जेनी विरुध्ध खिलाफत आंदोलन हतुं ए Great मुस्तफा कमाल पाशा आतातुर्क (one of My Hero)Gujrati Article By Naresh K. Dodia
![]() |
जेनी विरुध्ध खिलाफत आंदोलन हतुं ए Great मुस्तफा कमाल पाशा आतातुर्क (one of My Hero)Gujrati Article By Naresh K. Dodia |
तवारीख के पन्नो से, Post No - 31
१९२४मां कमाल पाशा आतातुर्क नामनां अंत्यत बाहोश तुर्क मिलट्रीना माणसे
बेवकुफ खलिफाने पद भ्रष्ट करीने तुर्कीनी सत्ता संभाळे छे...अने अहींथी
इस्लामिक विश्वमां कल्पना पण ना करी शको एटली हदे परिवर्तन पामे छे....जे
आजे पण इस्लामिक विश्व माटे
एक जादुं गणाय छे.
તુર્કી- આ દેશનો ૧૦ટકા જેટલો ભાગ યુરોપ ખંડમા આવે છે અને બાકીનો ભાગ
એશીયામાં આવે છે..
તુર્કીના પાટનગર ઇસ્તંબુલમાં બગદાદની જેમ ખલિફાની ગાદી હતી..ઇ.સ.૧૪૫૩માં
ખ્રિસ્તીઓના આ રણિયામણા દેશ પર ઓટોમાન તુર્ક મુસ્લિમ ક્દ્રાલી હમાલ પાશા
ચડી આવે છે..સતત ત્રણ દિવસ સુધી આ સુંદર શહેર ઉપર બર્બરતાનો મારો ચલાવે
છે...ત્રણ દિવસ સુધી લૂંટ ચલાવવામાં આવી..આ ત્રણ દિવસ દરમિયાન બધા
ચર્ચોને બાળી નાખવામાં આવ્યા...તમામ ખ્રિસ્તી પુસ્તકાલયોને બાળી
નાંખવામાં આવ્યા.
વિશ્વ વિખ્યાત હાજિયા સોફિયા ચર્ચ,જે એના અદભૂત સ્થાપત્યને લીધે
દુનિયાભરમાં પ્રખ્યાત હતું.તેને મસ્જિદમાં ફેરવી નાખ્યું અને ફરતા ચાર
મિનારા ઉભા કરવામાં આવ્યાં.આ ચર્ચ બાયઝાનટાઇન સમ્રાટ જસ્ટીનીઆન દ્રારા
બંધાવવામાં આવ્યું હતું..જે હાલ પણ એટલી જ ખૂબસૂરત ઇમારત લાગે છે...આજે
પણ આ ચર્ચની બહારની બાંધણી અને અંદરની બાંધણી
આંખ સામેથી હટતી નથી...મારા સૌથી ગમતા શહેર ઇસ્તંબુલની મુલાકાત લીધી
ત્યારે આ જગ્યા પર બે કલાક જેટલો સમય પસાર કર્યો હતો...છઠી સદીથી લઇને
એકવીશમી સદી દરમિયાન બનેલી ઐતહાસિક ઘટનાઓની મુકસાક્ષી આ ઇમારત છે.
હાજિયા સોફિયા ચર્ચહાજિયા સોફિયા ચર્ચ ઇસ્તંબુલમાં બીજુ એક પ્રખ્યાત સ્થળ છે..જે સુલતાનનો મહેલ હતો..તે "હાર્ટ
ઓફ પેવેલિયન" કે "ટોપકાપી" તરીકે ઓળખાય છે..
અન્ય મુસ્લિમ સુલતાનોની જેમ અહીંયા પણ ધર્માંધતાની સાથે કાંમાંધંતાની
ચરમસિમા હતી...આ સ્થળ ઐયાસી માટે પ્રખ્યાત હતું..ખૂબસૂરત ખ્રીસ્તી
સુંદરીઓ જેને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવતી હતી એવી સુંદરી અહીંયા
થોડા થોડા દિવસે બદલતી રહેતી હતી...એ તો ઠીક છે...આ સુલતાનો પોતાની
પુત્રવધુઓ સાથે રંગરેલીયા મનાવતા હતાં.સુલતાન મુરાદનાં સમયમાં અહીંયા
ઐયાસીની ચરમસીમા હતી.
સુલતાન ઇબ્રાહીમ એમાં સૌથી વધું ઐયાસ હતો..એ માણસની કામુકતા નરપીચાસની
યાદ આપતી હતી..સુલતાન ઇબ્રાહીમે એક વાર ૨૪ કલાકમાં ૨૪ અલગ અલગ સુંદરીઓ
સાથે સંભોગ કર્યો હતો..૨૪મી સુંદરી સાથે સંભોગ કરતી વખતે એને મોઢે ફીણા
વળી જતા બેભાન થઇ ગયો હતો અને વૈદો અને હકીમોને બોલાવવા પડયા હતાં..
આ સુલતાનોને જે સુંદરીનો દેહ અબખે પડી જાય એટલે એ સુંદરી મહેલમાંથી ગુપ્ત
રીતે ગાયબ થઇ જતી.સુલતાનના એક હુકમ સાથે તેના બહેરા મુંગા ખવાસો કોઇ પણ
વ્યકિતને મહેલમાંથી ગાયબ કરી દેતા હતાં.
હિંદુસ્તાનમાં સૌથી વધું મંદીરો અને મૂર્તિઓ તોડનારા પણ તુર્ક મુસ્લિમ
આક્રંમણખોરો હતાં.
મુસ્તુફા કમાલ પાશા.મુસ્તુફા કમાલ પાશા. આ તુર્કોએ યુરોપનાં બોલકન દેશો જેવા કે યુગોસ્લાવ્યા,સર્બિયા વગેરે પર
ધીરે ધીરે પોતાનું શાસન જમાવ્યું હતું..તુર્કોની એક જાનિંસારી હતી..તેના
સૈનિકો બધા યુવાન અને હટાકટ્ટા ખ્રીસ્તીઓ હતાં..આ જાનિસાંરી સેનાનો
મુખ્યા દર વર્ષે બોસ્નીઆ આવતો અને "બ્લડ ટ્રીબ્યુટ" એટલે કે લોહીના કર્જ
રૂપે નક્કી કરેલા ખ્રિસ્તી છોકરાઓને પકડીને સુલતાનને ભેટ આપવામાં આવતા
હતાં.દસથી પંદર વર્ષનાં હટાકટા અને દેખાવડા અને ઉંચા છોકરાઓને ડવામાં
આવતા હતાં...એ બધાને તુર્કી લઇ જઇને દેશ,માતા-પિતા,ધર્મ,સંબધો બધું
ભૂલાવી દેવામાં આવતું...સુન્નત કરીને મુસ્લિમ બનાવી દેવામાં આવતા
હતાં...અને પછી યુવાન થતાં એને જાનિસાંરી સેનામાં દાખલ કરી દેવામાં આવતા
હતાં.
ઇ.સ.૧૪૫૩થી ૧૯૨૦ સુધી ખલિફાની ગાદી જ્યા હતી એ તુર્કીમાં ૧૦૦ટકા વસતિ
ખ્રિસ્તીઓની હતી એ બધાને મુસ્લિમ બનાવી નાખ્યાં.સંપુર્ણપણે ઇસ્લામિક શાસન
લાગું પડતા ધીરે ધીરે અશીયામાં મુસ્લિમ શાસનની જેમ ક્થળી જતા અહીંયા પણ
૧૯૨૦માં ખલિફાનાં શાસનનો અંત આવ્યો.કારણકે ખલિફાની ટુકી
દ્રર્ષ્ટી,ઇસ્લામિક કટ્ટરવાદનાં કારણે આજુબાજુનાં પાડાસી દેશો પણ વાજ આવી
ગયા હતાં અને તુર્કીનો એકડૉ ભૂંસી નાખવા તત્પર હતાં..અઢારમી સદીમાં રશિયન
ઝારે તુર્કી પર હુમલો પણ કર્યો હતો.પરિણામે તુર્કી સેનામાં ભાગદોડ મચી ગઇ
હતી.અંતે અમુક કરારો થકી આ યુધ્ધનો અંત આવ્યો.
તુર્કીની આજે સુખી અને સુધરેલા અને આધુનિક મુસ્લિમો દેશમાં ગણના થાય
છે...જેની કહાનીનો હવે શરૂઆત થાય છે.
૧૯૨૪માં કમાલ પાશા આતાતુર્ક નામનાં અંત્યત બાહોશ તુર્ક મિલટ્રીના માણસે
બેવકુફ ખલિફાને પદ ભ્રષ્ટ કરીને તુર્કીની સત્તા સંભાળે છે...અને અહીંથી
ઇસ્લામિક વિશ્વમાં કલ્પના પણ ના કરી શકો એટલી હદે પરિવર્તન પામે છે....જે
આજે પણ ઇસ્લામિક વિશ્વ માટે
એક જાદું ગણાય છે.
આપને યાદ દેવડાવું કે હિંદુસ્તાનમાં જે ખિલાફતની ચળવળ ચાલી હતી...તે આ
તુર્કીના બેવકુફ ખલિફાને પદભ્રષ્ટ કર્યો એનાં સમર્થનમાં હતી....આજે પણ આ
ધટનાં ગાંધીજી જેવા રાષ્ટ્રપિતા માટે કંલક સમાન ગણવામાં આવે છે..કે શા
માટે ગાંધીજી જેવા વિલાયતમાં ભણેલા એક બાહોશ માણસે આવો બેવકુફી ભરેલો
નિર્ણય લીધો હતો...અને ગાંધીજીના આ નિર્ણયની વિરુધ્ધમાં સરદાર અને
જવાહરલાલ બંને સામિલ હતાં.
ત્યારે ર.વ.દેસાઇ જેવા સાહિત્યકારે ગાંધીજી માટે લખ્યું હતું,"”ગાંધીજીએ
અનેક ભૂલો કરી છે.એ એમની કારર્કિદી ઉપરથી જણાય આવે છે.જો તેમને ઇતિહાસનું
જ્ઞાન હોત તો અને જો તુર્કી અને ઇરાનનો પ્રવાસ કર્યો હોત તો તેઓ ખિલાફતની
પ્રવૃતિ કદી સાથ ના અપ્યો હોય.તુર્કી અને ઇરાન અને અરબને જે સંસ્થા નહોતી
જોઇતી અને જે સસ્થાને હિંદુસ્તાન સાથે કશો સંબધ નહોતો તે સંસ્થાને કાયમ
રાખવા ગાંધીજીએ દેશનો સારામા સારો કાળ વિતાવી નાંખ્યો.”
“પરરાષ્ટ્રીય મોહજાળમામ ફસાયેલી આપણી મુસ્લિમ જનતા હિંદુસ્તાનને પોતાનું
વતન ગણે એ બાબત પર ગાંધીજીએ ભાર દેવાની વધું જરૂર હતી.તેને બદલે ગાંધીજીએ
પરરાષ્ટ્રીય અને હિંદથી તદ્દન અલિપ્ત એવી “ખિલાફત”ની પ્રવૃતિ ઉપાડી
લીધી.”
૧૯૨૪માં કમાલ પાશાએ સત્તા સંભાળતાની ઇસ્લામિક દેશમાં કદી કલ્પના ના આવે
એવા ફેરફારો કરવાનાં શરૂં કર્યા....જે ભારતની આઝાદીના ૨૫ વર્ષ પહેલાની
વાત છે.
-સૌવ પ્રથમ એને અરેબિલ લિપી ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકી દીધો અને તેના
સ્થાને અંગ્રેજી લિપીઓ અમલમાં આવી.
-ઇસ્લામિક કેલેન્ડર રદ કરાવીને અંગેજી કેલેન્ડર અને મેટ્રીક પધ્ધ્તિ દાખલ
કરી.
-જાદુટોના અને ઇસ્લામિક ચમત્કારોનાં પુસ્તકો પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો.
-તમામ મદ્રેસાઓ બંધ કરીને અંગ્રેજી સ્કુલો બનાવી દીધી અને યુરોપિયન
શિક્ષણ ફરજિયાત બનાવ્યું.
-ઇસ્લામિક રીવાયત મૂજબ શેખ,આલિમો જેવા ખિતાબો પર પ્રતિબંધ મુકી દીધો.
-તુર્ક મુસ્લિમ સ્ત્રીઓને બુરખા પહેરવા પર પાંબધી લગાવી દીધી.
-તમામ મસ્જિદો બંધ કરાવી અને તેને અનાજના ગોડાઉન બનાવી દીધી...અને જેટલા
મુસ્લિમ આલિમો અને ધર્મગુરુઓ હતા એ બધાને સામાજીક કાર્યોમાં ફરજિયાત જોડી
દીધા.
-ઇસ્લામિક અને અરબ પહેરવેશ,ફૈઝ ટોપી,દાઢી રાખવા પર સપુર્ણ પ્રતિબંધ મુકી
દીધો અને એની જગ્યાએ આધુનિક પહેરવેશ ફરજિયાત બનાવ્યો.
-આખા વર્ષ દરમિયાન ફકત ૩ રજા અમલમાં મુકી..નમાજ શુક્રવારની બદલે રવિવારે
પઢવામાં આવતી.
-ચાર પત્નીનો કાયદો રદ કર્યો
-પહેલી વાર તુર્કીમાં વસતિ ગણતરી કરવામાં આવી અને દરેક તુર્કોને પોતાની
અટક અપનાવવાનો કાયદો કર્યો
-સિનેમા,નાટયગૃહોનું મોટા પાયે નિર્માણ કરવામાં આવ્યા..જે જે કલા પર
ઇસ્લામમાં પ્રતિબંધ હતો એ બધી કલાઓને ફરીથી અમલમાં મુકી એને પ્રોત્સાહના
આપવાનું ફરમાન કર્યું.
-એ સમયે છોકરા અને છોકરીઓના લગ્ન પહેલા શારીરિક પરિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું.
લોકશાહી ઢબે સ્વતંત્ર અખબાર શરૂ કરવામાં આવ્યાં.
-દરેક મકાનોમાં દવાં છંટાવામાં આવી.
કમાલ પાશાને ફૈઝ ટોપી જે તુર્કોની પહેચાન હતી તેના પર એટલી નફરત હતી કે
એક સમારંભમાં તુર્કી ફૈઝ ટોપી પહેરીને આવેલા ઇજિપ્સન નેતાને જાહેરમાં
થપ્પડ ચડાવી હતી.
હું લગભગ ૨૫ જેટલા દેશો ફર્યો છું...આ બધા દેશોમાં જો સૌથી વધું ખૂબસૂરત સ્ત્રી જોઇ હોઇ તો એ તુર્કીમાં જોઇ છે...
મારી નવલકથા "ઓહ!નયનતારા"માં ઇસ્તંબુલ શહેરને સાંકળ્યું છે..
એમાં જે એક સ્ત્રી પાત્ર આવે છે વાફા બદર ખલિલ એ તુર્ક સ્ત્રી છે..
આ કમાલ પાશાનો જ્ન્મ હાલ ગ્રીસનાં થેસાલોનિકામાં ૧૮૮૧માં થયો હતો.એમનાં
પિતા લાકડાનાં વેપારી હતાં..એમનાં પિતાનું મૃત્યું થયું ત્યારે મુસ્તુફા
કમાલ પાશાની ઉમર માત્ર ૭ વર્ષની હતી..બાર વર્ષની ઉમરે એને લશ્કરી
સ્કુલમાં દાખલો લઇને તાલિમ લેવાનું શરૂ કર્યું.૧૯૦૫માં લેફટેનેન્ટની પદવી
સાથે ઉત્તીર્ણ થયાં...ત્યારે જ એને આરબી ઓટોમાન તુર્ક
ખલિફાની વિરોધમાં સુધારાવાદી અફસરો સાથે "વતન એ હુરિયત"નામની સંસ્થા
બનાવી.
૧૯૧૪થી૧૯૧૮ દરમિયાન બીજા વિશ્વ યુધ્ધમાં તુર્કીએ જર્મનીને સાથ આપ્યો હતો
ત્યારે મારામારાના સમુદ્ર કિનારાનો હવાલો સંભાળ્યો હતો.
પોતાની બાહોશી અને કાબેલિયતનાં પ્રતાપે તુર્કી બુધ્ધિજીવીઓનો મોટા
પ્રમાણમા સાથ મળ્યો.યુધ્ધોમાં મળેલા અનૂભવના કારણે કમાલ પાશાએ ખલિફાનાં
શાસનને ઉથાલાવ્યું.
કમાલપાશાનાં માન આપવા ઓસ્ટ્ર્લીયાની સરકારે કેનેબરામાં તેનું મેમોરિયલ બનાવ્યું છે.
ત્યાની તકતીમાં લખ્યું છે-"ઓ વીર પુરુષો જેમનું લોહી વહ્યું છે..એવા તમે
હવે એક મિત્ર દેશની માટીમાં છૉ તેથી શાંતિથી આરામ કરો...અમારા આ દેશમાં
એક બીજાની બાજુમાં સુતા - "જહોનીઓ અને મહમદો"વચ્ચે કોઇ ફરક નથી."
મુસ્લિમોમાં શ્રેષ્ઠ કહી શકાય એવા કમાલ પાશા આતા તુર્કનું ૧૯૩૮માં લીવરની
બીમારીથી મૃત્યું થયું...જિંદગીભર દેશ માટે દોડાદોડી કરીને દારું અને
સીગારેટ તેમનાં સાથીદાર બની ગયા હતાં...સતત કામ કામ અને કામ...એનો એક જ
મંત્ર હતો...આજિવન તુર્કી પ્રગતિ સિવાય કોઇ વિચાર એમના મગજમા
નહોતો...ભોજન સમયે પણ એ કોઇ પણ અધિકારીને ચર્ચા કરવા બોલાવી લેતા હતા.
એમનાં મૃત્યું પછી એના ઉત્તરાધીકારી ઇસ્મત ઇનાનુંએ મુસ્તુફા કમાલ પાશા
આતાતુર્કને માન આપવા માટે ૧૯૫૦ પછી દરેક શાળા અને સરકારી ઓફીસોમાં,તેમ જ
ચલણી નોટો એમનાં ફોટૉ ફરજિયાત બનાવ્યા.
આજે પણ તુર્કીમાં ૧૦ નવેમ્બર સવારે ૯-૦૫ મિનિટે કમાલ પાશાને શ્રધ્ધાજંલી
આપવા સમગ્ર દેશમાં ૧ મિનિટ માટે વાહનોથી લઇને બધું થોભી જાય છે...
જોઇએ છીએ.....હિંદુસ્તાન અને અન્ય મુસ્લિમ દેશોમાં એક મુસ્તુફા કમાલ પાશા..
અસ્તું
નરેશ કે.ડૉડીયા
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment