उन्मादनी आगळ मजां माणी हती Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
उन्मादनी आगळ मजां माणी हती Gujarati Gazal By Naresh K. Dodia |
एकांतनी क्षण बेउ पर हावी हती
बे देहने ओगळवा मथती रात पण
अमने सजोडे जोइ मलकाती हती
दरियानी एकलतां नदी स्ही ना शकी
हळवेकथी एमां भळी टाळी हती
तस्वीरमां चंचल हसीना लागे सौने
सामे हती तो शर्मनी लाली हती
आळस मरोडी बीजनां चांदा समी
एने मे उचकी तो पूरणमासी हती
बे आंख गेबी वारतां जेवी हती
केफी लिपी वांची तो ए प्यासी हती
झाकळनुं आच्छादन फूलो पर होय एम
श्वासोनी झरमर बुंदथी न्हाती हती
कमरेथी पकडी त्या तो आखी खळभळी
नाभी उपर होठोनी नीशानी हती
वरसोथी एनी पळ उछीनी मांगतो
आजे तो खुदने गीरवे राखी हती
क्यारेक पाछा बेउ मळशुंनुं दइ वचन
पालवमां दुखनी क्षणने छूपावी हती
जेवो “महोतरमांथी” हुं आधे सर्यो
छूट्टा पड्या तो आख वरसादी हती
– नरेश के.डॉडीया
ઉન્માદની આગળ મજાં માણી હતી
એકાંતની ક્ષણ બેઉ પર હાવી હતી
બે દેહને ઓગળવા મથતી રાત પણ
અમને સજોડે જોઇ મલકાતી હતી
દરિયાની એકલતાં નદી સ્હી ના શકી
હળવેકથી એમાં ભળી ટાળી હતી
તસ્વીરમાં ચંચલ હસીના લાગે સૌને
સામે હતી તો શર્મની લાલી હતી
આળસ મરોડી બીજનાં ચાંદા સમી
એને મે ઉચકી તો પૂરણમાસી હતી
બે આંખ ગેબી વારતાં જેવી હતી
કેફી લિપી વાંચી તો એ પ્યાસી હતી
ઝાકળનું આચ્છાદન ફૂલો પર હોય એમ
શ્વાસોની ઝરમર બુંદથી ન્હાતી હતી
કમરેથી પકડી ત્યા તો આખી ખળભળી
નાભી ઉપર હોઠોની નીશાની હતી
વરસોથી એની પળ ઉછીની માંગતો
આજે તો ખુદને ગીરવે રાખી હતી
ક્યારેક પાછા બેઉ મળશુંનું દઇ વચન
પાલવમાં દુખની ક્ષણને છૂપાવી હતી
જેવો “મહોતરમાંથી” હું આધે સર્યો
છૂટ્ટા પડ્યા તો આખ વરસાદી હતી
– નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment