झाकळ बनीने आवजो,कां जळ बनी आवजो Gujarati Gazal By Naresh K. Dodia

झाकळ बनीने आवजो,कां जळ बनी आवजो Gujarati Gazal By Naresh K. Dodia
झाकळ बनीने आवजो,कां जळ बनी आवजो Gujarati Gazal By Naresh K. Dodia
झाकळ बनीने आवजो,कां जळ बनी आवजो
कां प्यास छीपावी दे ए वाछट बनी आवजो

हुं क्यां सुधी माणुं तमारो साथ शब्दोनां संग
कायम तमे सामे हो ए तारण बनी आवजो

जेना भरोसा पर जीवन लागे कविता समुं
शब्दना साथीना रुपे राहत बनी आवजो

आ लागणीने भावमां तबदील ज्यां हुं करूं
आतमने अडकीने तमे व्हालम बनी आवजो

सीधी नथी आ राह समजो छो तमे जे सरळ
सामे नहीं तो ख्वाबमां आहट बनी आवजो

चिंतननी पळ मारी हवे तारा विरहमां डूबी
जींवंत हुं थइ जाउ ए लालच बनी आवजो

मांगी नथी शकतो जे जोइए छे मारे सतत
चाहतथी आगळ चाहवानुं जण बनी आवजो

थाकी जवानी कोइ सरहद होय नां ज्यां कदी
मारी महोतरमां गझलनी लत बनी आवजो
-नरेश के.डॉडीया
ઝાકળ બનીને આવજો,કાં જળ બની આવજો
કાં પ્યાસ છીપાવી દે એ વાછટ બની આવજો

હું ક્યાં સુધી માણું તમારો સાથ શબ્દોનાં સંગ
કાયમ તમે સામે હો એ તારણ બની આવજો

જેના ભરોસા પર જીવન લાગે કવિતા સમું
શબ્દના સાથીના રુપે રાહત બની આવજો

આ લાગણીને ભાવમાં તબદીલ જ્યાં હું કરૂં
આતમને અડકીને તમે વ્હાલમ બની આવજો

સીધી નથી આ રાહ સમજો છો તમે જે સરળ
સામે નહીં તો ખ્વાબમાં આહટ બની આવજો

ચિંતનની પળ મારી હવે તારા વિરહમાં ડૂબી
જીંવંત હું થઇ જાઉ એ લાલચ બની આવજો

માંગી નથી શકતો જે જોઇએ છે મારે સતત
ચાહતથી આગળ ચાહવાનું જણ બની આવજો

થાકી જવાની કોઇ સરહદ હોય નાં જ્યાં કદી
મારી મહોતરમાં ગઝલની લત બની આવજો
-નરેશ કે.ડૉડીયા
Advertisement