तमारी कलानी नजर जोइए छे, Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तमारी कलानी नजर जोइए छे, Gujarati Gazal By Naresh K. Dodia |
तमारी कलानी नजर जोइए छे,
नहीं मागु दोलत,कदर जोइए छे.
समुद्रोमां जेवी छे मौजानी भरती
मने प्रेममां ए असर जोइए छे
भले कोइ दरियो नथी हुं छता पण
नदी जेम तारी सफर जोइए छे
सतत आपनी आंख सामे हुं जीव्यो
हवे साव पासे कबर जोइए छे
युगो-युग अहीं आववानुं मळे बस,
तरस एटली तरबतर जोइए छे.
ना चाले घडी बे घडी प्रेम आपो,
अमोने तो आठे प्रहर जोइए छे.
- नरेश के. डॉडीया
તમારી કલાની નજર જોઇએ છે,
નહીં માગુ દોલત,કદર જોઇએ છે.
સમુદ્રોમાં જેવી છે મૌજાની ભરતી
મને પ્રેમમાં એ અસર જોઇએ છે
ભલે કોઇ દરિયો નથી હું છતા પણ
નદી જેમ તારી સફર જોઇએ છે
સતત આપની આંખ સામે હું જીવ્યો
હવે સાવ પાસે કબર જોઇએ છે
યુગો-યુગ અહીં આવવાનું મળે બસ,
તરસ એટલી તરબતર જોઇએ છે.
ના ચાલે ઘડી બે ઘડી પ્રેમ આપો,
અમોને તો આઠે પ્રહર જોઇએ છે.
- નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment