ऊदास सांजे यादनी वणजार आवी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
ऊदास सांजे यादनी वणजार आवी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
ऊदास सांजे यादनी वणजार आवी जाय छे
आंखोमां त्यारे आंसुनो वरसाद आवी जाय छे
तरछोडवाने पामवानी पाछली घटनां सबब
त्यां भर्तृहरिने पींगळानी वात आवी जाय छे
हुं आज लग जाणी शक्यो नहि शुं छे साचा प्रेममां
सौना अनूभवमां अचानक "काश" आवी जाय छे
दुख आपवा ज्यां मानवी साथे खुदा जोडाई छे
त्यारे सहनशकितनी साची जात आवी जाय छे
मारा जीवनमां एक जणनो अंश ए रीते भळ्यो
लोकोनां मोढे जेम राधाने कान आवी जाय छे
मांगी नथी शक्तो खुदा पासे दुआ एवी हवे
हुं हाथ फेलावुंने एनुं नाम आवी जाय छे
जेनां थकी पुष्कळ मळ्युं छे नाम मारा काव्यने
त्यां एक नारीनो अनोखो प्यार आवी जाय छे
मारी गझल वांची महोतरमांनां केवा हाल छे
साथे वितावेली पळॉ पर नाझ आवी जाय छे
-नरेश के.डॉडीया
ઊદાસ સાંજે યાદની વણજાર આવી જાય છે
આંખોમાં ત્યારે આંસુનો વરસાદ આવી જાય છે
તરછોડવાને પામવાની પાછલી ઘટનાં સબબ
ત્યાં ભર્તૃહરિને પીંગળાની વાત આવી જાય છે
હું આજ લગ જાણી શક્યો નહિ શું છે સાચા પ્રેમમાં
સૌના અનૂભવમાં અચાનક "કાશ" આવી જાય છે
દુખ આપવા જ્યાં માનવી સાથે ખુદા જોડાઈ છે
ત્યારે સહનશકિતની સાચી જાત આવી જાય છે
મારા જીવનમાં એક જણનો અંશ એ રીતે ભળ્યો
લોકોનાં મોઢે જેમ રાધાને કાન આવી જાય છે
માંગી નથી શક્તો ખુદા પાસે દુઆ એવી હવે
હું હાથ ફેલાવુંને એનું નામ આવી જાય છે
જેનાં થકી પુષ્કળ મળ્યું છે નામ મારા કાવ્યને
ત્યાં એક નારીનો અનોખો પ્યાર આવી જાય છે
મારી ગઝલ વાંચી મહોતરમાંનાં કેવા હાલ છે
સાથે વિતાવેલી પળૉ પર નાઝ આવી જાય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment