शब्दो कदी उतरे नही कागळ मही तो मनन कर Gujarati Gazal By Naresh K. Dodia

शब्दो कदी उतरे नही कागळ मही तो मनन कर Gujarati Gazal By Naresh K. Dodia
शब्दो कदी उतरे नही कागळ मही तो मनन कर Gujarati Gazal By Naresh K. Dodia
शब्दो कदी उतरे नही कागळ मही तो मनन कर
तारी कलम रीसाइ तो बाळक गणीने जतन कर

आतम थकी उजळी रहे ए साधना करजे कायम     
आतमने शणगारे नही एवी कलाने दफन कर          

लय ताल छंदोनी बधी भरमारथी डर नही तुं
लागणीओने छंद साथे साकळी आ-कलन कर             

तारी कलमनी धारनो उपयोग साचो तुं करजे             
मा गुर्जरीनी खाणमांथी शब्दनुं तुं खनन कर

भावक बनी जोतो रहे गुरूजनो जे लखे छे  
एनी कलाने तुं प्रसादी भावथी आचमन कर        

इच्छे छतां मळशे नही फूलो समो भाव अहिंया                  
रणनी जगाए तुं हमेशा शब्द वावी चमन कर

तुं नामनी पाछळ नही पण कामने ध्यानमा ले
फळनी अहीं इच्छाने तुं पडती मूकी तुं कवन कर       

मारी महोतरमाने पामीने खूशी मेळवी जे     
एना ह्रदयमा खूशहालीथी भर्युं तुं सदन कर                    
= नरेश के. डॉडीया   
શબ્દો કદી ઉતરે નહી કાગળ મહી તો મનન કર
તારી કલમ રીસાઇ તો બાળક ગણીને જતન કર

આતમ થકી ઉજળી રહે એ સાધના કરજે કાયમ     
આતમને શણગારે નહી એવી કલાને દફન કર          

લય તાલ છંદોની બધી ભરમારથી ડર નહી તું
લાગણીઓને છંદ સાથે સાકળી આ-કલન કર             

તારી કલમની ધારનો ઉપયોગ સાચો તું કરજે             
મા ગુર્જરીની ખાણમાંથી શબ્દનું તું ખનન કર

ભાવક બની જોતો રહે ગુરૂજનો જે લખે છે  
એની કલાને તું પ્રસાદી ભાવથી આચમન કર        

ઇચ્છે છતાં મળશે નહી ફૂલો સમો ભાવ અહિંયા                  
રણની જગાએ તું હમેશા શબ્દ વાવી ચમન કર

તું નામની પાછળ નહી પણ કામને ધ્યાનમા લે
ફળની અહીં ઇચ્છાને તું પડતી મૂકી તું કવન કર       

મારી મહોતરમાને પામીને ખૂશી મેળવી જે     
એના હ્રદયમા ખૂશહાલીથી ભર્યું તું સદન કર                    
= નરેશ કે. ડૉડીયા 
Advertisement