जिंदगीनी सौथी प्रिय व्यकितनी यादनो दिलमां एक मखमली खूणॉ होय छे. Gujarati Kavita By Naresh K. Dodia

जिंदगीनी सौथी प्रिय व्यकितनी यादनो दिलमां एक मखमली खूणॉ होय छे. Gujarati Kavita By Naresh K. Dodia
जिंदगीनी सौथी प्रिय व्यकितनी यादनो दिलमां एक मखमली खूणॉ होय छे. Gujarati Kavita By Naresh K. Dodia
जिंदगीनी सौथी प्रिय व्यकितनी यादनो
दिलमां एक मखमली खूणॉ होय छे.
कोइ अभागीयो जीव हशे एने 
याद व्हाली ना होय.
  
याद एटले डीमांड विनां सप्लाइ थती जथ्थाबंध लागणी
याद एटले जिंदगीनुं एक रोमाचंक प्रकरण
याद एटले नानी हरकतो द्रारा उपजती गंजावर खूशी
याद एटले सोहामणी लीलीकुंजार लागणीनु वन
याद एटले एक सपनांओनी वास्तविक भूमि
याद एटले अमीरसनुं आंखो द्रारा पीवु
याद एटले भव्यतीभव जाजरमन भूतकाळ
याद एटले बे व्यकित एक होवानी साबिति
याद एटले छेल्ला श्वास सुधीनुं प्रिय वळगण
याद एटले काळजाळे उनाळे वरसादी ठंडक
याद एटले हाडगाळती ठंडीमां हुंफाळु तापणुं
याद एटले कोइ पण क्षणे गोरंभातो उर्मिनो हाथियो
याद एटले कोइनी समिपे ओगळवानो आस्वाद
याद एटले दिलमां प्रथम शब्द फूटवानी कृंपण
याद एटले गमे ते समये थतुं सागर ने सरितानुं मिलन
याद एटले लागणीनी लचकती डाळे उर्मिओना फूलनुं झूलवुं
याद एटले बोगनवेलनी जेम विटळायेली अनूभूति
याद एटले शराबथी नशीलो लागतो आजीवन नशो
याद एटले गझल ने कवितानुं वेगवंतु प्रथम प्रस्थान
याद एटले प्रियने पोताना बनाव्याना क्षणोना हस्ताक्षर
याद एटले मनगमतो संबंध बांध्यानो आंनंदोत्सव
याद एटले झंखनाओना गुंजारवनो प्रथम ध्वनीनो नाद
याद एटले मारापणानो तारापणां विलिन थयानो दस्तावेज
याद एटले सोमरसनी जेम पीवाती आकंठ लागणी....
- नरेश के.डोडीया
જિંદગીની સૌથી પ્રિય વ્યકિતની યાદનો
દિલમાં એક મખમલી ખૂણૉ હોય છે.
કોઇ અભાગીયો જીવ હશે એને 
યાદ વ્હાલી ના હોય.
  
યાદ એટલે ડીમાંડ વિનાં સપ્લાઇ થતી જથ્થાબંધ લાગણી
યાદ એટલે જિંદગીનું એક રોમાચંક પ્રકરણ
યાદ એટલે નાની હરકતો દ્રારા ઉપજતી ગંજાવર ખૂશી
યાદ એટલે સોહામણી લીલીકુંજાર લાગણીનુ વન
યાદ એટલે એક સપનાંઓની વાસ્તવિક ભૂમિ
યાદ એટલે અમીરસનું આંખો દ્રારા પીવુ
યાદ એટલે ભવ્યતીભવ જાજરમન ભૂતકાળ
યાદ એટલે બે વ્યકિત એક હોવાની સાબિતિ
યાદ એટલે છેલ્લા શ્વાસ સુધીનું પ્રિય વળગણ
યાદ એટલે કાળજાળે ઉનાળે વરસાદી ઠંડક
યાદ એટલે હાડગાળતી ઠંડીમાં હુંફાળુ તાપણું
યાદ એટલે કોઇ પણ ક્ષણે ગોરંભાતો ઉર્મિનો હાથિયો
યાદ એટલે કોઇની સમિપે ઓગળવાનો આસ્વાદ
યાદ એટલે દિલમાં પ્રથમ શબ્દ ફૂટવાની કૃંપણ
યાદ એટલે ગમે તે સમયે થતું સાગર ને સરિતાનું મિલન
યાદ એટલે લાગણીની લચકતી ડાળે ઉર્મિઓના ફૂલનું ઝૂલવું
યાદ એટલે બોગનવેલની જેમ વિટળાયેલી અનૂભૂતિ
યાદ એટલે શરાબથી નશીલો લાગતો આજીવન નશો
યાદ એટલે ગઝલ ને કવિતાનું વેગવંતુ પ્રથમ પ્રસ્થાન
યાદ એટલે પ્રિયને પોતાના બનાવ્યાના ક્ષણોના હસ્તાક્ષર
યાદ એટલે મનગમતો સંબંધ બાંધ્યાનો આંનંદોત્સવ
યાદ એટલે ઝંખનાઓના ગુંજારવનો પ્રથમ ધ્વનીનો નાદ
યાદ એટલે મારાપણાનો તારાપણાં વિલિન થયાનો દસ્તાવેજ
યાદ એટલે સોમરસની જેમ પીવાતી આકંઠ લાગણી....
- નરેશ કે.ડોડીયા
2012/06/23
Advertisement

No comments:

Post a Comment