एक ठोकर लागवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia

एक ठोकर लागवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia
एक ठोकर लागवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia
एक ठोकर लागवानी वात छे
जिंदगीने जाणवानी वात छे

चाल नोखी चालवानी वात छे
एक वखत तो हारवानी वात छे

रोज राधा-काननी वातो करी
रोज नवतर लागवानी वात छे

मात्र शब्दोना भरोसे ना लखो
भाव साचो आववानी वात छे

टेववश मळवुं जरूरी पण खरुं
साथ गमतो माणवानी वात छे

टेरवा पर रोज तुं कबजो करे
राज दिलनो खोलवानी वात छे

सांज पडता याद घण जेवी वळे
रोज खीले बांधवानी वात छे

मौन तारू छापरे चडशे पछी
शब्द मारे ताकवानी वात छे

ए ’महोतरमा’ गझलना आव तुं
रात आखी जागवानी वात छे
- नरेश के. डॉडीया 
એક ઠોકર લાગવાની વાત છે
જિંદગીને જાણવાની વાત છે

ચાલ નોખી ચાલવાની વાત છે
એક વખત તો હારવાની વાત છે

રોજ રાધા-કાનની વાતો કરી
રોજ નવતર લાગવાની વાત છે

માત્ર શબ્દોના ભરોસે ના લખો
ભાવ સાચો આવવાની વાત છે

ટેવવશ મળવું જરૂરી પણ ખરું
સાથ ગમતો માણવાની વાત છે

ટેરવા પર રોજ તું કબજો કરે
રાજ દિલનો ખોલવાની વાત છે

સાંજ પડતા યાદ ઘણ જેવી વળે
રોજ ખીલે બાંધવાની વાત છે

મૌન તારૂ છાપરે ચડશે પછી
શબ્દ મારે તાકવાની વાત છે

એ ’મહોતરમા’ ગઝલના આવ તું
રાત આખી જાગવાની વાત છે
- નરેશ કે. ડૉડીયા 
Advertisement