क्यारेक तारी होय छे क्यारेक मारी होय छे Gujarati Gazal By Naresh K. Dodia

क्यारेक तारी होय छे क्यारेक मारी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
क्यारेक तारी होय छे क्यारेक मारी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
क्यारेक तारी होय छे क्यारेक मारी होय छे
इच्छाओ सौए पोतपोतानी मठारी होय छे

जेनी कदी आगळ जवानी मे हीम्मत ना करी
रोकांंय जांउ ज्यां समयनी चाल जारी होय छे

शर्तोने आधिन जिंदगी जीवी हवे थाकी गयो
ज्यां ज्यां गयों त्यां त्यां नियमनी एक बारी होय छे

एने कह्युं के प्रेममां मारा ना पडजे पण पडी
ए पळथी मळवानो तकाजो रोज भारी होय छे

ए स्वाद चाखी गइ मुलायम स्पर्श साथे प्रेमनो
एनी बधी इच्छा मळे त्यारे कुंवांरी होय छे

एने महाभारत के रामायणनी वातो शुं करुं
खुदनां पूरेपूरा जीवननी जाणकारी होय छे

जेने उगारीने भरी लीधी मे छातीए कदी
एवी धणी तक होय लोकोए नकारी होय छे

मारी महोतरमानी वातो प्रेरणा साथे दे प्रेम
सौना जीवनमां कोइने कोइ तो नारी होय छे
- नरेश के. डॉडीया
ક્યારેક તારી હોય છે ક્યારેક મારી હોય છે
ઇચ્છાઓ સૌએ પોતપોતાની મઠારી હોય છે

જેની કદી આગળ જવાની મે હીમ્મત ના કરી
રોકાંંય જાંઉ જ્યાં સમયની ચાલ જારી હોય છે

શર્તોને આધિન જિંદગી જીવી હવે થાકી ગયો
જ્યાં જ્યાં ગયોં ત્યાં ત્યાં નિયમની એક બારી હોય છે

એને કહ્યું કે પ્રેમમાં મારા ના પડજે પણ પડી
એ પળથી મળવાનો તકાજો રોજ ભારી હોય છે

એ સ્વાદ ચાખી ગઇ મુલાયમ સ્પર્શ સાથે પ્રેમનો
એની બધી ઇચ્છા મળે ત્યારે કુંવાંરી હોય છે

એને મહાભારત કે રામાયણની વાતો શું કરું
ખુદનાં પૂરેપૂરા જીવનની જાણકારી હોય છે

જેને ઉગારીને ભરી લીધી મે છાતીએ કદી
એવી ધણી તક હોય લોકોએ નકારી હોય છે

મારી મહોતરમાની વાતો પ્રેરણા સાથે દે પ્રેમ
સૌના જીવનમાં કોઇને કોઇ તો નારી હોય છે
- નરેશ કે. ડૉડીયા
Advertisement