जामी मस्जिद अने मखदुम जहानीया मस्जिद - कनौज Article by Naresh K. Dodia

जामी मस्जिद अने मखदुम जहानीया मस्जिद - कनौज Article by Naresh K. Dodia
जामी मस्जिद अने मखदुम जहानीया मस्जिद - कनौज Article by Naresh K. Dodia      
तवारीख के पन्नो से Post No - 43
જામી મસ્જિદ અને મખદુમ જહાનીયા મસ્જિદ - કનૌજ       
બ્રિટીશ પુરાત્વવિદ જેમ્સ ફર્ગ્યુસને ૧૯મી સદીની ઉતરાર્ધમાં ઉત્તર ભારતમા ફરીને ધણી ઇમારતોનું સર્વેક્ષણ કર્યુ હતુ.તેઓ લખે છે કે કનૌજની જામા મસ્જિદ એ એક એવાં હિંદું મઠનો નમુનો છે જેને ઇબાદત માટે મંદિરને અપવિત્ર કરી ઇબાદતગાહ બનાવવામાં આવી છે,આ અગાઉ આ કોઇ હિંદું ઇમારત જ હશે.અહીં મંદિરની પરંપરા મૂજબ સીતા-કી-રસોઇ કે સીતાનું રસોડુ છે.આ સ્થળની ૧૮૩૮માં મુલાકાત લીધી હતી.તે સમયે અહીંયા જે થાંભલાઓ છે તેના ચણતરની ગોઠવણી જ્યારે મેં ૧૮૬૨માં મુલાકાત લીધી ત્યારે અલગ હતી.એ બધાં મસ્જિદનો એક ભાગ બની ચણાઇ ગયા હતાં

આ જ પ્રમાણે કનૌજની મખદુમ જહાનીયા મસ્જિદ એ પહેલા બ્રહ્માજીનું મંદિર હતું.બીજા અંગ્રેજ પુરાત્વવિદ લોર્ડ કનીંગહામ મખદુમ જહાનીયાની ૧૮૩૮માં મુલાકાત લીધી હતી ત્યારે લખ્યુ હતુ કે અહીં ગર્ભની દેવી શાસ્તીની તૂટેલી મૂર્તિ જોવા મળી હતી અને તેના ઉપર સંવત ૧૧૯૩ અથવાં ૧૧૩૬ એડી કોતરેલ હતું.અહી ઝાડ નીચે એક મોટૉ મૂર્તિ પણ ઉભેલી હતી.

કનૌજ એક સમયે ઉત્તર ભારતની રાજધાની હતી.એક સમયે એની ભવ્યતાં છલકતી હતી.
પૂરાણૉમાં જેની કન્યા કુબજા તરીકે ઑળખ આપવામાં આવી છે.

૬૩૪ એડીમાં ચીનનાં મુસાફર હુએન થાસાંગની નોંધમાં કનૌજનો ઉલ્લેખ જોવા મળે છે.
૧૪૦ એડી આવેલાં પટૉલ્મીએ ઉલ્લેખ કનોગીજા તરીકે કરેલો છે.

૯૧૫ એડીમાં ઇબ્ન વહાબે એનો ઉલ્લેખ કડુજ તરીકે કરેલો છે.તેને લખ્યુ છે કે ગોઝારનાં રાજાઓની હકુમતની નીચેનું આ એક મહાન નગર હતું

છેવટે ૧૦૧૮ પછી તોમારા રાજાઓને હરાવીને ગઝની કનૌજને જીતી લઇને હિંદુસ્તાનનાં મહાન નગર ઉપર પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો,આ નગરનાં સાતે સાત કાંગરા એક દિવસમાં જ ખરી પડ્યા હતાં અને એક પણ હિંદુઓનું પવિત્ર સ્થળ કે મંદિરને અપવિત્ર કએયા વિનાં છોડવામાં આવ્યુ ના હતુ
-નરેશ કે.ડૉડીયા    
Advertisement

No comments:

Post a Comment