इश्क साथे दर्द अडतुं जोइए छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
इश्क साथे दर्द अडतुं जोइए छे Gujarati Gazal By Naresh K. Dodia |
इश्क साथे दर्द अडतुं जोइए छे
कोइना नामे ए समतुं जोइए छे
जीववानुं छेविरहमां एमनां तोय
ए ज जण दररोज हसतुं जोइए छे
रोज साजे डाळ मानीती जोइए
स्थान पंखीनेय गमतुं जोइए छे
प्रीत तो वखतो-वखत खावानी चाडी
काव्यमा पण नाम भळतुं जोइए छे
मात्र लोहीमां नथी उन्माद जेवुं
नामथी तारा ए फरतुं जोइए छे
कोइ आपे आशरो एना ह्रदयमां
कायमी ए स्थान टकतुं जोइए छे
जे पराइ पीड समजी नां शके दोस्त
एमने हर जण तडपतुं जोइए छे
एक धेराती ए सांजे याद आवी
दुख विरहनुं होय पण तुं जोइए छे
जिंदगीना सत्यथी आगळ जवानुं
ए”महोतरमा”ने लगतुं जोइए छे
-नरेश के.डॉडीया
ઇશ્ક સાથે દર્દ અડતું જોઇએ છે
કોઇના નામે એ સમતું જોઇએ છે
જીવવાનું છેવિરહમાં એમનાં તોય
એ જ જણ દરરોજ હસતું જોઇએ છે
રોજ સાજે ડાળ માનીતી જોઇએ
સ્થાન પંખીનેય ગમતું જોઇએ છે
પ્રીત તો વખતો-વખત ખાવાની ચાડી
કાવ્યમા પણ નામ ભળતું જોઇએ છે
માત્ર લોહીમાં નથી ઉન્માદ જેવું
નામથી તારા એ ફરતું જોઇએ છે
કોઇ આપે આશરો એના હ્રદયમાં
કાયમી એ સ્થાન ટકતું જોઇએ છે
જે પરાઇ પીડ સમજી નાં શકે દોસ્ત
એમને હર જણ તડપતું જોઇએ છે
એક ધેરાતી એ સાંજે યાદ આવી
દુખ વિરહનું હોય પણ તું જોઇએ છે
જિંદગીના સત્યથી આગળ જવાનું
એ”મહોતરમા”ને લગતું જોઇએ છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment