साव आगळ जइने पाछळ जोइ तो समजाय छे Gujarati Gazal By Naresh K. Dodia

साव आगळ जइने पाछळ जोइ तो समजाय छे Gujarati Gazal By Naresh K. Dodia
साव आगळ जइने पाछळ जोइ तो समजाय छे Gujarati Gazal By Naresh K. Dodia
साव आगळ जइने पाछळ जोइ तो समजाय छे
केटलां जण जोइने तमने सतत हरखाय छे

कोइना दिलने समजवानी मथामण केटली?
एक आखी जिंदगीनो मर्म ज्यां धरबाय छे

पारदर्शक लागणी कायम ह्रदयमां राखवी
प्रेम साचो आधळा माणसने पण देखाय छे

ए ज गमतुं मानवी मळतुं नथी ज्यारे मने
सांज पडता याद एनी चो-तरफ अथडाय छे

स्थान मनगमतुं गमे छे आ जगतमां कायमी
कोइ बीजाने ए स्थाने जोइ मन पस्ताय छे

आखथी ओजल थयो प्हेली वखतनो प्रेम,तो
जिंदगीभर याद एनी एक वळगण थाय छे

कोइनी संवेदना साथे जीवन जोडाइ जाय?
वात दिलनी काव्य गझलोमा सतत चर्चाय छे

साव स्हेलुं तो नथी चाहतमां ओगळवुं सतत
आग ज्यारे बेउ दिलमां होय तो परखाय छे

प्रेम मारो एक कोरी चोपडी जेवो हतो
आज हरपाने “महोतरमां” सौने वंचाय छे
-नरेश के.डॉडीया
સાવ આગળ જઇને પાછળ જોઇ તો સમજાય છે
કેટલાં જણ જોઇને તમને સતત હરખાય છે

કોઇના દિલને સમજવાની મથામણ કેટલી?
એક આખી જિંદગીનો મર્મ જ્યાં ધરબાય છે

પારદર્શક લાગણી કાયમ હ્રદયમાં રાખવી
પ્રેમ સાચો આધળા માણસને પણ દેખાય છે

એ જ ગમતું માનવી મળતું નથી જ્યારે મને
સાંજ પડતા યાદ એની ચો-તરફ અથડાય છે

સ્થાન મનગમતું ગમે છે આ જગતમાં કાયમી
કોઇ બીજાને એ સ્થાને જોઇ મન પસ્તાય છે

આખથી ઓજલ થયો પ્હેલી વખતનો પ્રેમ,તો
જિંદગીભર યાદ એની એક વળગણ થાય છે

કોઇની સંવેદના સાથે જીવન જોડાઇ જાય?
વાત દિલની કાવ્ય ગઝલોમા સતત ચર્ચાય છે

સાવ સ્હેલું તો નથી ચાહતમાં ઓગળવું સતત
આગ જ્યારે બેઉ દિલમાં હોય તો પરખાય છે

પ્રેમ મારો એક કોરી ચોપડી જેવો હતો
આજ હરપાને “મહોતરમાં” સૌને વંચાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment