द्रश्य बारी-बारणानुं आंख जोडे फावी गयुं Gujarati Gazal By Naresh K. Dodia

द्रश्य बारी-बारणानुं आंख जोडे फावी गयुं Gujarati Gazal By Naresh K. Dodia
द्रश्य बारी-बारणानुं आंख जोडे फावी गयुं Gujarati Gazal By Naresh K. Dodia
द्रश्य बारी-बारणानुं आंख जोडे फावी गयुं
कोइ लगवुं खालिपानुं आंगणे बंधावी गयुं

एक माणसना जवाथी शुं ने शुं थांतुं होय छे
एक पगलुं आंगणाने रीत-सर हंफावी गयुं

एक सीमापारथी आवेल पंखी बोल्युं हतुं
एक मौसम हुंफ माटे होय,ए समजावी गयुं

बंसरीनी जेम जो वींधाइ तो जाणी शको
एक नानुं छीद्र भाषा दर्दनी रेलावी गयुं

दर्द साथे केम खूशी आपवी ए रीत शीखी
दर्द दिलनुं आप मेळे शायरीमां आवी गयुं

ए गगनचुंबी उडानोथी पक्षी पण थाकी जशे
माप लेवा आभनुं ए पांखने फेलावी गयुं

आंखथी तुं आंख मीलावी नथी शकती जे पळे
कैक मे एवुं कर्युं छे जे तने शरमावी गयुं

तुं “महोतरमां” गझल जेवी बनी सामे आवशे
तो ज लागे दर्द शब्दोनुं तने तडपावी गयुं
– नरेश के.डॉडीया

દ્રશ્ય બારી-બારણાનું આંખ જોડે ફાવી ગયું
કોઇ લગવું ખાલિપાનું આંગણે બંધાવી ગયું

એક માણસના જવાથી શું ને શું થાંતું હોય છે
એક પગલું આંગણાને રીત-સર હંફાવી ગયું

એક સીમાપારથી આવેલ પંખી બોલ્યું હતું
એક મૌસમ હુંફ માટે હોય,એ સમજાવી ગયું

બંસરીની જેમ જો વીંધાઇ તો જાણી શકો
એક નાનું છીદ્ર ભાષા દર્દની રેલાવી ગયું

દર્દ સાથે કેમ ખૂશી આપવી એ રીત શીખી
દર્દ દિલનું આપ મેળે શાયરીમાં આવી ગયું

એ ગગનચુંબી ઉડાનોથી પક્ષી પણ થાકી જશે
માપ લેવા આભનું એ પાંખને ફેલાવી ગયું

આંખથી તું આંખ મીલાવી નથી શકતી જે પળે
કૈક મે એવું કર્યું છે જે તને શરમાવી ગયું

તું “મહોતરમાં” ગઝલ જેવી બની સામે આવશે
તો જ લાગે દર્દ શબ્દોનું તને તડપાવી ગયું
– નરેશ કે.ડૉડીયા
Advertisement