दुविधा रोज वधती जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

दुविधा रोज वधती जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
दुविधा रोज वधती जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
दुविधा रोज वधती जाय छे
सुविधा रोज धटती जाय छे

भभूती जेम चोळी रातनां
अलखनी आग घखती जाय छे

छुटयु मेवाड मीराथी पछी
नवो चीलो चितरती जाय छे

में एनां कानमा एवुं कह्युं
नीचु जोई मलकती जाय छे

सुरजनो खोफ वधतो जोइ
फूलो पर औंस रडती जाय छे

नजरमा तिक्ष्ण औजारो लई
अछडता घाव करती जाय छे

बिमारी बेउने थइ प्रेमनी
जें बंनेने भरखती जाय छे

वगर पीधे लथडती चाल जोइ
ए कमरेथी लचकती जाय छे

जरा वांची गझल मारी अने
मनोमन ए हरखती जाय छे

कशो भय मनमां मारा छे नही
कलम मारी गरजती जाय छे

"महोतरमां" विरह चाखो जरां
हवे एकलतां सदती जाय छे
- नरेश के. डॉडीया
દુવિધા રોજ વધતી જાય છે
સુવિધા રોજ ધટતી જાય છે

ભભૂતી જેમ ચોળી રાતનાં
અલખની આગ ઘખતી જાય છે

છુટયુ મેવાડ મીરાથી પછી
નવો ચીલો ચિતરતી જાય છે

મેં એનાં કાનમા એવું કહ્યું
નીચુ જોઈ મલકતી જાય છે

સુરજનો ખોફ વધતો જોઇ
ફૂલો પર ઔંસ રડતી જાય છે

નજરમા તિક્ષ્ણ ઔજારો લઈ
અછડતા ઘાવ કરતી જાય છે

બિમારી બેઉને થઇ પ્રેમની
જેં બંનેને ભરખતી જાય છે

વગર પીધે લથડતી ચાલ જોઇ
એ કમરેથી લચકતી જાય છે

જરા વાંચી ગઝલ મારી અને
મનોમન એ હરખતી જાય છે

કશો ભય મનમાં મારા છે નહી
કલમ મારી ગરજતી જાય છે

"મહોતરમાં" વિરહ ચાખો જરાં
હવે એકલતાં સદતી જાય છે
- નરેશ કે. ડૉડીયા
Advertisement