तमारी आंखमा डुबवाने सागर छे अमे जाण्युं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तमारी आंखमा डुबवाने सागर छे अमे जाण्युं Gujarati Gazal By Naresh K. Dodia |
तमारी आंखमा डुबवाने सागर छे अमे जाण्युं
अमारी जात खाबकवाने आगळ छे अमे जाण्युं
किनारा कोण तारे ज्यां नदी सामे चडी आवे
इजन नारीनुं हो तो कार्य पावन छे अमे जाण्युं
कदी जाण्यु छे क्यां प्हाडे नदी क्यां जइ अटकवानी
ए अंतिम राह दरियामां प्रत्यापण छे अमे जाण्युं
नदी छेल्ले बधी मीठाश अर्पण करशे दरियाने
बधी खाराशमा मीठासनुं सत छे अमे जाण्युं
फकत चोमासु काफी छे नदीमा जोम भरवाने
धराने जळनी वच्चेनुं आंलिंगन छे अमे जाण्युं
नदीना जळ अने स्त्रीनी वच्चे छे समानुप्रास
वळाको बेंउनां जोइ तो धातक छे अमे जाण्युं
प्रथम वखते मळ्या ए पळने समरुं छुं हुं वारमवार
फरी मळशोनी आशा केम पामर छे अमे जाण्युं
"महोतरमां" तमारा नामथी ओळख बनी एनी
नरेन नामे जे जाणीतो ए शायर छे अमे जाण्युं
- नरेश के.डॉडीया
તમારી આંખમા ડુબવાને સાગર છે અમે જાણ્યું
અમારી જાત ખાબકવાને આગળ છે અમે જાણ્યું
કિનારા કોણ તારે જ્યાં નદી સામે ચડી આવે
ઇજન નારીનું હો તો કાર્ય પાવન છે અમે જાણ્યું
કદી જાણ્યુ છે ક્યાં પ્હાડે નદી ક્યાં જઇ અટકવાની
એ અંતિમ રાહ દરિયામાં પ્રત્યાપણ છે અમે જાણ્યું
નદી છેલ્લે બધી મીઠાશ અર્પણ કરશે દરિયાને
બધી ખારાશમા મીઠાસનું સત છે અમે જાણ્યું
ફકત ચોમાસુ કાફી છે નદીમા જોમ ભરવાને
ધરાને જળની વચ્ચેનું આંલિંગન છે અમે જાણ્યું
નદીના જળ અને સ્ત્રીની વચ્ચે છે સમાનુપ્રાસ
વળાકો બેંઉનાં જોઇ તો ધાતક છે અમે જાણ્યું
પ્રથમ વખતે મળ્યા એ પળને સમરું છું હું વારમવાર
ફરી મળશોની આશા કેમ પામર છે અમે જાણ્યું
"મહોતરમાં" તમારા નામથી ઓળખ બની એની
નરેન નામે જે જાણીતો એ શાયર છે અમે જાણ્યું
- નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment