आयनामां खुदने जोइ रोज अचरज थाय छे Gujarati Gazal By Naresh K.Dodia

आयनामां खुदने जोइ रोज अचरज थाय छे Gujarati Gazal By Naresh K.Dodia
आयनामां खुदने जोइ रोज अचरज थाय छे Gujarati Gazal By Naresh K.Dodia
आयनामां खुदने जोइ रोज अचरज थाय छे
जात साथे वाळ धोळा जोइ मसलत थाय छे

एक चहेरो स्मित साथे रोज खूशी व्हेचतो
भार वेठी वयनो खंभे रोज कळतर थाय छे?

रोज झळहळतो सुरज बुरखो चडावे रातनां
चांदने खातर सुरजनुं रोज शोषण थाय छे

एक दरियो पी जवानो कारसो आभे घड्यो
पेटमां खाराश ना सचवाता वादळ थाय छे

चांद जेवी छोकरी धोळा दीवसमां थइ पूनम
इश्कमां तो भलभलाओ सुदमाथी वद थाय छे

सांज पडतां यादनु घण जेमनुं आवी चडे
गोधुली वेळा ए मन उर्मिनु पादर थाय छे

रोज मबलख फाल उतरे छे कलममां जेमनी
टेरवा पर भाव माळी जेम मधमध थाय छे

एमने संशय जरां खंखेरवो तो जोइए
लागणीनो पुरवठो क्यारेक वधघट थाय छे

ए “महोतरमाने” मारे कइ हवे क्हेवुं नथी
मौननुं हथियार पण शब्दोथी धायल थाय छे
-नरेश के.डॉडीया
આયનામાં ખુદને જોઇ રોજ અચરજ થાય છે
જાત સાથે વાળ ધોળા જોઇ મસલત થાય છે

એક ચહેરો સ્મિત સાથે રોજ ખૂશી વ્હેચતો
ભાર વેઠી વયનો ખંભે રોજ કળતર થાય છે?

રોજ ઝળહળતો સુરજ બુરખો ચડાવે રાતનાં
ચાંદને ખાતર સુરજનું રોજ શોષણ થાય છે

એક દરિયો પી જવાનો કારસો આભે ઘડ્યો
પેટમાં ખારાશ ના સચવાતા વાદળ થાય છે

ચાંદ જેવી છોકરી ધોળા દીવસમાં થઇ પૂનમ
ઇશ્કમાં તો ભલભલાઓ સુદમાથી વદ થાય છે

સાંજ પડતાં યાદનુ ઘણ જેમનું આવી ચડે
ગોધુલી વેળા એ મન ઉર્મિનુ પાદર થાય છે

રોજ મબલખ ફાલ ઉતરે છે કલમમાં જેમની
ટેરવા પર ભાવ માળી જેમ મધમધ થાય છે

એમને સંશય જરાં ખંખેરવો તો જોઇએ
લાગણીનો પુરવઠો ક્યારેક વધઘટ થાય છે

એ “મહોતરમાને” મારે કઇ હવે ક્હેવું નથી
મૌનનું હથિયાર પણ શબ્દોથી ધાયલ થાય છે
-નરેશ કે.ડૉડીયા

Advertisement