भेज साथे तापनु ज्या संधान छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
भेज साथे तापनु ज्या संधान छे Gujarati Gazal By Naresh K. Dodia |
भेज साथे तापनु ज्या संधान छे
तोय झाकळनु फूलो पर परिधान छे
लागणी पर एक धारो कबजो करे
जे ह्रदयना मांमले पण धनवान छे
ए ज कारणसर मे चातर्यो छे चिलो
एटले मारी अनोखी आ शान छे
जे अजाण्यु थइ पधार्यु जीवन मही
आज जीवन एमनुं नोखु स्थान छे
एक चोकट पर झूके छे सर कायमी
ए ज माणस पर खुदा जेवु मान छे
एक बाळक जेम पुलकित थइ जाउ छुं
ए ज पावन स्मित एनी प्हेचान छे
रोफने रूंवांब मारो लागे जुदो
कोण छुं हुं ए अहीं सौने भान छे
ए ‘महोतरमा’ मळी छे दुनिया धुमी
शायरी नामे ए मारूं सन्मान छे
-नरेश के.डॉडीया
ભેજ સાથે તાપનુ જ્યા સંધાન છે
તોય ઝાકળનુ ફૂલો પર પરિધાન છે
લાગણી પર એક ધારો કબજો કરે
જે હ્રદયના માંમલે પણ ધનવાન છે
એ જ કારણસર મે ચાતર્યો છે ચિલો
એટલે મારી અનોખી આ શાન છે
જે અજાણ્યુ થઇ પધાર્યુ જીવન મહી
આજ જીવન એમનું નોખુ સ્થાન છે
એક ચોકટ પર ઝૂકે છે સર કાયમી
એ જ માણસ પર ખુદા જેવુ માન છે
એક બાળક જેમ પુલકિત થઇ જાઉ છું
એ જ પાવન સ્મિત એની પ્હેચાન છે
રોફને રૂંવાંબ મારો લાગે જુદો
કોણ છું હું એ અહીં સૌને ભાન છે
એ ‘મહોતરમા’ મળી છે દુનિયા ધુમી
શાયરી નામે એ મારૂં સન્માન છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment