साउदी अरबनी राजाशाही ए एक देश छे Quote By Chnadrakant Baxi

साउदी अरबनी राजाशाही ए एक देश छे Quote By Chnadrakant Baxi
साउदी अरबनी राजाशाही ए एक देश छे Quote By Chnadrakant Baxi 
तवारीख के पन्नो से,  Post No - 19
साउदी अरबनी राजाशाही ए एक देश छे ज्यां कुर्रान सविंधान छे अने जजोने शरीआ अथवां मुस्लिम कायदाओनी तालिम आपवामां आवे छे.मुक्त विश्वनी केटलीय वस्तुओ अने जीवनविधिओ पर साउदी राजाशाहीमां सख्त प्रतिबंध छे.होस्पीटलमां दर्दीने फूलो मोकली शकाता नथी.जो स्त्रीने स्थानिक प्रवास करवो होय अथवां होस्पीटलमां प्रवेश मेळववो होय तो पण एक वडील पुरुषनी सही जोइए छे.

जो साउदी स्त्रीने आइडेन्टिटी कार्ड जोइतुं होय तो ए माटे एक लांबी प्रक्रिया छे,संपति दावा माटे ओळखपत्र जरूरी छे,बे पुरुष सगाओए शपथबध्ध थइने कहेवुं पडे छे के आ स्त्री आ ज छे,ए जे कहे छे.घणीवार मोटी साक्षीओने कारणे संपति उचापत करवानां बनावो बनतां रहे छे.आइडेन्टिटी कार्ड माटे स्त्रीनी उमर बावीस वर्षनी होवी जोइए अने एनां वडीलनी लेखित समंति होवी जोइए अने ए कदाच  काम करती होय एनां बोसनो अनुमतिपत्र साथे होवो जोइए.

साउदीआनी असर आसपासनां आरब प्रदेशमां पडवी स्वाभाविक छे.दुबइनी एक अपिल कोर्टे रूलिंग आप्यु के पतिने पत्नीने पीटवानो अधिकार छे एनी पत्नीने शिस्तबध्ध बनावा माटे पण आ पीटाइ एटली सख्त ना होवी जोइए के एनां हाडका तूटी जाय,अथवां एनो चहेरो कुरूप बनी जाय
(पुस्तक-राजनिति अने अनितिकारण.लेखक-चंद्रकांत बक्षी..पाना.नं-१४२)

સાઉદી અરબની રાજાશાહી એ એક દેશ છે જ્યાં કુર્રાન સવિંધાન છે અને જજોને શરીઆ અથવાં મુસ્લિમ કાયદાઓની તાલિમ આપવામાં આવે છે.મુક્ત વિશ્વની કેટલીય વસ્તુઓ અને જીવનવિધિઓ પર સાઉદી રાજાશાહીમાં સખ્ત પ્રતિબંધ છે.હોસ્પીટલમાં દર્દીને ફૂલો મોકલી શકાતા નથી.જો સ્ત્રીને સ્થાનિક પ્રવાસ કરવો હોય અથવાં હોસ્પીટલમાં પ્રવેશ મેળવવો હોય તો પણ એક વડીલ પુરુષની સહી જોઇએ છે.

જો સાઉદી સ્ત્રીને આઇડેન્ટિટી કાર્ડ જોઇતું હોય તો એ માટે એક લાંબી પ્રક્રિયા છે,સંપતિ દાવા માટે ઓળખપત્ર જરૂરી છે,બે પુરુષ સગાઓએ શપથબધ્ધ થઇને કહેવું પડે છે કે આ સ્ત્રી આ જ છે,એ જે કહે છે.ઘણીવાર મોટી સાક્ષીઓને કારણે સંપતિ ઉચાપત કરવાનાં બનાવો બનતાં રહે છે.આઇડેન્ટિટી કાર્ડ માટે સ્ત્રીની ઉમર બાવીસ વર્ષની હોવી જોઇએ અને એનાં વડીલની લેખિત સમંતિ હોવી જોઇએ અને એ કદાચ  કામ કરતી હોય એનાં બોસનો અનુમતિપત્ર સાથે હોવો જોઇએ.

સાઉદીઆની અસર આસપાસનાં આરબ પ્રદેશમાં પડવી સ્વાભાવિક છે.દુબઇની એક અપિલ કોર્ટે રૂલિંગ આપ્યુ કે પતિને પત્નીને પીટવાનો અધિકાર છે એની પત્નીને શિસ્તબધ્ધ બનાવા માટે પણ આ પીટાઇ એટલી સખ્ત ના હોવી જોઇએ કે એનાં હાડકા તૂટી જાય,અથવાં એનો ચહેરો કુરૂપ બની જાય
(પુસ્તક-રાજનિતિ અને અનિતિકારણ.લેખક-ચંદ્રકાંત બક્ષી..પાના.નં-૧૪૨)
Advertisement