शरारतनी सजोडे प्रेमनी आदत पडी छे Gujarati Gazal By Naresh K. Dodia

शरारतनी सजोडे प्रेमनी आदत पडी छे Gujarati Gazal By Naresh K. Dodia
शरारतनी सजोडे प्रेमनी आदत पडी छे Gujarati Gazal By Naresh K. Dodia
शरारतनी सजोडे प्रेमनी आदत पडी छे
मों पर गुस्सोने अंदर प्रेमनी मस्ती चडी छे

सतत ए खुदनी मनमानी चलावे बेधडक थइ
छे गुलदस्तो कदी फटके तो जलती फूलजडी छे

ह्रदयमा कोइ सरहद छे नही आवागमननी
छता कयारेक दिल ने मननी जुथबंधी नडी छे

अमारी सांजने शणगारवी कायम शरत छे
शरतचुक थाय तो सांजो अमारी तरफडी छे

कदरदानी सतत एनी करीए स्मित साथे
छता छणको करी कारण विनां कायम लडी छे              

अमे संवेदना एनी भरी गझलो लखीए
कदी ओछप नडे तो शब्दनी गाडी खडी छे

नथी गमती जगतनी एक पण नारी अमोने
ए कारणसर गुमानी एमनी दिलने अडी छे 

"महोतरमा" तमे रूठो के खिलखिलाट मलको
तमे आ जिंदगीमा छो तो खूशी सांपडी छे  
-नरेश के.डॉडीया 
શરારતની સજોડે પ્રેમની આદત પડી છે
મોં પર ગુસ્સોને અંદર પ્રેમની મસ્તી ચડી છે

સતત એ ખુદની મનમાની ચલાવે બેધડક થઇ
છે ગુલદસ્તો કદી ફટકે તો જલતી ફૂલજડી છે

હ્રદયમા કોઇ સરહદ છે નહી આવાગમનની
છતા કયારેક દિલ ને મનની જુથબંધી નડી છે

અમારી સાંજને શણગારવી કાયમ શરત છે
શરતચુક થાય તો સાંજો અમારી તરફડી છે

કદરદાની સતત એની કરીએ સ્મિત સાથે
છતા છણકો કરી કારણ વિનાં કાયમ લડી છે              

અમે સંવેદના એની ભરી ગઝલો લખીએ
કદી ઓછપ નડે તો શબ્દની ગાડી ખડી છે

નથી ગમતી જગતની એક પણ નારી અમોને
એ કારણસર ગુમાની એમની દિલને અડી છે 

"મહોતરમા" તમે રૂઠો કે ખિલખિલાટ મલકો
તમે આ જિંદગીમા છો તો ખૂશી સાંપડી છે  
-નરેશ કે.ડૉડીયા       
Advertisement

No comments:

Post a Comment