झळहळ थती उर्मि बधी तारा चरणमा सजावुं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
झळहळ थती उर्मि बधी तारा चरणमा सजावुं Gujarati Gazal By Naresh K. Dodia |
झळहळ थती उर्मि बधी तारा चरणमा सजावुं
अक्षरो फूलो जेवा गणी तारा प्रणयने चडावुं
जन्मो-जनम साथे रहीए आपणे संगमां बेउ
ए लेख हुं भगवान पासेथी फरीथी लखावुं
हु प्यारमां तारा असल ओळख ए रीते गुमावुं
आंखोमां जात्राने ह्रदयमां हुं पछी हज मनावुं
होवा-पणानो कोइ मतलब पण नथी मारे हवे
सानिध्यमां तारा हु मारी जात नवतर गणावुं
मळती नथी तुं रोज तेथी आ गझल हुं लखुं छुं
तु मळती रहे तेथी ज अक्षर देह तुजने बतावुं
भजतो रह्यो छुं भाव मीराना भरी आ कलममां
परचम विणानो शब्दना नादे हुं कायम गजावुं
मीठाश मळशे वांसळीनी शब्द ज्यां हुं उतारुं
ज्यारे कलम मारी “महोतरमानां” नामे बजावुं
-नरेश के.डॉडीया
ઝળહળ થતી ઉર્મિ બધી તારા ચરણમા સજાવું
અક્ષરો ફૂલો જેવા ગણી તારા પ્રણયને ચડાવું
જન્મો-જનમ સાથે રહીએ આપણે સંગમાં બેઉ
એ લેખ હું ભગવાન પાસેથી ફરીથી લખાવું
હુ પ્યારમાં તારા અસલ ઓળખ એ રીતે ગુમાવું
આંખોમાં જાત્રાને હ્રદયમાં હું પછી હજ મનાવું
હોવા-પણાનો કોઇ મતલબ પણ નથી મારે હવે
સાનિધ્યમાં તારા હુ મારી જાત નવતર ગણાવું
મળતી નથી તું રોજ તેથી આ ગઝલ હું લખું છું
તુ મળતી રહે તેથી જ અક્ષર દેહ તુજને બતાવું
ભજતો રહ્યો છું ભાવ મીરાના ભરી આ કલમમાં
પરચમ વિણાનો શબ્દના નાદે હું કાયમ ગજાવું
મીઠાશ મળશે વાંસળીની શબ્દ જ્યાં હું ઉતારું
જ્યારે કલમ મારી “મહોતરમાનાં” નામે બજાવું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment