मारी पीडा मारी गझलनां शब्दमां ओगळी गइ Gujarati Gazal By Naresh K. Dodia

मारी पीडा मारी गझलनां शब्दमां ओगळी गइ Gujarati Gazal By Naresh K. Dodia
मारी पीडा मारी गझलनां शब्दमां ओगळी गइ Gujarati Gazal By Naresh K. Dodia
मारी पीडा मारी गझलनां शब्दमां ओगळी गइ
मांगी हती एवी दुआं सामेथी मुजने मळी गइ

मारी गझलमां मौजनी साथे छे रंगत मजानी
घायल दिलोने ए दवां जेवी थईने फळी गइ

दिलनी घणी वातो जीवनमां कही शक्यां नां जे लोको
एवा घणानी वात मारा शब्दमां झळहळी गइ

एवा घणाने प्रेम जीवनभर मळ्यो ना कदी पण
वांचीने मारा काव्य इच्छा एमनी सळवळी गइ

जेवी हती एवी ज मे एनी हकीकत ज्यां क्ही तो
भरचक सभा वच्चे नजर ए चूकवी नीकळी गइ

मळती नथी ए दाद ज्यारे पण जरूरी हती त्यां
बस ए ज लाचारी मने तारी हमेशा छळी गइ

दीपक बनी जलतां रह्यां कोइने रोशन बनावा
अंते अमारी जात थंडी राख साथे भळी गइ

आवेने चाल्या जाय एनो शुं हरख शोक राखुं?
क्यारेक तो लागे मने,आफत हती ए टळी गइ!

कानाने द्रारीकां मळी पण शुं शुं खोवु पड्यु छे?
पामी सुदर्शन छेवटे राधा अने वांसळी गइ

मारी “महोतरमाने” मारे एटलुं क्हेवुं छे आज
मीठी नदीनी जेम मारांमां तुं केवी भळी गइ
-नरेश के.डॉडीया


મારી પીડા મારી ગઝલનાં શબ્દમાં ઓગળી ગઇ
માંગી હતી એવી દુઆં સામેથી મુજને મળી ગઇ

મારી ગઝલમાં મૌજની સાથે છે રંગત મજાની
ઘાયલ દિલોને એ દવાં જેવી થઈને ફળી ગઇ

દિલની ઘણી વાતો જીવનમાં કહી શક્યાં નાં જે લોકો
એવા ઘણાની વાત મારા શબ્દમાં ઝળહળી ગઇ

એવા ઘણાને પ્રેમ જીવનભર મળ્યો ના કદી પણ
વાંચીને મારા કાવ્ય ઇચ્છા એમની સળવળી ગઇ

જેવી હતી એવી જ મે એની હકીકત જ્યાં ક્હી તો
ભરચક સભા વચ્ચે નજર એ ચૂકવી નીકળી ગઇ

મળતી નથી એ દાદ જ્યારે પણ જરૂરી હતી ત્યાં
બસ એ જ લાચારી મને તારી હમેશા છળી ગઇ

દીપક બની જલતાં રહ્યાં કોઇને રોશન બનાવા
અંતે અમારી જાત થંડી રાખ સાથે ભળી ગઇ

આવેને ચાલ્યા જાય એનો શું હરખ શોક રાખું?
ક્યારેક તો લાગે મને,આફત હતી એ ટળી ગઇ!

કાનાને દ્રારીકાં મળી પણ શું શું ખોવુ પડ્યુ છે?
પામી સુદર્શન છેવટે રાધા અને વાંસળી ગઇ

મારી “મહોતરમાને” મારે એટલું ક્હેવું છે આજ
મીઠી નદીની જેમ મારાંમાં તું કેવી ભળી ગઇ
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment