जे हतुं सघळुं अही मूकी जवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

जे हतुं सघळुं अही मूकी जवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
जे हतुं सघळुं अही मूकी जवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
जे हतुं सघळुं अही मूकी जवानुं होय छे
कोण जाणे ए बधानुं शुं थवानुं होय छे

कामनाओनां सळगतां कांकडा लइ हाथमां
एषणानां एक वनने बाळवानुं होय छे

राहबर ज्यारे सफरमांथी छुटी जाशे पछी
जिंदगीनी रेसमाथी हारवानुं होय छे

आ तणखलाओनो स्हारो कायमी होतो नथी
एक वखते अध-वचाळे डूबवानुं होय छे

साव सीधी वातने माने नहीं चाहत कदी
प्रेम ब्हेरो होइ एवुं मानवानुं होय छे

रोजनी तकरारथी थाकी जवाई छे कदी
आ ज रीते एक जणने चाहवानुं होय छे

प्रेम हो के जिंदगी नाटक समी लागे कदी
एक तख्ता जेम सघळुं माणवानुं होय छे

देहनी सुंदर करामत जोईने लाग्युं मने
द्रश्यनुं काझलने आंखे आंजवानुं होय छे

ए “महोतरमानी” खूश्बू तरबतर राखे मने
लागणीनुं फूल आम ज सूंधवानुं होय छे
-नरेश के.डॉडीया



જે હતું સઘળું અહી મૂકી જવાનું હોય છે
કોણ જાણે એ બધાનું શું થવાનું હોય છે

કામનાઓનાં સળગતાં કાંકડા લઇ હાથમાં
એષણાનાં એક વનને બાળવાનું હોય છે

રાહબર જ્યારે સફરમાંથી છુટી જાશે પછી
જિંદગીની રેસમાથી હારવાનું હોય છે

આ તણખલાઓનો સ્હારો કાયમી હોતો નથી
એક વખતે અધ-વચાળે ડૂબવાનું હોય છે

સાવ સીધી વાતને માને નહીં ચાહત કદી
પ્રેમ બ્હેરો હોઇ એવું માનવાનું હોય છે

રોજની તકરારથી થાકી જવાઈ છે કદી
આ જ રીતે એક જણને ચાહવાનું હોય છે

પ્રેમ હો કે જિંદગી નાટક સમી લાગે કદી
એક તખ્તા જેમ સઘળું માણવાનું હોય છે

દેહની સુંદર કરામત જોઈને લાગ્યું મને
દ્રશ્યનું કાઝલને આંખે આંજવાનું હોય છે

એ “મહોતરમાની” ખૂશ્બૂ તરબતર રાખે મને
લાગણીનું ફૂલ આમ જ સૂંધવાનું હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement