तुर्को पासे जानिंसारी सेना हती.जान निसार करनारा योध्धाओ Quote By Chandrakant Baxi

तुर्को पासे जानिंसारी सेना हती.जान निसार करनारा योध्धाओ Quote By Chandrakant Baxi
तुर्को पासे जानिंसारी सेना हती.जान निसार करनारा योध्धाओ Quote By Chandrakant Baxi
तुर्को पासे जानिंसारी सेना हती.जान निसार करनारा योध्धाओ,जे वास्तवमां नानी उमरनां ख्रिस्ती छोकराओने पकडीने मुस्लिम बनावेलां सैनिको हतां.आ जानिंसारीओनो आगा दर वर्षे बोस्निया आवतो अने "ब्लड ट्रीब्युट" के लोहीनां कर्ज रूपे नक्की करेलां ख्रिस्ती छोकराओने पकडीने इस्तंबुल लइ जइने तुर्क सुलतानने खंडणी रूपे आपतो.दसथी पंदर वर्षनां तगडा,खुबसुरत,उंचां छोकराओने पकडवामां आवता हतां.एमने तुर्की लइ जइने एमनां नाम,वतन,देश,माता पिता,संबंधो बधुं ज मिटावी देवामां आवतु,सुन्नत करीने मुस्लिम बनावी देवामां आवतां अने जीवनभर सुलताननी सेवां करतां.ज्यारे तुर्क हाकेमो आवतां त्यारे घणां ख्रिस्ती माबापो तेमनां छोकराओने संताडी देतां हतां.गंदा राखतां,क्यारेक खुदनां बेटानी एकादी आंगळी कुहाडीथी कापी नाखतां के जेथी तुर्क आगां एमनां छोकराने छोडी दे.

एक एक धोडानी बंने तरफ टॉकरीमां चोरेलां छोकराओने एक ब्रेड आपीने बेसाडवामां आवतां,लोहीनां कर्जनो कारवां इस्तंबुल तरफ आगळ वधतो,एनी पाछळ माताओ अने बहेनो दोडती,आगानां मुस्लिम सीपाहीओ आक्रंद करती स्त्रीओ अने छोकरीओने चाबुक फटकारतां हतां.अंते माथाओ ज देखाता अने कारवां नदी ओळंगीने बीजे काठे जतो देखातो.

बोल्कन्सनां सर्बीआमां मिलोसेवीकने पक्षधर मळी शके एनी पाछळ पांचसो वर्षनो अंत्यंत लोहीलुहाण इतिहास छे.आ प्रदेश पर प०० वर्ष मुस्लिम तुर्कोनुं शासन हतु.हिंदुस्तान पर आवेलां प्रांरंभिक शासको तुर्कवंशी हतां.बाबर पण चुघतांइ तुर्की भाषामां बाबरनामां लखी गयो.एक जमानांमां मुस्लिम तुर्को वियेनाण्नां द्रार सुधी आवी गयां हतां,एमने मोटे पाये धर्मान्तर कर्यु.बोस्नीआ,हर्झगोवीनीआ,मुस्लिम सर्ब,फ्रोट के स्लोवीन आदि प्रजाओमाथी मुस्लिम प्रजा बनेली छे.तुर्क मुस्लिमो युरोप के हिंदुस्तानमां,ज्यां ज्यां गयां छे त्यां जुल्म अने क्रूर सितमनी एक सळगती तबाही रेखां मुकतां गया,माटे ज हमेशां एमनी सामे लेवायेलुं वेर पण एटलुं ज क्रुर रह्युं छे.

पश्चिम बोस्नीआमां मुस्लिमोने क्रोएशीआ काढी मुके छे.सर्ब नेताओए बोस्नीआनां म्सुलिमोनुं बाकायदा एथ्निक कलीन्सिंग अथवां जातिय निंकदन शरुं करी दीधुं छे.आ जातिय सफाइनो सौथी भयानक आयाम कत्लेआम नथी पण हजारो मुस्लिम स्त्रीओ परनां जबरन बळात्कारो छे.हजारो मुस्लिम स्त्रीओने केम्पमां बांदी बनावी ए सर्गभा ना थाय त्यां सुधी रेप करवामां आवे छे अने आ रीते हजारो बोस्मीअन मुस्लिम स्त्रीओने गर्भवती करवामां आवी हती.आखुं युरोप हिटलरवादनां शोक पछी फरीथी झलझली गयु होय तो मुख्य कारण आ मास रेप अथवां समुह  बळात्कार छे.युद्धनां आ पाशवीकरण हेतुं ए छे के आ स्त्रीओ फरीथी एमनां घरोमां के परिवारोमां पाछी न जइ शके.कारणके आ स्त्री मुस्लिम समाज हराम बनी जाय छे..
पुस्तक-देश परदेश लेखक - चंद्रकांत बक्षी पानां-नं-२३७/२४१)

તુર્કો પાસે જાનિંસારી સેના હતી.જાન નિસાર કરનારા યોધ્ધાઓ,જે વાસ્તવમાં નાની ઉમરનાં ખ્રિસ્તી છોકરાઓને પકડીને મુસ્લિમ બનાવેલાં સૈનિકો હતાં.આ જાનિંસારીઓનો આગા દર વર્ષે બોસ્નિયા આવતો અને "બ્લડ ટ્રીબ્યુટ" કે લોહીનાં કર્જ રૂપે નક્કી કરેલાં ખ્રિસ્તી છોકરાઓને પકડીને ઇસ્તંબુલ લઇ જઇને તુર્ક સુલતાનને ખંડણી રૂપે આપતો.દસથી પંદર વર્ષનાં તગડા,ખુબસુરત,ઉંચાં છોકરાઓને પકડવામાં આવતા હતાં.એમને તુર્કી લઇ જઇને એમનાં નામ,વતન,દેશ,માતા પિતા,સંબંધો બધું જ મિટાવી દેવામાં આવતુ,સુન્નત કરીને મુસ્લિમ બનાવી દેવામાં આવતાં અને જીવનભર સુલતાનની સેવાં કરતાં.જ્યારે તુર્ક હાકેમો આવતાં ત્યારે ઘણાં ખ્રિસ્તી માબાપો તેમનાં છોકરાઓને સંતાડી દેતાં હતાં.ગંદા રાખતાં,ક્યારેક ખુદનાં બેટાની એકાદી આંગળી કુહાડીથી કાપી નાખતાં કે જેથી તુર્ક આગાં એમનાં છોકરાને છોડી દે.

એક એક ધોડાની બંને તરફ ટૉકરીમાં ચોરેલાં છોકરાઓને એક બ્રેડ આપીને બેસાડવામાં આવતાં,લોહીનાં કર્જનો કારવાં ઇસ્તંબુલ તરફ આગળ વધતો,એની પાછળ માતાઓ અને બહેનો દોડતી,આગાનાં મુસ્લિમ સીપાહીઓ આક્રંદ કરતી સ્ત્રીઓ અને છોકરીઓને ચાબુક ફટકારતાં હતાં.અંતે માથાઓ જ દેખાતા અને કારવાં નદી ઓળંગીને બીજે કાઠે જતો દેખાતો.

બોલ્કન્સનાં સર્બીઆમાં મિલોસેવીકને પક્ષધર મળી શકે એની પાછળ પાંચસો વર્ષનો અંત્યંત લોહીલુહાણ ઇતિહાસ છે.આ પ્રદેશ પર પ૦૦ વર્ષ મુસ્લિમ તુર્કોનું શાસન હતુ.હિંદુસ્તાન પર આવેલાં પ્રાંરંભિક શાસકો તુર્કવંશી હતાં.બાબર પણ ચુઘતાંઇ તુર્કી ભાષામાં બાબરનામાં લખી ગયો.એક જમાનાંમાં મુસ્લિમ તુર્કો વિયેનાણ્નાં દ્રાર સુધી આવી ગયાં હતાં,એમને મોટે પાયે ધર્માન્તર કર્યુ.બોસ્નીઆ,હર્ઝગોવીનીઆ,મુસ્લિમ સર્બ,ફ્રોટ કે સ્લોવીન આદિ પ્રજાઓમાથી મુસ્લિમ પ્રજા બનેલી છે.તુર્ક મુસ્લિમો યુરોપ કે હિંદુસ્તાનમાં,જ્યાં જ્યાં ગયાં છે ત્યાં જુલ્મ અને ક્રૂર સિતમની એક સળગતી તબાહી રેખાં મુકતાં ગયા,માટે જ હમેશાં એમની સામે લેવાયેલું વેર પણ એટલું જ ક્રુર રહ્યું છે.

પશ્ચિમ બોસ્નીઆમાં મુસ્લિમોને ક્રોએશીઆ કાઢી મુકે છે.સર્બ નેતાઓએ બોસ્નીઆનાં મ્સુલિમોનું બાકાયદા એથ્નિક કલીન્સિંગ અથવાં જાતિય નિંકદન શરું કરી દીધું છે.આ જાતિય સફાઇનો સૌથી ભયાનક આયામ કત્લેઆમ નથી પણ હજારો મુસ્લિમ સ્ત્રીઓ પરનાં જબરન બળાત્કારો છે.હજારો મુસ્લિમ સ્ત્રીઓને કેમ્પમાં બાંદી બનાવી એ સર્ગભા ના થાય ત્યાં સુધી રેપ કરવામાં આવે છે અને આ રીતે હજારો બોસ્મીઅન મુસ્લિમ સ્ત્રીઓને ગર્ભવતી કરવામાં આવી હતી.આખું યુરોપ હિટલરવાદનાં શોક પછી ફરીથી ઝલઝલી ગયુ હોય તો મુખ્ય કારણ આ માસ રેપ અથવાં સમુહ  બળાત્કાર છે.યુદ્ધનાં આ પાશવીકરણ હેતું એ છે કે આ સ્ત્રીઓ ફરીથી એમનાં ઘરોમાં કે પરિવારોમાં પાછી ન જઇ શકે.કારણકે આ સ્ત્રી મુસ્લિમ સમાજ હરામ બની જાય છે..
પુસ્તક-દેશ પરદેશ લેખક - ચંદ્રકાંત બક્ષી પાનાં-નં-૨૩૭/૨૪૧)

Advertisement