साव परबारी क्षणोमां तुं मने अडती नथी Gujarati Gazal By Naresh K. Dodia

साव परबारी क्षणोमां तुं मने अडती नथी Gujarati Gazal By Naresh K. Dodia
साव परबारी क्षणोमां तुं मने अडती नथी Gujarati Gazal By Naresh K. Dodia
साव परबारी क्षणोमां तुं मने अडती नथी
एज इच्छा छे जे मारी कोइ’दी फळती नथी

एक कीस्सो क्यां हतो तारा ने मारा प्रेमनो
तुं हवे मारी गझलना शब्दने पढती नथी    

साव अणधारी मुसीबत जेम आवे याद थइ
भीत जेवी याद इच्छुं ते छता हटती नथी     

जेमनी तकदीरमां छळ झांझवा-सम होय जो?
ए ज दरियानी हथेळीमां नदी भळती नथी

कोइ छे डगलेने पगले आंखमा अथडाय छे
आ प्रकारे छेडखानी आंखने गमती नथी

दिलनी तुं सवेंदना जीली शके छे आज पण
पण तुं ए वातो बधा सामे कदी करती नथी

तुं अरीसा जेम सामे आवसे त्यारे कहीश  
छे शरम आंखोमां तारी,केम ए ढळती नथी?

कोइ कारणसर जतो करवो पडे छे प्रेमने
द्रारकामा श्यामने राधा कदी मळती नथी

शायरानुं दिल छे तो तुं लख "महोतरमां" मने        
नाम मांरूं सांकळीने केंम तुं लखती नथी?
-नरेश के.डॉडीया
સાવ પરબારી ક્ષણોમાં તું મને અડતી નથી
એજ ઇચ્છા છે જે મારી કોઇ’દી ફળતી નથી

એક કીસ્સો ક્યાં હતો તારા ને મારા પ્રેમનો
તું હવે મારી ગઝલના શબ્દને પઢતી નથી    

સાવ અણધારી મુસીબત જેમ આવે યાદ થઇ
ભીત જેવી યાદ ઇચ્છું તે છતા હટતી નથી     

જેમની તકદીરમાં છળ ઝાંઝવા-સમ હોય જો?
એ જ દરિયાની હથેળીમાં નદી ભળતી નથી

કોઇ છે ડગલેને પગલે આંખમા અથડાય છે
આ પ્રકારે છેડખાની આંખને ગમતી નથી

દિલની તું સવેંદના જીલી શકે છે આજ પણ
પણ તું એ વાતો બધા સામે કદી કરતી નથી

તું અરીસા જેમ સામે આવશે ત્યારે કહીશ  
છે શરમ આંખોમાં તારી,કેમ એ ઢળતી નથી?

કોઇ કારણસર જતો કરવો પડે છે પ્રેમને
દ્રારકામા શ્યામને રાધા કદી મળતી નથી

શાયરાનું દિલ છે તો તું લખ "મહોતરમાં" મને        
નામ માંરૂં સાંકળીને કેંમ તું લખતી નથી?
-નરેશ કે.ડૉડીયા
Advertisement