बे मानवी वच्चे अहम टकराय छे Gujarati Gazal By Naresh K. Dodia

बे मानवी वच्चे अहम टकराय छे Gujarati Gazal By Naresh K. Dodia
बे मानवी वच्चे अहम टकराय छे Gujarati Gazal By Naresh K. Dodia
बे मानवी वच्चे अहम टकराय छे
अवकाश त्रीजानो पछी सर्जाय छे

ज्यारे भरोसो कोइनो तूटे छे त्यां
सच्चाइनी साची किमत अंकाय छे

जीवनमां सौने प्रेम मळवानो नथी
जेने मळ्यो एनांथी क्यां सचवाय छे

समजण जरूरी प्रेममां ना होय दोस्त
समजण प्रमाणे प्रेम क्यांथी थाय छे

मारी गझलना शेरनां माण्या पछी
दुखने खूशीनो फर्क त्यां समजाय छे

आखुं जीवन सौने खूशी देतो रह्यो
ए मानवीना दर्द क्यां परखाय छे

वांची गझल ए स्मित रेलावे अने      
ए स्मितनी खूश्बू अहीं छलकाय छे

क्यारेक मारा दिलमां सणका ऊपडे
ए दर्द शब्दो चोपडुं तो जाय छे

छे अणसमज मारी “महोतरमां” छतां
पण नाम एनुं वांचतां शरमाय छे
-नरेश के.डॉडीया
બે માનવી વચ્ચે અહમ ટકરાય છે
અવકાશ ત્રીજાનો પછી સર્જાય છે

જ્યારે ભરોસો કોઇનો તૂટે છે ત્યાં
સચ્ચાઇની સાચી કિમત અંકાય છે

જીવનમાં સૌને પ્રેમ મળવાનો નથી
જેને મળ્યો એનાંથી ક્યાં સચવાય છે

સમજણ જરૂરી પ્રેમમાં ના હોય દોસ્ત
સમજણ પ્રમાણે પ્રેમ ક્યાંથી થાય છે

મારી ગઝલના શેરનાં માણ્યા પછી
દુખને ખૂશીનો ફર્ક ત્યાં સમજાય છે

આખું જીવન સૌને ખૂશી દેતો રહ્યો
એ માનવીના દર્દ ક્યાં પરખાય છે

વાંચી ગઝલ એ સ્મિત રેલાવે અને      
એ સ્મિતની ખૂશ્બૂ અહીં છલકાય છે

ક્યારેક મારા દિલમાં સણકા ઊપડે
એ દર્દ શબ્દો ચોપડું તો જાય છે

છે અણસમજ મારી “મહોતરમાં” છતાં
પણ નામ એનું વાંચતાં શરમાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment