काश्मीर- नहेरु निती अने मुस्लिनोनो विश्वासधात Article By Naresh K. Dodia
![]() |
काश्मीर- नहेरु निती अने मुस्लिमोनो विश्वासधात Article By Naresh K. Dodia |
तवारीख के पन्नो से Post No - 52
काश्मीर- नहेरु निती अने मुस्लिनोनो विश्वासधात
तवारीख के पन्नो से Post No - 52
કાશ્મીર- નહેરુ નિતી અને મુસ્લિનોનો વિશ્વાસધાત
કાશ્મીરમાં આજ જે હાલાત અને પરિસ્થિતી છે એ પરિસ્થીતી માટે જોઇએ તો જવાહરલાલ નહેરૂની નિતી જવાબદાર છે..
એક પ્રસંગ યાદ આવે છે.આઝાદી પછી તુરત જ પાકિસ્તાની મુસ્લિમોની કાશ્મીરીમાં ઘુસપેઠ અને સ્થાનિક હિંદુ પંડીતોની કત્લેઆમ શરૂ કરી ત્યારે મહેરચંદ મહારાજે તત્કાલ લશ્કરની માંગ કરી હતી અને એ બાબતે નહેરૂ સાથે એમને ઉગ્ર ટપાટપી થઇ હતી.એમ લાગે છે મહેરચંદ મહારાજે આ આફતથી સ્વસ્થતાં ગુમાવી દીધી છે.છેવટે મહેરચંદ મહારાજે ગુસ્સે થઇને કહ્યુ કે,"અમને જોઇતી લશ્કરી મદદ આપો અથવાં કાશ્મીરનું જોડાણ સ્વીકારી લો અને પ્રજાપક્ષને જે સત્તા આપવી હોય એ આપો.નહીતર લાહોર જઇને ઝીણા સાથે સમાધાન કરવું પડશે.જો મને અહીથી મદદ નહી મળે તો મારે કોઇ પણ સંજોગે પાકિસ્તાન જવુ પડશે.
આ સાંભળીને નહેરુ ઉશ્કેરાઇ ગયા અને મહેરચંદને કહી દીધુ કે,"મહેરચંદ તમે જાવ!."
ખરેખર મહેરચંદ ઉઠીને જતાં હતાં ત્યારે સરદાર પટેલે તેમને રોક્યા અને કહ્યુ કે,"તમારે પાકિસ્તાન જવાની જરૂર નથી."
આ ઐતહાસિક પ્રસંગ વખતે શેખ અબ્દુલા પડદા પાછળ છુપાઇને બધું સાંભળતાં હતાં.
એ પછી ભારતસંધ સાથે કાશ્મીરનું જોડાણ સ્વીકારી લેવાં સરદાર પટેલ એટલાં ઉત્સુક હતાં કે ખુદ મેનનને મળવાં વિમાનમથકે તેમની રાહ જોતા હતાં.
પાકિસ્તાની મુસ્લિમની ઘુસણખોરી અને અત્યાચારથી બચવાં માટે સરદાર પટેલે તત્કાલ ઉકેલ સુચવ્યો હતો કે,"આ પ્રદેશમાં લશ્કરનાં નિવૃત હિંદુ અને શીખ સૈનિકોને વસાવી દો અને જે હિંદુ નિરાશ્રીતો પાકિસ્તાનથી આવ્યા છે એમને કાશ્મીરમાં સેટલ કરી દો."
આ વખતે નહેરૂની મતિ ભ્રષ્ટ થઇ હશે અને સરદાર પટેલનાં આ સુચનને નહેરુ સરકારે માન્ય રાખ્યુ નહી.
આ જ સોચનો ફર્ક હતો નહેરુ અને સરદાર વચ્ચે..નહેરુ પોતે પ્રખર ઇતિહાસકાર હતાં છતાં સાતમી સદીથી ચાલ્યો આવ્યો મુસ્લિમોનાં દગાખારો માનસને ઓળખવામાં થાપ ખાઇ ગયા જ્યારે સરદારનું આ સુચન કેટલું દુરગામી ફાયદાકારક હતુ એ આપણે સમજી શકીએ છીએ.
જો ખરેખર એ સુચન નહેરુએ સરદારની જેમ દૂર દ્રષ્ટી વાપરીને માન્ય રાખ્યુ હોત તો હિંદુઓ અને શીખોની કાશ્મીરમાં બહુમતિ થઇ જાત અને આજે જે સમસ્યા છે એ રીતની વકરી ના હોત અને સાતમી સદીથી ચાલી આવતી પારકા મુલ્ક પચાવી પાડવાની અને સ્થાનિક પ્રજાને ત્યાથી હાકી કાઢવાની ઇસ્લામિક રીતરસમો આજે જે એવી અસરકારક ના હોત.આઝાદીનાં લૈડવાયા નામે ત્રાસવાદીનો બચાવતાં કાશ્મીરી મુસ્લિમોએ આઝાદી સમયે પણ પાકિસ્તાની તરફી હતાં તેની ધટનાંનો ઉલ્લેખ કરવાં માંગું છું.
અંગેજોએ કાશ્મીરમાં લશ્કરને એ રીતે વેરવિખેર કરી નાખ્યુ હતું કે પાકિસ્તાની આક્રમણનો સામનો કરી ના શકે.કાશ્મીરનાં મહારાજને ડોગરા રાજપૂત અને શીખો પર વિશ્વાસ હતો પણ મુસ્લિમ સૈનિકો પર ના હતો,અને આ વિશ્વાસ સાચો ઠર્યો.પાકિસ્તાને મુઝફરાબાદની દિશામાંથી આક્રમણ કર્યુ,ત્યાં કર્નલ નારાયણ સિંહની સરદારી નીચે એક જ ટુકડી હતી અને તેમાં ચાલીસ ટક મુસ્લિમ સૈનિકો હતાં,અને મહારાજે કહેડાવ્યુ પણ ખરૂ કે આપણા જેટલા મુસ્લિમ સૈનિકો છે તેઓને નિશસ્ત્ર કરી નાખો,પણ નારાયણસિંહને વિશ્વાસ હતો આ એ જ મુસ્લિમ સૈનિકો છે જે બર્માંમાં મારા હાથ નીચે લડ્યા હતાં અને મારા મુસ્લિમ સૈનિકોની વફાદારી પર શંકા કરો એ મને માન્ય નથી.
અંતે આ વિશ્વાસ ચકનાચુર થઇ ગયો.જ્યારે પાકિસ્તાને આક્રમણ શરૂ કર્યુ અને પાકિસ્તાની સેનાને કરારો જવાબ આપવાનો હતો અને તે જ વખતે નારાયણ સિંહનાં આ તમામ મુસ્લિમ સૈનિકોએ બળવો કર્યો અને પાકિસ્તાની સેનાં સાથે ભળી જઇને કર્નલ નારાયણસિંહને ઠાર માર્યા.
એ જ દોરનું આજે પૂનરાવર્તન થઇ રહ્યું છે કાશ્મીરી મુસલમાનો હિંદુસ્તાનને વફાદાર રહેવાને બદલે ઇસ્લામીક આંતકવાદીઓ સાથે ભળીને એને બચાવ કરવાં લાગ્યાં છે..
- નરેશ કે.ડૉડીયા
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment