शेर मारो सांभळीने स्मित मीठुं आप्युं हतुं Gujarati Gazal By Naresh K. Dodia

शेर मारो सांभळीने स्मित मीठुं आप्युं हतुं Gujarati Gazal By Naresh K. Dodia
शेर मारो सांभळीने स्मित मीठुं आप्युं हतुं Gujarati Gazal By Naresh K. Dodia
शेर मारो सांभळीने स्मित मीठुं आप्युं हतुं
ए पछी दिल मारुं लइने खुदनी पासे राख्युं हतुं

रोज आदतवश गझल ए वांचवांने आवी जतां
प्रेरणां एवी मळी के घर गझलमा बांध्युं हतुं

ए पछी दररोज मळवानी अमोने आदत पडी
शब्द-साथीनां रूपे त्यां एक पगलुं पाड्युं हतुं

सांज पडतां आंखमां आकळ-विकळ चकराया करे
मर्म इंतेजारनो शुं बाखुबी समजाव्युं हतुं

कायमी मारी फिकर एने दूरीमां रहेती हती
एक साथीदार शुं छे, सत्य एनुं चाख्युं हतुं

बेंउनां विश्वास पर माळॉ अमोए बांध्यो हतॉ
श्वासनां टहुकाओनुं सानिध्य साथे माण्यु हतुं 

आ ह्रदयमां मात्र तारा नामनी तकती में मूकी
ए दिवसथी मालिकी तारी छे,एवुं छाप्युं हतुं

कायमी संगाथ आ दुनिया कोइने क्यां फळ्यो
रोज भारण दूरतानु लइ ख्वाबने पंपाळ्युं हतुं

रोज नोखां नामथी बोलावतो ए गमतुं हतुं
नाम आखरमां “महोतरमां” मजानुं लाग्युं हतुं
-नरेश के.डॉडीया
શેર મારો સાંભળીને સ્મિત મીઠું આપ્યું હતું
એ પછી દિલ મારું લઇને ખુદની પાસે રાખ્યું હતું

રોજ આદતવશ ગઝલ એ વાંચવાંને આવી જતાં
પ્રેરણાં એવી મળી કે ઘર ગઝલમા બાંધ્યું હતું

એ પછી દરરોજ મળવાની અમોને આદત પડી
શબ્દ-સાથીનાં રૂપે ત્યાં એક પગલું પાડ્યું હતું

સાંજ પડતાં આંખમાં આકળ-વિકળ ચકરાયા કરે
મર્મ ઇંતેજારનો શું બાખુબી સમજાવ્યું હતું

કાયમી મારી ફિકર એને દૂરીમાં રહેતી હતી
એક સાથીદાર શું છે, સત્ય એનું ચાખ્યું હતું

બેંઉનાં વિશ્વાસ પર માળૉ અમોએ બાંધ્યો હતૉ
શ્વાસનાં ટહુકાઓનું સાનિધ્ય સાથે માણ્યુ હતું 

આ હ્રદયમાં માત્ર તારા નામની તકતી મેં મૂકી
એ દિવસથી માલિકી તારી છે,એવું છાપ્યું હતું

કાયમી સંગાથ આ દુનિયા કોઇને ક્યાં ફળ્યો
રોજ ભારણ દૂરતાનુ લઇ ખ્વાબને પંપાળ્યું હતું

રોજ નોખાં નામથી બોલાવતો એ ગમતું હતું
નામ આખરમાં “મહોતરમાં” મજાનું લાગ્યું હતું
-નરેશ કે.ડૉડીયા
Advertisement