आपणे एवा वळाके एक साथे आवी गया Gujarati Gazal By Naresh K. Dodia

आपणे एवा वळाके एक साथे आवी गया Gujarati Gazal By Naresh K. Dodia
आपणे एवा वळाके एक साथे आवी गया Gujarati Gazal By Naresh K. Dodia
आपणे एवा वळाके एक साथे आवी गया
चार रस्तां जोइ मनगमतां विसामे आवी गया         

कोइ जो-हुकमी नही चाली हदयना दावा उपर
लागणीओनां हुकम बेउना नामे आवी गयां          

एक तोरण जेम तारी यादने टांगी दिलमामे
आ विरहमां बोज साथे शब्द आंखे आवी गयां            

एक जात्रा जेम तारा श्वासना धामे आवु छुं
फूल जेवा भाव मारा शब्द वाटे आवी गया

एक श्वासे एक जण गातो फरे तारूं नाम लइ
रब समी जाणी सनम तारी पनाहे आवी गया

रोज परबारी पळे ज्यां एकली मळवा आवती
ए जगाए प्होचवां कंटक वचाळे आवी गया            

बस’महोतरमा’हवे तो हद छे मनमानीनी भला
आंखमां अश्रुं बधा मारा ज भागे आवी गयां             
-नरेश के.डॉडीया
આપણે એવા વળાકે એક સાથે આવી ગયા
ચાર રસ્તાં જોઇ મનગમતાં વિસામે આવી ગયા         

કોઇ જો-હુકમી નહી ચાલી હદયના દાવા ઉપર
લાગણીઓનાં હુકમ બેઉના નામે આવી ગયાં          

એક તોરણ જેમ તારી યાદને ટાંગી દિલમામે
આ વિરહમાં બોજ સાથે શબ્દ આંખે આવી ગયાં            

એક જાત્રા જેમ તારા શ્વાસના ધામે આવુ છું
ફૂલ જેવા ભાવ મારા શબ્દ વાટે આવી ગયા

એક શ્વાસે એક જણ ગાતો ફરે તારૂં નામ લઇ
રબ સમી જાણી સનમ તારી પનાહે આવી ગયા

રોજ પરબારી પળે જ્યાં એકલી મળવા આવતી
એ જગાએ પ્હોચવાં કંટક વચાળે આવી ગયા            

બસ’મહોતરમા’હવે તો હદ છે મનમાનીની ભલા
આંખમાં અશ્રું બધા મારા જ ભાગે આવી ગયાં             
-નરેશ કે.ડૉડીયા
Advertisement