हैद्राबादनो क्रुर रजाकार नेता कासिम रीझवी,निझाम अने सरदार पटेल अने कनैयालाल मुनसी Article By Naresh K. Dodia

हैद्राबादनो क्रुर रजाकार नेता कासिम रीझवी,निझाम अने सरदार पटेल अने  कनैयालाल  मुनसी Article By Naresh K. Dodia

हैद्राबादनो क्रुर रजाकार नेता कासिम रीझवी,निझाम अने सरदार पटेल अने  कनैयालाल  मुनसी            
हैद्राबादनां नीझामना राज्यमां भारतनी आझादी पहेलां आ रजाकार नेतां कहेतो के,"हिंदुओने गुलाम बनाववां मुस्लिमोनो हक्क छे,ते भार पुर्वक कहेतो के हिंदु काफर छे अने वांदरानी पुजा करे छे अने गायन मुत्तर पीवे छे अने गायनुं छाण खाइ छे,अने आगळ ए कहेतो के मुस्लिम बनवुं एटले जोखमने आमत्रण आपवुं अने आ दुनियानो मुस्लिम एटले आ पृथ्वी पर दरेक सत्तानो नाश करी शके छे.

હૈદ્રાબાદનો ક્રુર રજાકાર નેતા કાસિમ રીઝવી,નિઝામ અને સરદાર પટેલ અને  કનૈયાલાલ  મુનસી    
------------------------------        
હૈદ્રાબાદનાં નીઝામના રાજ્યમાં ભારતની આઝાદી પહેલાં આ રજાકાર નેતાં કહેતો કે,"હિંદુઓને ગુલામ બનાવવાં મુસ્લિમોનો હક્ક છે,તે ભાર પુર્વક કહેતો કે હિંદુ કાફર છે અને વાંદરાની પુજા કરે છે અને ગાયન મુત્તર પીવે છે અને ગાયનું છાણ ખાઇ છે,અને આગળ એ કહેતો કે મુસ્લિમ બનવું એટલે જોખમને આમત્રણ આપવું અને આ દુનિયાનો મુસ્લિમ એટલે આ પૃથ્વી પર દરેક સત્તાનો નાશ કરી શકે છે.

એ સમયમાં મુસલમાનો રહેતાં હોય તેવાં વિસ્તારોમાં મંદિર બાંધવાની કે રીપેર કરવાની હિંદુઓને સત્તાવાર રીતે  અને ખાનગીમાં હેરાનગતિ દ્રારા અને હિંસાની ઘમકી વડે મનાઇ ફરમાવવામાં આવી હતી.હૈદ્રાબાદ એ સમયે હિંદુ મંદિરોને વારમવાર ભ્રષ્ટ કરવામાં આવતાં હતાં.હિંદુ પંડીતોને ધાર્મિક પ્રવચનો આપવાની મનાઇ હતી

દિનદારનાં ધાર્મિક સાહિત્યમાં એક અન્ય નેતા સીદીકને સિંહ,વાઘ,ચીતા અને શીયાળનો શીકાર કરતો બતાવવામાં આવ્યો છે,આ બધાને શીખ,હિંદુ,ખ્રીસ્તી અને લિંગાયત આકારમાં રજુ કરાયા છે.તેઓનાં એક પુસ્તક "અવનૂલ અક્સ"માં નીચે મુજબ જણાવ્યુ હતુ   .

" હે મારા મુસલમાન ભાઇઓ!કુરાને તમને એક જ વાત શીખવી છે તે છે જે દેશમાં રહો છો તેને પાકિસ્તાન બનાવાની,બીજા શબ્દોમાં બીજાઓને કુરાને મજીદનાં પાણી પીવાની ફરજ પાડવાની છે.પછી તે એક પ્યાલામાં પા ભાગ દુધ અને પોણૉ ભાગનું છાણ હોય તે મિશ્રણને શુધ્ધ કહી શકાય નહી.
                                                                
કાસિમ હમેશાં કહેતો કે ,મુસલમાનોએ હમેશાં પોતાનાં માટે નવી ભુગોળ પેદા કરી.બહું જલ્દીથી હૈદરાબાદની સરહદો દિલ્હીથી દૂર સુધી ફેલાઇ જશે અને દિલ્હી પર અસફિયા ધ્વજ ફરકશે.હા...હું નિઝામને દિલ્હી તરફ કુચ કરતાં જોઇ રહ્યો છુ.

મુસ્લિમોએ પાકિસ્તાનનો નાનો ટુકડો મેળવીને સંતોષ માની લેવો ના જોઇએ.જમનાં અને મુસી (હૈદરાબાદ પાસે વહેતી નદી)નો સંગમ કરીને આપણે ભારતનો નકશો ફરીથી દોરી રહ્યાં છીએ.આપણે મહમદ ગઝનીનાં પૌત્રો અને બાબરનાં પુત્રો છીએ.આપણે નક્કી કરીશું ત્યારે લાલ કિલ્લા પર અસફશાહી ઝંડો ફરકાવીશું.

કાસિમનાં રજાકારોએ ૧૯૪૭ એપ્રીલ અને ૧૯૪૮ના માર્ચ વચ્ચે રાજયમાં હિંદુઓનાં ૨૫૦ ગામ બાળી નાખ્યા હતાં અને ૪૦૦૦ જેટલાળ ઘરો સળગાવી દીધા હતાં પ૦૦ લોકોને મારી નાખ્યાં હતાં અને એથી વધું હિંદુઓને ધાયલ કર્યાં હતાં અને ૪૫૦થી વધું હિંદુ સ્ત્રીઓ ઇજ્જત લૂંટવામાં આવી હતી.છતાં હૈદરાબાદ રેડીયો આ બધી વાતો ખોટી હોવાની દાવો કરતો હતો.

૧૭ મે ૧૯૪૮ના રજાકારોએ સવારે અગ્યાર વાગ્યે ગોરતાં ગામનું દ્રશ્ય જોયુ એક ધવાએલો પુરુષ અને ત્રણ વુધ્ધ સ્ત્રી સિવાઇ આખા ગામમાં કોઇ જિવિત ના હતું આખુ ગામ માનવ લાશો અને પ્રાણી લાશોથી ગંધાઇ ઉઠયુ હતુ અને જિવિત રહેલા પશુઓ ઘાસચાર વિનાં મરવાની અણી પર હતાં.જ્યાં જુઓ ત્યા બળી ગયેલાં માનવ મડદા અને હાડપીંજરો નજરે ચડતાં હતાં

આ ઘટનાં બન્યાં પહેલાં આ ગામમમાં ઘણા પૈસાદાર હિંદુઓ રહેતાં હતા.કુલ ૪૦૦ ધરો અને ૨૫૦૦લોકોની વસ્તિ હતી,એ પછી અમે જોયુ તો મુસ્લિમોનાં ધર સિવાય બાકી બધાં ઘરો આગમાં બાળી નાખવામાં આવ્યા હતાં.

૧૨ આને ૧૩ મેનાં રોજ રજાકારોએ એ સ્થાનિક મુસ્લિમ નેતાનાં સહકારથી ગામ પર હુમલો કર્યો અને હિંદુઓનાં ત્રણસો ધરોને બાળી નાખ્યા અને તેઓનાં અનાજનાં કોઠારો લુંટી અને બાળી નાખ્યા.બાવીસ જણને મારી નાખ્યા તેમાથી અઢાર જણ બજારમાં એક જ હારમાં ઉભા રાખીને ગોળીએ દીધા હતાં.એ તો ઠીક સોળ બળદગાડોને બળદ સાથે બાળી નાખ્યા.

રજાકારોની સંખ્યા એક લાખથી વધુ હતુ અને નીઝામ મુસ્લિમ હોવાને લીધે એની સામે પગલા નહી લેવાં મજબૂર હતો.આ બધા રજાકારોની રીતરસમ એક સરખી હતી.હૈદરાબાદની પોલિસ ફોર્સ મુસ્લિમ હોવાથી પોલિસ ફોર્સને આગળ કરીને તેઓ ગામમાં દાખલ થતા અને સૌ પ્રથમ હિંદુ પુરુષોને પકડતાં હતા અને સશક્ત પુરુષોને બળજબરીથી બજારમાં લઇને એક જ હારમાં ઉભા રહેવાની ફરજ પાડીને બધને ગોળીએ દેતાં હતાં.ત્યાર બાદ  હિંદુ સ્ત્રીઓનાં દાગીના લુંટી લેતા,એમાં પણ કોઇ હિંદુ સ્ત્રી પોતાનાં મંગળસુત્ર આપવાં માટે આનાકાની કરે તો બળજબરીથી ગળામાંથી ખેંચી લેતાં હતાં.ત્યાર બાદ હિંદુઓનાં ઘરોને સળગાવતાં હતાં અને ઘણી વાર તો માણસો અંદર હોય અને ઘરને સળગાવી દેતાં હતાં

આ રીતે રજાકારોએ ૧૨૯ ગામોનો વિનાશ કર્યો હતો હજારોની સંખ્યામાં હિંદુ સ્ત્રી પુરુષોને મારી નાખ્યા,લાખોની મિલકત લુંટી અને હજારોની સંખ્યામાં હિંદુઓનાં ધર બાળી નાખ્યાં હતાં અને હજારો દુર્ભાગી હિંદુ સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

અધુરામાં પુરું કાસિમનાં ગુનાહિત પ્રવૃતિની સમાંતર સામ્યાવાદી લોકોએ આ કાર્ય શરું કર્યુ હતુ. એ સમયે હૈદરાબાદ સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો અને તેમાં સામ્યવાદીઓનાં ગુનાની આ રીતે સમાલોચનાં કરવામાં આવી હતી.

"૧૫ ઓગષ્ટ ૧૯૪૬થી લઇને ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૮ સુધીમાં તેઓએ લગભગ ૨૦૦૦ લોકોને ક્રૂર રીતે મારી નાખ્યા હતાં,૨૨ પોલિસ ચોકિ પર હુમલો કર્યો,ગામડાઓમાં જઇને દફતર લુટી લીધા અને તેનો નાશ કર્યો.મોટી સંખ્યામાં ગામડાઓમાં અધિકારીઓને હેરાન કર્યા,કસ્ટમ ચોકીઓ બાળી નાખી,૨૩૦ બંદુકો લુંટી લીધી.હિંદુ ખેડૂતોનાં ડાંગરનાં પાકને લુંટી લીધો અથવાં બાળી નાખ્યો.દસ લાખથી વધું રૂપિયાની લુંટ કરી.દાગીનાઓ અન્ય મિલકત લુંટી લીધી.સંદેશા અને વાહન વ્યવાહર ઠપ્પ કરી દીધો.સામ્યવાદીઓ પાસે જેટલા હથિયાર હતાં તેનાં વડે ધીમી છતાં ગેરીલા રીતરસમો અપનાવી હતી.

આ બધાં આંતકનો અંત લાવવાનો સંપુર્ણ શ્રેય જતો હોય તે છે સરદાર વલ્લભભાઇ પટેલ અને કનૈયાલાલ મુનસી.

સરદાર પટેલે આ પરિસ્થિતિ પર કાબુ મેળવવાં કનૈયાલાલ મુનશીને હૈદરબાદનો હવાલો સોપ્યો હતો.  

આ બાજું હૈદ્રાબાદનો મુસ્લિમ નિઝામ મીર ઉસ્માનઅલીને પાકિસ્તાન સાથે જોડાવું હતું.આ નવાબે હિંદ સરકારની જાણબહાર ૨૦કરોડ જેવી માતબર રકમ પાકિસ્તાનને ખેરાતમાં આપી દીધી,અને અધુરામાં પુરું નિઝામે હિંદ સરકારને ધમકી આપતાં કહ્યું કે,"જો હિંદ સરકાર હૈદ્રાબાદના મામલે કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે તો હૈદ્રાબાદમાં રહેતાં દોઢ કરોડ હિંદુઓનાં હાડકા અને રાખ સિવાય કંઇ હાથમાં નહી આવે."

બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચિલે હૈદ્રાબાદની નિઝામની તરફેણમાં નિવેદન આપ્યું હતું.તેથી ગુસ્સે ભરાયેલા સરદારે ચર્ચિલને આડે હાથ લેતાં નિવેદન આપ્યું હતું કે,"ચર્ચિલ એક નિર્લજ સામ્રાજયવાદી નેતા છે,જ્યારે હિંદમાં બ્રિટનની સત્તા છેલ્લા શ્વાસ લઇ રહી છે ત્યારે તેની બુધ્ધિહિનતાં,હઠાગ્રહ,તર્ક,કલ્પનાં વિવેકની સીમાં પાર કરી ગઇ છે.ઇતિહાસ સાક્ષી છે,ચર્ચિલની નીતિને કારણે જ હિંદ અને બ્રિટન વચ્ચેની મૈત્રીનાં પ્રયાસો અસફળ રહ્યાં છે."

આ બાજું મુસ્લિમ રઝાકારો હૈદ્રાબાદમાં રહેતાં હિંદુઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવાનો શરું કરી દીધો.નિઝામે હજારો કોંગ્રેશી કાર્યકરોને જેલમાં નાંખી દીધા.૯ સપ્ટેમ્બર ૧૯૪૮નાં રોજ સરદારે તાત્કાલિક નિર્ણય લેતાં જનરલ જે.ચૌધરીનાં નેતૃત્વ હેઠળ હૈદ્રાબાદમાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું.

"ઓપરેશન પોલો"નાં નેજા હેઠળ હિંદનાં લશ્કરે હૈદ્રાબાદ પર કાર્યવાહી શરૂં કરી અને અંતે હૈદ્રાબાદનાં મુસ્લિમ નિઝામ મીર ઉસ્માન અલીએ શરણાગતી સ્વીકારી લીધી અને ઉભી પુંછડીએ પાકિસ્તાન ભાગી ગયો.

નિઝામનો આરબ સેનાપતિ અલ ઇદરીશે જનરલ ચૌધરી સામે શરણાગતી સ્વીકારી લીધી.આ લડાઇમાં ભારતનાં ૩૨ સૈનિકો માર્યા ગયા હતાં અને નિઝામનાં માર્યા ગયેલાં સૈનિકોની સંખ્યા ૧૮૬૩ જેટલી હતી.છતાં અમુક ઇતિહાસકારોનાં કહેવાં મુજબ ભારતીય સૈનિકો મારેલાં નિઝામનાં સંખ્યા આથી ધણી મોટી સંખ્યામાં હતી.
                                 
એ વખતે હૈદ્રાબાદનો હવાલો સંભાળનાર કનૈયાલાલ મુનશીએ એક બ્યાન આપતાં કહ્યું હતું કે,"જો નહેરુંની ઇચ્છા અનુસાર આ કાર્યવાહી થઇ હોત તો હિંદનાં પેટ ઉપર એક બીજું પાકિસ્તાન ઉભું થઇ ગયું હોત."                                                                 
જય હિંદ 
- નરેશ કે.ડૉડીયા
                                                                                                                                                                             


Advertisement