खिलाफत आंदोलन-गांधीजी,मोहमदअली अने शौकतअली Article By Naresh K. Dodia

खिलाफत आंदोलन-गांधीजी,मोहमदअली अने शौकतअली Article By Naresh K. Dodia
खिलाफत आंदोलन-गांधीजी,मोहमदअली अने शौकतअली Article By Naresh K. Dodia       
तवारीख के पन्नो से Post No - 29 
ખિલાફત આંદોલન-ગાંધીજી,મોહમદઅલી અને શૌકતઅલી        

મોટા ભાગનાં લોકોને ખિલાફત આંદોલન વિશે અભ્યાસમાં ક્યાકને ક્યાક ભણવામાં આવ્યું હશે..પણ મોટે ભાગે ખિલાફત આંદોલનનો હાર્દ આપણે સમજયા નથી..આજે જ્યારે ખિલાફત આંદોલન વિશે વિચારીએ તો કોઇ પણને લાગે જે સાચે જ ગાંધીજીએ ખિલાફત આંદોલન ચળવળમાં સાથ આપીને સારો એવો સમય બરબાદ કરી નાખ્યો હતો.

એ સમયે પણ બાબા સાહેબથી લઇને અન્ય કોંગ્રેશી નેતાઓ ગાંધીજીનાં આ કાર્યથી નારાજ હતા..આંબેડક સાહેબ ગાંધીજીએ એ અક્ષમ્ય ભૂલ કરી જેનાં વિશે લખતાં અચકાયા નથી.આંબેડકર સાહેબ લખે છે,"૧૯૨૦માં મલબારમાં મોપ્લાહોએ (આરબ મુસ્લિમ) હિંદુઓ પર અસહ્ય જુલ્મો કર્યાં તેમાં લૂંટ,કતલ,બળાત્કાર,ધર્માન્તર,આગજની બધું આવી જતું હતુ.મુસ્લિમોને ખુશ કરવાં તાર્કિક લાગે છે.ગાંધીજીનાં પૂરા મુસ્લિમ તરફી વર્તાવમાં શાહમૃગી મોઢું સંતાડી દેવાની વાણિયાવૃતિ દેખાયા કરે છે.સ્વામી શ્રધ્ધાનંદનું એક અવતરણ બાબા સાહેબ ટાકતાં લખે છે,"ટોચનાં નેતાઓએ હજારો રૂપિયાના વિદેશી કાપડની હોળી કરીને જલાવી દીધું ત્યારે ખિલાફતનાં મુસલમાનોએ ગાંધીજીની રજાથી વિદેશી કાપડ તુર્કીનાં મુસ્લિમોને મોકલી આપ્યુ.મારા માટે આ શોક હતો.મુસ્લિમો ફર્જમાથી ચ્યુત થાય તો પણ મહાત્માજીનાં હ્રદયમાં એમનાં માટે સોફટ કોર્નર કે અનુકંપા જ હતી. 

આપંંના ગુજરાતી સાહિત્યમાં નામધ્ધારી લેખક રમણલાલ વસંતલા દેસાઇ સાલ ૧૯૨૯માં ગાંધીજી વિચે લખે છે -”ગાંધીજીએ અનેક ભૂલો કરી છે.એ એમની કારર્કિદી ઉપરથી જણાય આવે છે.જો તેમને ઇતિહાસનું જ્ઞાન હોત તો અને જો તુર્કી અને ઇરાનનો પ્રવાસ કર્યો હોત તો તેઓ ખિલાફતની પ્રવૃતિ કદી ન કરત.તુર્કી અને ઇરાન અને અરબને જે સંસ્થા નહોતી જોઇતી અને જે સસ્થાને હિંદુસ્તાન સાથે કશો સંબધ નહોતો તે સંસ્થાને કાયમ રાખવા ગાંધીજીએ દેશનો સારામા સારો કાળ વિતાવી નાંખ્યો.”પરરાષ્ટ્રીય મોહજાળમા ફસાયેલી આપણી મુસ્લિમ જનતા હિંદુસ્તાનને પોતાનું વતન ગણે એ બાબત પર ગાંધીજીએ ભાર દેવાની વધું જરૂર હતી.તેને બદલે ગાંધીજીએ પરરાષ્ટ્રીય અને હિંદથી તદ્દન અલિપ્ત એવી “ખિલાફત”ની પ્રવૃતિ ઉપાડી લીધી.

ખિલાફત આંદોલન શા માટે થયુ હતુ..તેનાં વિશે થોડી માહીતી આપું છું.હકીકત એવી તુર્કીસ્તાનમાં ઐયાસ એવાં ખલિફાઓનાં વરસોથી ચાલતાં આવતાં શાસનનો કમાલ પાશા આતાતુર્ક દ્રારા અંત લાવીને ખલિફાને પદભ્રષ્ટ કરીને તુર્કીની સત્તાની બાગડૉર પોતાનાં હાથમાં લઇ લીધી હતી.આ કમાલ પાશા એટલે આધુનિક તુર્કીનો જન્મદાતા.જેને સત્તા પર આવતાની સાથે ઇસ્લામિક કુરીવાજો અને શરીયતનાં કાનુનને જડમુડથી ઉખેડીને ફગાવી દીધા હતા અને મુસ્લિમ પહેરવેશ,દાઢી,બુરખા,અરેબિર લિપિ જેવી તમામ ઇસ્લામિક રીવાયતોને ફેકી દીધી હતી..જેનાં વિશે મેં આ પહેલા આખો લેખ લખ્યો હતો.

ખિલાફત આંદોલન એટલે તુર્કીમાં પદભ્રષ્ટ થયેલાં ખલિફાની તરફેણમાં ચાલતું આંદોલન..હવે વિચારો કે એ સમયે અંગેજો સામેની લડાઇ મહત્વની હતી આ પ્રકારનાં હિંદુસ્તાન સાથે કાંઇ લાગેવળગે નહી એવાં આંદોલન માટે સમય બગાડવો અને ટેકો દેવો..આ જ કારણસર આ મુદે મોટા ભાગનાં આઝાદી પહેલાનાં આ ગાળાનાં નેતાઓ ગાંધીજી સામે નારાજ હતાં.

જેને ખિલાફત ચળવળ ઉપાડી હતી એ મૌલાનાં મોહમદઅલી અને શૌકતઅલી કેટલા હલકટ હતાં એનાં વિશે જાણો તો સમજાશે કે ગાંધીજી શા માટે જેનાં હાથ હિંદુઓનાં ખુનથી રંગાયેલાં છે એવાં લોકોને સાથ આપ્યો?

કેરાલાં આ બંને મોપ્લાહો (મોપ્લાહો એટલે ૯મી સદીમાં વેપાર અર્થે મલબારમાં આવેલાં આરબ મુસ્લિમોનાં વંશજો..એ લોકો ત્યાં જ સ્થાયી થઇ ગયા અને સ્થાનિક સ્ત્રીઓ સાથે નિકાહ કરી બાળકો પેદા કરીને વંશવેલો આગળ વધારતાં ગયા)

Taking a clue from the Khilafat movement the Moplahs ( Mopillas) in Kerala revolted in 1921, against their Hindu landlords and turned it into a killing spree of Hindus of all vocations. Thousands of Hindu men, women and children were killed by the Muslims. Hundreds of women were raped. 

૧૯૨૧માં મલબારમાં થયેલી રમખાણમાં હિંદુઓની મોટા પાયે કત્લેઆમ કરવામાં આવી હતી,ત્યારે બળજબરીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યુ હતુ.મલબારમાં મોટી સંખ્યામાં હિંદુ મંદિરોને તોડીને અપવિત્ર કરી નાખ્યા હતાં અને હજારો હિંદુઓનાં મકાનો બાળી નાખવામાં આવ્યા હતાં.

આ રમખાણો પછી વાઇસરોયને સ્થાનિક હિંદુ મહિલાઓએ અરજી આપી હતી અને એમાં લખ્યુ હતું કે,"શેતાન જેવાં મોપ્લાહો દ્રારા જે ભયાનક દુષ્ટ કૃત્યો આચરવામાં આવ્યા છે એનાં વિશે આપ સંપૂર્ણ માહિતગાર નહી હો.કેટલાય કુવાઓ અને તળાવો હિંદુઓની લાશોથી ભરેલા પડ્યા છે.આ બધા અમારા નજીકનાં લોકો હતા અને એમનો દોષ માત્ર એટલો જ હતો કે તેઓ હિંદુ ધર્મ ત્યજવાની ના પાડી હતી.ગર્ભવતી મહિલાઓને પણ છોડી નથી એનાં પણ ટુકડા કરવામાં આવ્યા હતાં જેને હજુ જન્મ નથી લીધો એવાં ગર્ભને પેટ ચીરીને બહાર ફગાવી દેવામાં આવ્યા હતાં.અમારા મંદિરોને તોડી પાડવામાં આવ્યા અને દેવ દેવીઓની મૂર્તિ સાથે શરમજનક કૃત્ય આચરવામાં આવ્યા હતાં.ગાયોનાં માસનાં ટુકડાઓનાં હાર બનાવી અને દેવ દેવીઓનાં ગળામાં પહેરવવામાં આવ્યા હતાં.

કોંગ્રેશનાં એની બીસન્ટે મલબારની મુલાકાત લીધી હતી ત્યારે પણ ગાંધીજીને ચેતવણી આપતાં કહ્યુ હતુ કે"મિસ્ટર ગાંધીએ અહી મલબાર આવી પોતાની આંખોથી જોવું જોઇતું હતુ કે તેમનાં પ્રિય ભાઇઓ મોહમદ અને શૌકતઅલી પર શી અસર થઇ છે.આ બંને એવાં માણસો છે કે જેઓ ખૂન,બળાત્કાર,લૂંટ અને સ્ત્રીઓ અને બાળકોને હત્યાને,આખા પરિવારને કાપી નાખવાનાં કૃત્યોને મઝહબી કૃત્યો ગણે છે.

હદ ત્યાં સુધી થઇ કે આ લોકોના મતે "સ્વરાજ"નો અર્થ ત્યાં ઇસ્લામનાં પ્રભુત્વ વાળું શાસન એવો થતો હતો.આ જ કારણસર ત્યાંથી હિંદુઓને ત્યાથી ખદેડી મુકવા માટે તોફાનો શરૂ કરવામાં આવ્યા હતાં.જેની ખાતરી એની બીસન્ટને ત્યાં ગયા પછી થઇ હતી.

ત્યાર બાદ હિંદુસ્તાનની અંગ્રેજી સરકારનો રીપોર્ટ આવ્યો હતો અને એમાં લખ્યુ હતું.જે યુરોપિયનો ભાગી છુટવામાં સફળ થયા નહોતા એની સંખ્યા થોડી હતી,તેમને મોપ્લાહોએ પાશવી જંગલિયતથી મારી નાખ્યા હતાં.એ ક્ષણે વહીવટી તંત્ર ભાંગી પડતાં મોપ્લાહોએ જાહેરાત કરી કે સ્વરાજની સ્થાપનાં થઇ ગઇ છે અને ઇસ્લામિક ઝંડાઓ ફરકાવવામાં આવ્યા.એરનાડ અને વલ્લુનાડને ખિલાફતની હકુમતનાં પ્રદેશો જાહેર કરવામાં આવ્ય અને અલી મુસલીઆરને શાસક ઘોષીત કરવામાં આવ્યો હતો.મોપ્લાહો દ્રારા હુમલામાં મુખ્ય આધાત સ્થાનિક અંગેજી સરકારે નહી પણ પણ અહીનાં કમનશીબ હિંદુઓ જે મોટી સંખ્યામાં હતાં એમને સહન કરવાનો વારો આવ્યો.તેઓની સાથે જંગલીયત ભર્યુ વર્તન,બળજબરીથી ધર્મ પરિવર્તન જેવાં જઘન્ય કહી શકાય એવાં કૃત્યો આચરવામાં આવ્યા હતાં.

એ પછી પણ અમદાવાદનાં કોંગ્રેશનાં ભરાયેલાં સંપૂર્ણ હાજરીવાળા અધિવેશનમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યો એમાં પણ આ ધટનાઓ પર ઢાંકપીછોડૉ કરવામાં આવ્યો હતો.

હદ ત્યાં સુધી છે મહાત્માં ગાંધી મોપ્લાહોનાં ગુનાને છાવરવાં આગળ આવ્યા હતાં અને ગાંધીજીએ કહ્યુ કે,"ઉપરવાળાથી ડરવાવાળા બહાદુર મોપ્લાહો તો પોતાની ધાર્મિક માન્યતાં માટે તેઓ જેને ધાર્મિક ગણતાં એને આધારે લડતાં હતાં અને જ્યારે આવુ કટ્ટરવાદી ઝુનુન ફેલાયેલું હોય ત્યારે હિંદુઓએ એમનાં ધર્મની રક્ષા માટે હિમ્મત કેળવવી જોઇએ."

આવી બધી ઘટનાઓ જે કઇ બની છે તેને કદી આપણા પાઠ્ય પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યુ નથી..આ પ્રકારનાં હિંદુઓને હાની પહોચડતાં નિર્ણયો કે ધટનાઓ બનતી હતી ત્યારે મોટે ભાગે સરદાર પટેલ અને બાબા સાહેબ સિવાઇ કોઇ કોંગેશી નેતાં એનાં વિરોધમાં આગળ આવતાં નહોતાં.

આ જ ખિલાફત આંદોલનાં મૌલાના મોહમદ અલીએ પાછળથી ગાંધીજી વિશે શું બયાન આપ્યુ એ વાંચો તો સમજાય જશે કે આ બંને ભાઇઓ કેટલી હદે હલકટ હતાં.

મૌલાનાં મોહમદઅલીએ જાહેરસભામાં કહ્યુ,"મિસ્ટર ગાંધીનું ચારિત્ર ગમે તેટલું શુધ્ધ હોય તો પણ મઝહબની દ્રષ્ટીએ જોતાં એ કોઇ પણ મુસલમાન કરતાં નિમ્ન કક્ષાનું જ ગણુ છુ.ઓછી ભલે એ મુસલમાન ચારિત્ર્ય વગરનો હોય તો પણ ગાંધીને હું નિમ્ન કક્ષાનો ગણું છું."

આ પછી લખનૌની જાહેરસભામાં આ બયાન માટે એની સ્પષ્ટતાં માંગી હતી ત્યારે પણ એ જ વાત બોલી કે,"હા મારા ધર્મ અને જાતિ મુજબ એક ચારિત્ર્યહિન મુસલમાન ગાંધી કરતાં શ્રેષ્ઠ છે."
       
હવે તમે જ વિચારો કે જેને ખિલાફત આંદોલનની ચળવળ ઉપાડી એવાં મોહમદઅલી અને શૌકતઅલી અને તુર્કી દેશ સાથે ગાંધીજીને શુ લગાવ હશે જેને કારણે એમને ટેકો જાહેર કરી સારો એવો સમય ખરાબ કર્યો હશે...?
- નરેશ કે.ડૉડીયા 
=Corner=
http://www.worldhindunews.com/2014/04/08/21363/cpim-betrayed-kerala-opened-jihadi-pandoras-box-by-repealing-law-after-1921-moplah-genocide-of-hindus/
Advertisement

No comments:

Post a Comment