श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं Gujarati Gazal By Naresh K. Dodia

श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं Gujarati Gazal By Naresh K. Dodia
श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं Gujarati Gazal By Naresh K. Dodia
श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं
धीरज धरीने दूरताने नाथवानो छुं

छो आज माराथी दूरी राखीने फरती हो     
आदत तने कायम हुं मारी पाडवानो छुं

आसान रस्ता प्रेमनां होता नथी तेथी           
तारा ज पगले बंध आंखे चालवानो छुं

घेलो गणे के तुं मने पागल भले समजे   
तारी मुसीबतमां सहारो आपवानो छुं

माणी शकीए ए पळॉनी वातने छोडॉ
पाळॉ नवेसरथी प्रणयनो बांधवानो छुं

कोइनी क्यां चाली के मारी चालवानी त्यां  
आ लागणी पर भाव तारो लाववानो छुं

संवेदना भरचक भरी छे आ ह्रदयमां जो 
गमतो खूणॉ तारा ह्रदयमां स्थापवानो छुं 

तारा तरफथी लागणीनी खेच लागे तो
तारी कमीमां खुद हुं अडधो थइ जवानो छुं

मारी“महोतरमां”हवे तो हद करी छे तें
मारो वखत आव्ये हुं तडपाववानो छुं   
-नरेश के.डॉडीया
શ્રધ્ધાની સાથે હું સબૂરી રાખવાનો છું
ધીરજ ધરીને દૂરતાને નાથવાનો છું

છો આજ મારાથી દૂરી રાખીને ફરતી હો     
આદત તને કાયમ હું મારી પાડવાનો છું

આસાન રસ્તા પ્રેમનાં હોતા નથી તેથી           
તારા જ પગલે બંધ આંખે ચાલવાનો છું

ઘેલો ગણે કે તું મને પાગલ ભલે સમજે   
તારી મુસીબતમાં સહારો આપવાનો છું

માણી શકીએ એ પળૉની વાતને છોડૉ
પાળૉ નવેસરથી પ્રણયનો બાંધવાનો છું

કોઇની ક્યાં ચાલી કે મારી ચાલવાની ત્યાં  
આ લાગણી પર ભાવ તારો લાવવાનો છું

સંવેદના ભરચક ભરી છે આ હ્રદયમાં જો 
ગમતો ખૂણૉ તારા હ્રદયમાં સ્થાપવાનો છું 

તારા તરફથી લાગણીની ખેચ લાગે તો
તારી કમીમાં ખુદ હું અડધો થઇ જવાનો છું

મારી“મહોતરમાં”હવે તો હદ કરી છે તેં
મારો વખત આવ્યે હું તડપાવવાનો છું   
-નરેશ કે.ડૉડીયા
Advertisement