ज्यारे हुं नही रहुं त्यारे,तारूं शुं थशे ? Gujarati Kavita By Naresh K. Dodia

ज्यारे हुं नही रहुं त्यारे,तारूं शुं थशे ? Gujarati Kavita By Naresh K. Dodia
ज्यारे हुं नही रहुं त्यारे,तारूं शुं थशे ? Gujarati Kavita By Naresh K. Dodia
जिंदगी जेने नाम आप्यु ए ज्यारे एम कहे के
ज्यारे हुं नही रहुं त्यारे,तारूं शुं थशे ?
त्यारे
अवाचक थइ जतां 

में मनोमन विचार कर्यो के 
एने क्यां जाण छे के जे पळे जिंदगी ना होय त्यारे
शुं कोइ माणसनी लाश विचारी शकती हशे..?
पण हा ए लाशना विचारो जीवता रहेशे…
शब्दो देहे लोकोना ह्रदयथी लइने मनमां
एक मरहुम शायरनी थोकबंध कविता,गझल अने
शायरीओ,असंख्य पत्रो,असंख्य मेइलना थ्रेडमां
सचवायेला हशे मात्र एक महोतरमानां नामे   

आनुं महत्व त्यारे ज समजाशे…
जे कोइ आमानुं कंइ वांचशे
एने चोक्कस लागशे….के
आ पहेलानी जेटली प्रेमकहानीओ आवी छे
एनांथी अनेक गणी चडियाती प्रेमकहानी छे..
जेमा जुदाइनु दुख नथी
विरहनी व्यथा नथी
रूदननी वातो नथी..
मात्र अने मात्र सुखथी छलोछल नकरो प्रेमनो अहेसास
शुं प्रेम माणसने आटलु सुख आपी शकतो हशे…??
ए विचारे दरेक माणसनी आंखमां आंसु छलकता हशे

-खूशीना
-नरेश के.डॉडीया
જિંદગી જેને નામ આપ્યુ એ જ્યારે એમ કહે કે
જ્યારે હું નહી રહું ત્યારે,તારૂં શું થશે? 
ત્યારે
અવાચક થઇ જતાં 

મેં મનોમન વિચાર કર્યો કે 
એને ક્યાં જાણ છે કે જે પળે જિંદગી ના હોય ત્યારે
શું કોઇ માણસની લાશ વિચારી શકતી હશે..?
પણ હા એ લાશના વિચારો જીવતા રહેશે…
શબ્દો દેહે લોકોના હ્રદયથી લઇને મનમાં
એક મરહુમ શાયરની થોકબંધ કવિતા,ગઝલ અને
શાયરીઓ,અસંખ્ય પત્રો,અસંખ્ય મેઇલના થ્રેડમાં
સચવાયેલા હશે માત્ર એક મહોતરમાનાં નામે   

આનું મહત્વ ત્યારે જ સમજાશે…
જે કોઇ આમાનું કંઇ વાંચશે
એને ચોક્કસ લાગશે….કે
આ પહેલાની જેટલી પ્રેમકહાનીઓ આવી છે
એનાંથી અનેક ગણી ચડિયાતી પ્રેમકહાની છે..
જેમા જુદાઇનુ દુખ નથી
વિરહની વ્યથા નથી
રૂદનની વાતો નથી..
માત્ર અને માત્ર સુખથી છલોછલ નકરો પ્રેમનો અહેસાસ
શું પ્રેમ માણસને આટલુ સુખ આપી શકતો હશે…??
એ વિચારે દરેક માણસની આંખમાં આંસુ છલકતા હશે

-ખૂશીના
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment