ज्यां प्रेम अने झघडो बधुं तुं गुजरातीमां करे छे.Gujarati Kavita By Naresh K. Dodia

ज्यां प्रेम अने झघडो बधुं तुं गुजरातीमां करे छे.Gujarati Kavita By Naresh K. Dodia
ज्यां प्रेम अने झघडो बधुं तुं गुजरातीमां करे छे.Gujarati Kavita By Naresh K. Dodia 
हु गुस्से होंउ पण तोये
तारी साथे वात करुं छुं 
कारणके

तारी साथे वात करवी गमे छे 
कारणके तु गुजरातीमा बोले छे
गुजरातीमा मनावे छे..
गुजरातीमा ज मने पटावे छे
गुजरातीमा ज फोसलावे छे  
अने गुजरातीमा ज मने प्रेम करे छे 

अने गुजरातीमा ज कहे छे
हु तने दिलफाडीने प्रेम करू छु,"महोतरमां"

मने तारी बेफीकराइ,
तारी आडोडाइ
एक फोन माटे दिवसो सुधी राह जोवी        
छता पण तने प्रेम करू छु 
एटले तारी वात साथे करू छु
अने हु पण गुजरातीमा ज कहु छु

अंतमां ज्यारे तुं फोन पर आवेे छे
अने हुं स्त्री सहज गुस्सा साथे रूठी जाउ छे
त्यारे तारा बधां मीठा मीठा शब्दो व्यर्थ जाय छे
त्यारे तारुं असल गुजरातीपणुं बहार आवे छे
अने बोले छे के

बस हवे बहुं थयुं हवे तुं कांइ कोलेजगर्ल नथी
के तारा आटलां नखरां सहन करुं अने तने मनाव्या करूं
वात करवी होय तो कर,नहीतर फोन राखी दे..

बस एटले ज मने गुजराती गमे छे
ज्यां प्रेम अने झघडो बधुं तुं गुजरातीमां करे छे.                                    
-नरेश के.डॉडीया
હુ ગુસ્સે હોંઉ પણ તોયે
તારી સાથે વાત કરું છું 
કારણકે

તારી સાથે વાત કરવી ગમે છે 
કારણકે તુ ગુજરાતીમા બોલે છે
ગુજરાતીમા મનાવે છે..
ગુજરાતીમા જ મને પટાવે છે
ગુજરાતીમા જ ફોસલાવે છે  
અને ગુજરાતીમા જ મને પ્રેમ કરે છે 

અને ગુજરાતીમા જ કહે છે
હુ તને દિલફાડીને પ્રેમ કરૂ છુ,"મહોતરમાં"

મને તારી બેફીકરાઇ,
તારી આડોડાઇ
એક ફોન માટે દિવસો સુધી રાહ જોવી        
છતા પણ તને પ્રેમ કરૂ છુ 
એટલે તારી વાત સાથે કરૂ છુ
અને હુ પણ ગુજરાતીમા જ કહુ છુ

અંતમાં જ્યારે તું ફોન પર આવેે છે
અને હું સ્ત્રી સહજ ગુસ્સા સાથે રૂઠી જાઉ છે
ત્યારે તારા બધાં મીઠા મીઠા શબ્દો વ્યર્થ જાય છે
ત્યારે તારું અસલ ગુજરાતીપણું બહાર આવે છે
અને બોલે છે કે

બસ હવે બહું થયું હવે તું કાંઇ કોલેજગર્લ નથી
કે તારા આટલાં નખરાં સહન કરું અને તને મનાવ્યા કરૂં
વાત કરવી હોય તો કર,નહીતર ફોન રાખી દે..

બસ એટલે જ મને ગુજરાતી ગમે છે
જ્યાં પ્રેમ અને ઝઘડો બધું તું ગુજરાતીમાં કરે છે.                                    
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment