याद आवे छे खुदा त्यारे बधाने बंदगीमां Gujarati Gazal By Naresh K. Dodia

याद आवे छे खुदा त्यारे बधाने बंदगीमां Gujarati Gazal By Naresh K. Dodia
याद आवे छे खुदा त्यारे बधाने बंदगीमां Gujarati Gazal By Naresh K. Dodia
होय छे अवसर कदी थाकी जवानो जिंदगीमां
याद आवे छे खुदा त्यारे बधाने बंदगीमां

आंगणामां रोज आवे छे ए बेसी पालखीमां     
आ मूसीबतने खबर छे कैंक मळशे मांगणीमां

ए घडीभर साथ आपीने जतां रहेशे पछी शुं?    
जिंदगीभर याद एनी वधवानी खातावहीमां    

कोइने क्यां होय छे मतलब तमारा दर्द साथे
सौने रस पडशे गझलनी रस नितरती ताजगीमां

मांपवानी होय तो खुदनी जात मापो पहेला
आपणु कद नीचुं ना थइ जाय कोईनी टणीमां             

गोळ चक्कर जेम बस फरता जवानुं छे जगतमां     
अंतमां आराम मळवानो मशाणे ठाठडीमां     
            
एक माभो राखु छुं मारो हु दरबारी हमेशां       
बस "महोतरमां" नमुं छुं फक्त तारी आशकीमां           
-नरेश के.डॉडीया
હોય છે અવસર કદી થાકી જવાનો જિંદગીમાં
યાદ આવે છે ખુદા ત્યારે બધાને બંદગીમાં

આંગણામાં રોજ આવે છે એ બેસી પાલખીમાં     
આ મૂસીબતને ખબર છે કૈંક મળશે માંગણીમાં

એ ઘડીભર સાથ આપીને જતાં રહેશે પછી શું?    
જિંદગીભર યાદ એની વધવાની ખાતાવહીમાં    

કોઇને ક્યાં હોય છે મતલબ તમારા દર્દ સાથે
સૌને રસ પડશે ગઝલની રસ નિતરતી તાજગીમાં

માંપવાની હોય તો ખુદની જાત માપો પહેલા
આપણુ કદ નીચું ના થઇ જાય કોઈની ટણીમાં             

ગોળ ચક્કર જેમ બસ ફરતા જવાનું છે જગતમાં     
અંતમાં આરામ મળવાનો મશાણે ઠાઠડીમાં     
            
એક માભો રાખુ છું મારો હુ દરબારી હમેશાં       
બસ "મહોતરમાં" નમું છું ફક્ત તારી આશકીમાં           
-નરેશ કે.ડૉડીયા
Advertisement