एनी खामोशी केटली खूबसूरत होय छे. Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
एनी खामोशी केटली खूबसूरत होय छे. Gujarati Kavita By Naresh K. Dodia |
एनी खामोशी केटली खूबसूरत होय छे.
फोन पर चालु वाते थोडॉ विराम लइने
एक लांबो श्वास लइने वात करवानुं फरी शरू करे...
त्यारे ...
महोतरमाना अवाजमां सुंगधी भीनाशनी छांट साथे
लागणी सितारनो रणझणतो सूर एनां श्वासने
संगीतमय बनावीने मारा कानने अडके छे.
अने ए मायाळु यायावरी पंखीणीना टहुकाथी
ह्रदय, मन, आत्मा, सहित मारी सांज टहुकी उठे छे..
एनां श्वासोनां फफडाट अने मारा ह्रदयनां थडकार
वच्चेनी टेलिपथी सर्जाय छे.
अने
थोडी खामोशी पछी बंने एकी साथे बोली उठीए छीए!
"आइ लव यु"
- नरेश के.डोडीया
એની ખામોશી કેટલી ખૂબસૂરત હોય છે.
ફોન પર ચાલુ વાતે થોડૉ વિરામ લઇને
એક લાંબો શ્વાસ લઇને વાત કરવાનું ફરી શરૂ કરે...
ત્યારે ...
મહોતરમાના અવાજમાં સુંગધી ભીનાશની છાંટ સાથે
લાગણી સિતારનો રણઝણતો સૂર એનાં શ્વાસને
સંગીતમય બનાવીને મારા કાનને અડકે છે.
અને એ માયાળુ યાયાવરી પંખીણીના ટહુકાથી
હ્રદય, મન, આત્મા, સહિત મારી સાંજ ટહુકી ઉઠે છે..
એનાં શ્વાસોનાં ફફડાટ અને મારા હ્રદયનાં થડકાર
વચ્ચેની ટેલિપથી સર્જાય છે.
અને
થોડી ખામોશી પછી બંને એકી સાથે બોલી ઉઠીએ છીએ!
"આઇ લવ યુ"
- નરેશ કે.ડોડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment