साव साचुं बोलशो तो कोइने गमशो नही Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
साव साचुं बोलशो तो कोइने गमशो नही Gujarati Gazal By Naresh K. Dodia |
साव साचुं बोलशो तो कोइने गमशो नही
प्रेममां विश्वास राखीए तो छेतरशो नही
प्रेम साथे सत्यनी चर्चा नही करवी कदी
जात छावरवा जुठाणानी कदर करशो नही
आ प्रथम ग्रासे मक्षीका चाहनामां होय छे
चाहनानुं क्षेत्र छे,जोषीनुं सांभळशो नही
बुंंद प्हेली ज्यां पडे छे ए घरा शोषी ले छे
कोइने जोइ धरा जेवा कदी तरशो नही
मानवीनी जिंदगीमां प्रेम प्हेलो जो बनो
जिंदगीभर साथ रहे ए ख्यालने अडशो नही
आ हथेळी कोइ रेखानी नथी म्होताज थइ
मर्दनी आंखे ना शोभे आंसु,तो रडशो नही
हाथ जालीने घणा छोडी गयानां छे बनाव
साथ छोडीने गया तो यादमां लखशो नही
जिंदगीमां श्वास थइने ए “महोतरमां” वसी
एमनां अश्रुओनुं कारण कदी बनशो नही
-नरेश के.डॉडीया
સાવ સાચું બોલશો તો કોઇને ગમશો નહી
પ્રેમમાં વિશ્વાસ રાખીએ તો છેતરશો નહી
પ્રેમ સાથે સત્યની ચર્ચા નહી કરવી કદી
જાત છાવરવા જુઠાણાની કદર કરશો નહી
આ પ્રથમ ગ્રાસે મક્ષીકા ચાહનામાં હોય છે
ચાહનાનું ક્ષેત્ર છે,જોષીનું સાંભળશો નહી
બુંંદ પ્હેલી જ્યાં પડે છે એ ઘરા શોષી લે છે
કોઇને જોઇ ધરા જેવા કદી તરશો નહી
માનવીની જિંદગીમાં પ્રેમ પ્હેલો જો બનો
જિંદગીભર સાથ રહે એ ખ્યાલને અડશો નહી
આ હથેળી કોઇ રેખાની નથી મ્હોતાજ થઇ
મર્દની આંખે ના શોભે આંસુ,તો રડશો નહી
હાથ જાલીને ઘણા છોડી ગયાનાં છે બનાવ
સાથ છોડીને ગયા તો યાદમાં લખશો નહી
જિંદગીમાં શ્વાસ થઇને એ “મહોતરમાં” વસી
એમનાં અશ્રુઓનું કારણ કદી બનશો નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment