अस्खलित झंखनाओनो गुंजारव Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
अस्खलित झंखनाओनो गुंजारव Gujarati Kavita By Naresh K. Dodia |
अस्खलित झंखनाओनो गुंजारव
मानां गर्भमां बाळकनुं सळवळवुं
कोइ पंकितनुं अचानक जन्मी जवुं
विजातिय व्यकित माटे आकर्षणनी परम अनूभूति
ह्रदयमां चालतुं शब्दोनुं आंदोलन
स्खलननी तिव्रता
कुदरती सानिध्यनी आत्मिय अनूभूति
आत्मिय व्यकितनुं हुंफाळुं आलिंगन
नवजात शीशुनुं प्रथम स्तनपान
प्रियपात्र साथे गाढ चुंबननी तीव्रतां
आ बधी अनूभूतिओनी
कोइ स्वर,भाषा,के लिपि नथी
पण शब्दो के ध्वनी विनानी
अनूभवाती काव्यमय एक संवेदना छे
आवी आत्मिय अनूभूति ज बे माणसनां
हदय अने मन वच्चे सुमेळता साधे छे
- नरेश के. डॉडीया
અસ્ખલિત ઝંખનાઓનો ગુંજારવ
માનાં ગર્ભમાં બાળકનું સળવળવું
કોઇ પંકિતનું અચાનક જન્મી જવું
વિજાતિય વ્યકિત માટે આકર્ષણની પરમ અનૂભૂતિ
હ્રદયમાં ચાલતું શબ્દોનું આંદોલન
સ્ખલનની તિવ્રતા
કુદરતી સાનિધ્યની આત્મિય અનૂભૂતિ
આત્મિય વ્યકિતનું હુંફાળું આલિંગન
નવજાત શીશુનું પ્રથમ સ્તનપાન
પ્રિયપાત્ર સાથે ગાઢ ચુંબનની તીવ્રતાં
આ બધી અનૂભૂતિઓની
કોઇ સ્વર,ભાષા,કે લિપિ નથી
પણ શબ્દો કે ધ્વની વિનાની
અનૂભવાતી કાવ્યમય એક સંવેદના છે
આવી આત્મિય અનૂભૂતિ જ બે માણસનાં
હદય અને મન વચ્ચે સુમેળતા સાધે છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment