निराते बेसवानी कोइने फुरसत नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
निराते बेसवानी कोइने फुरसत नथी Gujarati Gazal By Naresh K. Dodia |
निराते बेसवानी कोइने फुरसत नथी
अमारा गामने चोरे हवे खटपट नथी
चलम हुक्काने बीडी फूंकतां भाभा नथी
हवे माणसनुं गठपण एटलुं खडतल नथी
नगरमां जइ वस्युं ए गामडानु जण कहे
अहीया गोधुली वेळांए वळतुं धण नथी
हवे चकलीनो माळो छे बनावटी बोक्सनो
आ श्हेरी धरमां पंखी रही शके ए दर नथी
ढळकती ढेल जेवी नार,माथे होय हेल
ए ल्हावो माणवांने श्हेरमा पनघट नथी
करीने नेजवा भातानी जोतो होय राह
अमारा गाममां टीफीननी सगवड नथी
हवे घरडां-धरो श्हेरोमां वधतां जाय छे
ए संस्कारोनुं देशी लोकमां सिंचन नथी
“महोतरमां” तमारा श्हेरमां गमतुं नथी
अहींया ग्राम्य नारी जेवुं मन चंचल नथी
– नरेश के. डॉडीया
નિરાતે બેસવાની કોઇને ફુરસત નથી
અમારા ગામને ચોરે હવે ખટપટ નથી
ચલમ હુક્કાને બીડી ફૂંકતાં ભાભા નથી
હવે માણસનું ગઠપણ એટલું ખડતલ નથી
નગરમાં જઇ વસ્યું એ ગામડાનુ જણ કહે
અહીયા ગોધુલી વેળાંએ વળતું ધણ નથી
હવે ચકલીનો માળો છે બનાવટી બોક્સનો
આ શ્હેરી ધરમાં પંખી રહી શકે એ દર નથી
ઢળકતી ઢેલ જેવી નાર,માથે હોય હેલ
એ લ્હાવો માણવાંને શ્હેરમા પનઘટ નથી
કરીને નેજવા ભાતાની જોતો હોય રાહ
અમારા ગામમાં ટીફીનની સગવડ નથી
હવે ઘરડાં-ધરો શ્હેરોમાં વધતાં જાય છે
એ સંસ્કારોનું દેશી લોકમાં સિંચન નથી
“મહોતરમાં” તમારા શ્હેરમાં ગમતું નથી
અહીંયા ગ્રામ્ય નારી જેવું મન ચંચલ નથી
– નરેશ કે. ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment