एक कीस्सो खानगी राखी ना शक्यां Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक कीस्सो खानगी राखी ना शक्यां Gujarati Gazal By Naresh K. Dodia |
एक कीस्सो खानगी राखी ना शक्यां
जाम हाथोमा हतो चाखी ना शक्यां
हाथ ए जाहेरमां थामी ना शक्यां
चाहवानी रीतथी चाही ना शक्यां
वातनुं केवुं वतेसर थइ जाय छे
खत जुना मारा कदी बाळी ना शक्यां
वीजने वरसादनो साथे नाद जोइ
तेज मारा शब्दनुं खाळी ना शक्यां
हुं गमु छुं कोइ सामे बोले नां ए
ए कसम मारी कदी सांखी ना शक्यां
मौन भावे मे निभावी सारी रसम
ए वचन आपी छता पाळी ना शक्यां
मौज नोखी होय छे मारी रातनां
रात आखी ए मने माणी ना शक्यां
मात्र ए जाणे छे मारो शुं हाल छे?
दर्द साथे ए गझल वांची ना शक्यां
आ गझल अखबार माने छे सौ अही
ने”महोतरमा”तमे आपी ना शक्यां
-नरेश के.डॉडीया
એક કીસ્સો ખાનગી રાખી ના શક્યાં
જામ હાથોમા હતો ચાખી ના શક્યાં
હાથ એ જાહેરમાં થામી ના શક્યાં
ચાહવાની રીતથી ચાહી ના શક્યાં
વાતનું કેવું વતેસર થઇ જાય છે
ખત જુના મારા કદી બાળી ના શક્યાં
વીજને વરસાદનો સાથે નાદ જોઇ
તેજ મારા શબ્દનું ખાળી ના શક્યાં
હું ગમુ છું કોઇ સામે બોલે નાં એ
એ કસમ મારી કદી સાંખી ના શક્યાં
મૌન ભાવે મે નિભાવી સારી રસમ
એ વચન આપી છતા પાળી ના શક્યાં
મૌજ નોખી હોય છે મારી રાતનાં
રાત આખી એ મને માણી ના શક્યાં
માત્ર એ જાણે છે મારો શું હાલ છે?
દર્દ સાથે એ ગઝલ વાંચી ના શક્યાં
આ ગઝલ અખબાર માને છે સૌ અહી
ને”મહોતરમા”તમે આપી ના શક્યાં
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment