मौननो एने इरादो होठ पर चोटाड्यो हतो Gujarati Gazal By Naresh K. Dodia

मौननो एने इरादो होठ पर चोटाड्यो हतो Gujarati Gazal By Naresh K. Dodia
मौननो एने इरादो होठ पर चोटाड्यो हतो Gujarati Gazal By Naresh K. Dodia
मौननो एने इरादो होठ पर चोटाड्यो हतो
शब्दनो मारो चलावी स्मित पाछुं लाव्यो हतो

आखरे पापण झूकावी स्मित साथे बोली मने
“शुं तमे मारा विरहमां एक खूणॉ पाळ्यो हतो?”

सोळआनी सत्यने स्वीकारवानुं अधरुं छे दोस्त
शब्द मारो एक पत्थर जेम सौने वाग्यो हतो

डाळखीनो भार फूलो कोइ काळे स्ही ना शके
एटले होवापणाथी खुदने नोखो राख्यो हतो

एक तारणथी कदी तुं प्रेममां नां आवळ वधी
ए ज कारणथी हमेशां हुं ज आगळ चाल्यो हतो

जातने मळवा कदी एकांतमां ओगळवुं पडे
एटले थोडा दिवस मे मोह तारो टाळ्यो हतो

जी हजुरी ना करी तेथी ज मारो छे दबदबो
नवकविनो ख्याल मारामाथी कायम काढ्यो हतो

आज प्रायोजन बदलशो,कालनी कोने छे खबर?
आजनां तख्ताने मे नाटक गणीने माण्यो हतो

आ महोतरमा मळी एपळथी हुं पण बदली गयो
ए धडीए एक शायर नो जनम हुं पाम्यो हतो
– नरेश के. डॉडीया
મૌનનો એને ઇરાદો હોઠ પર ચોટાડ્યો હતો
શબ્દનો મારો ચલાવી સ્મિત પાછું લાવ્યો હતો

આખરે પાપણ ઝૂકાવી સ્મિત સાથે બોલી મને
“શું તમે મારા વિરહમાં એક ખૂણૉ પાળ્યો હતો?”

સોળઆની સત્યને સ્વીકારવાનું અધરું છે દોસ્ત
શબ્દ મારો એક પત્થર જેમ સૌને વાગ્યો હતો

ડાળખીનો ભાર ફૂલો કોઇ કાળે સ્હી ના શકે
એટલે હોવાપણાથી ખુદને નોખો રાખ્યો હતો

એક તારણથી કદી તું પ્રેમમાં નાં આવળ વધી
એ જ કારણથી હમેશાં હું જ આગળ ચાલ્યો હતો

જાતને મળવા કદી એકાંતમાં ઓગળવું પડે
એટલે થોડા દિવસ મે મોહ તારો ટાળ્યો હતો

જી હજુરી ના કરી તેથી જ મારો છે દબદબો
નવકવિનો ખ્યાલ મારામાથી કાયમ કાઢ્યો હતો

આજ પ્રાયોજન બદલશો,કાલની કોને છે ખબર?
આજનાં તખ્તાને મે નાટક ગણીને માણ્યો હતો

આ મહોતરમા મળી એપળથી હું પણ બદલી ગયો
એ ધડીએ એક શાયર નો જનમ હું પામ્યો હતો
– નરેશ કે. ડૉડીયા
Advertisement