जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

तवारीख के पन्नो से, Post No - ૨૨
जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ)    
यरुशलम (इब्रानी : येरुशलयिम, अरबी : अल-क़ुद्स) इज़्रायल देश की राजधानी है, जो कुछ देशों द्वारा विवादित है। ये यहूदी धर्म, ईसाई धर्म और इस्लाम धर्म, तीनों की पवित्र नगरी है। इतिहास गवाह है कि येरुशलम प्राचीन यहूदी राज्य का केन्द्र और राजधानी रहा है। यहीं यहूदियों का परमपवित्र सुलैमानी मन्दिर हुआ करता था, जिसे रोमनों ने नष्ट कर दिया था। ये शहर ईसा मसीह की कर्मभूमि रहा है। यहीं से हज़रत मुहम्मद स्वर्ग गए थे।

જેરૂસલેમ (ત્રણ ધર્મોનું પવિત્ર સ્થળ)      
આ શહેરને પવિત્રધામમાં ગણના કરી શકાય.ઇઝરાયલ નામનાં દેશમાં આવેલું આ શહેર કંઇક રોમાન્ચ અને લોહીયાળ ઐતહાસિક ધટનાઓનું સાક્ષી છે.

૧૨૦૦ બીસીમાં ઇજિપ્તમાંથી છુટા પડીને ઇઝરાયેલીઓ અહીંયા આવીને વસી ગયા હતાં.આ નગરનો મુળ સ્થાપકો કેનાનીટેસ હતાં જે ઇજિપ્તને સ્વાધીન હતાં અને આ રાજ્ય પર સત્તા ધરાવતાં હતાં.૧૦૦૦ બીસીમાં કિંગ ડેવીડે આ કેનાનીટેસને હરાવી આ શહેરનો કબજો કરે છે.

जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia
કિંગ ડેવીડનાં દીકરા સોલોમને પ્રથમ આ વિશ્વ પ્રસિધ્ધ મંદિર બનાવ્યુ હતું જે ૯૬૨ બીસીમાં પુરું થયુ હતું.ચાલીસ વર્ષનાં એના શાસન બાદ આ યહુદી રાજય એકદમ નબળુ પડી ગયુ ,પરિણામે ફિલિસ્તિનીઓ,આરબો,સીરિયનો,બેબિલોનિયનો અને ઇજિપ્શીઅનોના આક્રમણ શરું થઇ ગયા. થોડા થોડા આ બધાં આક્રમણ કરી આ રાજયમાં લૂટ કરતાં હતાં.

૫૮૭ બીસીમાં બેબિલોનિયનોએ તેમનાં રાજા નેબુચાનેઝારનાં લશ્કરે આ નગર પર હુમલો કર્યો અને આ નગર ખતમ કરી નાખ્યુ અને સોલોમને બનાવેલું મંદિર બાળી નાખ્યુ હતું.

એ પછી ૫૩૮ બીસીમાં પ્રખ્યાત પર્સિયન કિંગ સાયરસે જેરૂસલેમ જીતી લીધુ અને ફરીથી એ મંદિર બનાવ્યુ.ત્યાર બાદ બે સદી પછી ત્યા મહાન એલેકઝાન્ડર આવ્યો અને આ પ્રખ્યાત મંદિર જયુપીટરનાં પ્રાથનાં હોલમાં ફેરવી નાખ્યુ હતું. 

એ પછી છેક ૪૦બીસીમાં  રોમનોએ પેલેસ્ટાઇન પર કબજો કર્યો હતો જેને ઇતિહાસ "જુડિયા" તરીકે ઓળખવામાં આવે છે અને હેરોડ નામનાં સુબાને નિયુકત કરે છે એ પછી હેરોડનું મૃત્યુ થતાં રોમનોએ પોતાનાં હાથમાં સત્તાનો દોર સંભાળ્યો હતો.રોમનોએ યહુદીઓ પર એટલો જુલ્મ કર્યો કે ત્યાનાં યહુદીઓ વારમવાર બળવો કરવાં ઉશ્કેરાઇ જતાં હતાં.૬૬ અને ૭૦બીસી બળવાં પછી ગુસ્સે થયેલા રોમન ગર્વનર ટીટસેએ ફરીથી આ નગરને ખતમ કરી નાખ્યુ અને પેલા પ્રખ્યાત મંદિરનો ખાત્મો બોલાવી દીધો.

जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

 એ પછી છે કે ૧૩૫ એડીમાં સમ્રાટ હદ્દીઅને આ નગર પર કબજો કર્યો અને ફરીથી આ નગરને નવેસરથી વસાવ્યુ પણ ત્યાં એક પણ યહુદીને વસવા દીધા નહી જ્યાં સુધી આરબોનું શાસન રહ્યું આ મંદિર વિશે કંઇ કહેવા જેવું હતું નહીં.

જેરૂસલેમથી થોડે દૂર બેથલેહામમાં જીસસનો જન્મ થયો હતો પણ જિસસે જ્ઞાનનો સંદેશો જેરૂસલેમમમાં આપ્યો હતો.ત્યાં જ તેમને ક્રોસ પર ચડાવીને દફનાવી દેવાયા હતાં. આ જ કારણથી ખ્રીસ્તીઓ માટે આ શહેર પવિત્ર ગણાય છે.

૩૧૨ એડીમાં ત્યાનાં સમ્રાટ કોન્સ્ટેનટાઇને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હયો અને રોમન સામ્રાજય જાહેર કરવામાં આવ્યુ હતું.જે બાયઝેન્ટીયમ તરીકે ઓળખાય છે અને ગોલગાથા અને સેપલચર ચર્ચ બંધાવ્યા હતાં.

ત્યાર બાદ જિસસને જે ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતાં એ ક્રોસને રાજમાતા હેલેનાએ શોધી કાઢયો હયો અને એ શોધની ઉજવણી સ્વરૂપે નેટેવીટી ચર્ચ અને ઓલ્વીસનાં પર્વત ઉપર સ્વર્ગારોહણનું ચર્ચ બનાવ્યુ હતું.

जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia
ત્યાર બાદ આરબોએ કબજો કરતાં હાકેમ અમર ઇલ્લાહ શાસક અને ખલિફા તરીકે આવી ગયા અને પ્રજા પર જુલ્મ શરૂ કર્યા અને ખ્રિસ્તીઓના પવિત્ર ચર્ચ સેપલચરનો અને એ સિવાઇનાં તમામ ચર્ચોનો નાશ કરવામાં આવ્યો.ત્યાર બાદ ખલિફા અને ખ્રિસ્તીઓ વચ્ચે સમજ્તી થતાં ફરીથી આ તમામ ચર્ચોનો સ્થાપના કરવામાં આવી..આ ગાળો ચાલીસ વર્ષ સુધી ચાલ્યો.

પછી સેલ્જુક તુર્કોએ આ જગા પર કબજો જમાવ્યો અને અતિસય કટ્ટરવાદી આ તુર્કોની જુલ્મની હદ વધી જતાં પોપ અર્બન બીજાએ પવિત્ર યુધ્ધ જેને ક્રુસેડ તરીકે ઓળખવામાં આવે છે તેની જાહેરાત કરી.

પહેલું ધર્મ યુધ્ધ લગભગ ત્રણ વર્ષ ચાલ્યુ હતું અને ૧૦૯૯નાં ૭ની જુને ખ્રિસ્તીઓએ આ યુધ્ધમાં વિજય મેળવ્યો હતો.આ યુધ્ધ ફ્રેંચ લોકોની સૌથી મોટી મદદ મળી હતી તેથી આ વિસ્તારનો વહિવટ ફ્રેન્ચ ગ્રોડફેને સોપવામાં આવ્યો હતો.જેનું શાસન ૪૪ વર્ષ સુધી ચાલ્યુ હતું.

વ પછી ૧૧૪૬માં રાજા લુઇસે નવાં કાફલાની ધોષણા કરી અને એને જર્મનીનાં સમ્રાટ કોનરાડ ત્રીજાએ એને ટેકો આપ્યો હતો પણ કમનશીબે આ કાફલો જેરૂસલેમ પહોચે એ પહેલા તો થોડા સૈનિકો જ બચ્યા હતાં લુઇસને આશા હતી કે જેમ જેમ કાફલો આગળ જશે એમ અન્ય ખ્રીસ્તીઓ જોડાતાં જશે પણ આવુ બન્યુ નહી અને પછી આરબો સાથે યુધ્ધ થયુ અને આરબો પોતાનું વેર વાળ્યુ


जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

 એ પછી આર્કબિશપે યુરોપની મુલાકાત લઇને આરબો દ્રારા ખ્રીસ્તીઓ પર થયેલી જુલ્મની બધી ઘટનાઓને ગણત્રી કરી.સુલતાન સલાહુદીન સાથે યુધ્ધ કરવાનું નક્કી કરે છે ત્યારે ૬૭ વર્ષનો રોમન સમ્રાટ ફેડરિક બારબારોસા પણ પવિત્ર ભૂમિ માટે પોતાનાં પ્રાણની આહુતી દેવાં યુધ્ધમાં જોડાવાં તૈયાર થઇ ગયો.પણ આ યુધ્ધ થયુ નહી કારણકે સુલતાન સલાહુદિનને ખ્યાલ આવી ગયો હતો આ યુધ્ધ લડવામાં હારી જવાનો પુરો ભય હતો.પરિણામે ૨ સપ્ટેમ્બર ૧૧૯૨નાં રોજ ત્રણ વર્ષ માટેનાં શાંતિકરાર થયા એના પરિણામે પેલેસ્ટાઇન વહેચાઇ ગયુ.

ત્રણ વર્ષ હેમખેમ પસાર થયાં ત્યાર બાદ ફરીથી આરબો અને ખ્રિસ્તીઓ વચ્ચે સંધર્ષ શરૂ થયો.૧૧૯૮માં પોપ બનેલાં ઇન્નોસેન્ટ ત્રીજાએ ચોથા કાફલાની માંગણી કરી ફરી પવિત્ર યુધ્ધ (ક્રુસેડ) તૈયારી કરીને એ સમયે શકિતશાળી વેનીસને આ યુધ્ધમાં ભાગ લેવાં મનાવી લીધું                    અને વેનીસનાં લોકોને રસ્તામાં આવતું કોન્સ્ટેટીનિપાલને લૂટવાની લાલચમાં સપડાય ગયેલા.                                                                                                                                                                                                                                                                                                                                                               
એ પછી બીજા ત્રણ ક્રુસેડ લડાયાં હતાં તેમાંથી એકેય ખ્રિસ્તીઓનો વિજય નહોતો થયો.બે સદી સુધી સતત અન્ય યુધ્ધો ચાલ્યા હતાં પણ જેરૂસલેમ ઉપર કબજો  મુસ્લિમોનો જ રહ્યો હતો.
जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

 જેરૂસલેમ એક રમકડાની જેમ યહુદીઓ,રોમનો,ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનાં હાથમાં ફરતું રહ્યુ.આ જેરૂસલેમ મુસ્લિમોનાં પણ પવિત્ર સ્થળ તરીકે ગણનાં થાય છે.અહીં એક મોટો પત્થર છે અને એ પત્થર ઉપર પેંગમ્બર સાહેબનાં પગલાનું નિશાન છે એવું માનવામાં આવે છે અને તેઓ જ્યારે સ્વર્ગની અંતિમ યાત્રએ ગયા ત્યારે આગલી રાત્રે છોડીને ગયાં હતાં.એ સ્થળે અબ્દુલ મલેકે એક ભવ્ય મસ્જિદ બનાવી હતી એ મસ્જિદ પત્થરનાં ઘુમટ તરીકે જાણીતી હતી,આવી જ એક બીજી મસ્જિદ ચર્ચની બાજુમાં બાંધવામાં આવી હતી ત્યાર બાદ ખલિફ ઓમરે જેરૂસલેમની મુલાકાત લીધી ત્યારે અહીં ઇબાદત કરી હતી અને અન્ય એક મસ્જિદ અલ-અક્સા તરીકે જગ વિખ્યાત છે એ બાંધવામાં આવી હતી. આ પાંચેય એવાં પવિત્ર સ્થળો છે જ્યાં જેરૂસલેમ જનારાં મુસલમાન યાત્રાળું મુલાકાત લે છે.

ત્યાર બાદ છે છેક ૧૯૧૭માં બ્રિટનનાં આદેશથી પેલેસ્ટાઇને તુર્ક સામ્રાજયમાંથી મુક્ત કરવામાં આવ્યુ હતું અને જેરૂસલેમને તેની રાજધાની જાહેર કરવામાં આવી હતી.૧૯૪૮માં ત્યાથી બ્રિટીશરોને કાઢી મુકવામાં આવ્યા.એ પછી ટ્રાન્સ જોર્ડનનાં રાજાં અબદુલ્લાહે જુના જેરૂસલેમનો અમુક ભાગ જીતી લીધો અને બાકીનો ભાગ પર ઇઝરાયેલે જીતી લીધો.એને પોતાની રાજધાની જાહેર કરી.

  
जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

 આ ઉપરોકત ધટના પરથી અંદાજો લગાવી શકો છો મુસ્લિમ,ખ્રિસ્તીઓ અને રોમનો કેટલાં ઝૂનીની હતાં અને દરેક વખતે કેટલી લોહીની નદી વહી હશે કેટલી હદે ધાર્મિક સ્થળોની તોડફોડ થઇ હશે.આ યુધ્ધો દરમિયાન જીસસ ક્રાઇસ્ટનું જ્ન્મ સ્થળ અને મહમદ સાહેબના અંતિમ વિદાય સ્થળ જેવાં પવિત્ર સ્થાનો પણ અપવિત્રિકરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું

=તીખારો=
છપ્પન વર્ષની ઉમરે સિઝરની હત્યા એનો અનૌરસ પુત્ર બ્રુટસ,પ્રખ્યાત પોમ્પી થિયેટર પાસે કરી નાંખે છે,મરતાં સમયે ઇતિહાસનું એક યાદગાર વાકય સિઝરનાં મુખેથી નિકળે છે."ઓહ !બ્રુટસ યું ટું !"

- નરેશ કે.ડૉડીયા                                                                                                                                                                                                                      
              
जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

जेरूसलेम (त्रण धर्मोनुं पवित्र स्थळ) Gujarati Article By Naresh K. Dodia

Advertisement