एक माणसने चाहवामा शायरी काफी नथी Gujarati Gazal By Naresh K. Dodia

एक माणसने चाहवामा शायरी काफी नथी Gujarati Gazal By Naresh K. Dodia
एक माणसने चाहवामा शायरी काफी नथी Gujarati Gazal By Naresh K. Dodia
एक माणसने चाहवामा शायरी काफी नथी
शब्दथी आगळ जो वधो तो जिंदगी काफी नथी      

कोइ माणस एम ज नही उतरे ह्रदय तनमन मही
कोइनां सुंदरता-भर्या चहेरे हंसी काफी नथी      

कायमी मनमानी सहन करवी मने गमती नथी                
आ हवे तारी रोज आ नाराजगी काफी नथी

जिंदगी तो जीवी शके,लोको तुटेला हालमां
फरियाद करवानी सतत आदत पछी काफी नथी                

लागणीना नगरो घणा तुंटी जता जोया अमे
एक नफरतनी आग सामे लागणी काफी नथी  

कोइने गमवामां घणा अवगुण अने  गुण जोइए
पामवामां तुं जोइ ले आ सादगी काफी नथी

चाहतोमां आखर सुधी लडवानो पण गम नथी
ज्यां रूठेलाओने मनावा मांगणी काफी नथी

ओ,"महोतरमां"तुं गमी तो कोइ मुजने ना गम्युं        
ते छतां जे जोइए छे ए सहमती काफी नथी            
- नरेश के.डॉडीया
એક માણસને ચાહવામા શાયરી કાફી નથી
શબ્દથી આગળ જો વધો તો જિંદગી કાફી નથી      

કોઇ માણસ એમ જ નહી ઉતરે હ્રદય તનમન મહી
કોઇનાં સુંદરતા-ભર્યા ચહેરે હંસી કાફી નથી      

કાયમી મનમાની સહન કરવી મને ગમતી નથી                
આ હવે તારી રોજ આ નારાજગી કાફી નથી

જિંદગી તો જીવી શકે,લોકો તુટેલા હાલમાં
ફરિયાદ કરવાની સતત આદત પછી કાફી નથી                

લાગણીના નગરો ઘણા તુંટી જતા જોયા અમે
એક નફરતની આગ સામે લાગણી કાફી નથી  

કોઇને ગમવામાં ઘણા અવગુણ અને  ગુણ જોઇએ
પામવામાં તું જોઇ લે આ સાદગી કાફી નથી

ચાહતોમાં આખર સુધી લડવાનો પણ ગમ નથી
જ્યાં રૂઠેલાઓને મનાવા માંગણી કાફી નથી

ઓ,"મહોતરમાં"તું ગમી તો કોઇ મુજને ના ગમ્યું        
તે છતાં જે જોઇએ છે એ સહમતી કાફી નથી            
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment