हथेळीनी लकीरोमां तमारू स्थान शोधु छु Gujarati Gazal By Naresh K. Dodia

हथेळीनी लकीरोमां तमारू स्थान शोधु छु Gujarati Gazal By Naresh K. Dodia
हथेळीनी लकीरोमां तमारू स्थान शोधु छु Gujarati Gazal By Naresh K. Dodia
हथेळीनी लकीरोमां तमारू स्थान शोधु छु
ए रीते जीववा माटे मजानु काम शोधु छु

जीवननी एक अटकी गइ छे एवी सांजनी ओथे
विसामो लागणीनो ज्यां मळे ए रात शोधु छुं

मने कायमने माटे कल्पवृक्षोनी मळे छांया
हुं एवा मानवीनी ओथ वाळी कांध शोधुं छुं

बधानी लागणी माफक मने आवे नही जगमां
भळे आतमनी साथे दिलमां,एवी जान शोधुं छु

वचन आपुं हुं दिलफाडीने जेने चाहवानुं ज्यां
जीवननी आखरी पळमां भळे ए साथ शोधु छुं

उमळको आंखने दिलमां छलोछल लागणी वरसे            
मलाजो कोइनो ना होय ए आवास शोधुं छुं      

मजा साची मुहोबतनी बधाने क्या मळे जगमां?
जे मारा प्यारमां चकचुर बने ए नार शोधुं छुं                      

सौनी तकदीरमा होय छे क्यां ए "महोतरमा?"
जे शायरने मळी ए शायरीनी शाख शोधुं छुं
-नरेश के.डॉडीया
હથેળીની લકીરોમાં તમારૂ સ્થાન શોધુ છુ
એ રીતે જીવવા માટે મજાનુ કામ શોધુ છુ

જીવનની એક અટકી ગઇ છે એવી સાંજની ઓથે
વિસામો લાગણીનો જ્યાં મળે એ રાત શોધુ છું

મને કાયમને માટે કલ્પવૃક્ષોની મળે છાંયા
હું એવા માનવીની ઓથ વાળી કાંધ શોધું છું

બધાની લાગણી માફક મને આવે નહી જગમાં
ભળે આતમની સાથે દિલમાં,એવી જાન શોધું છુ

વચન આપું હું દિલફાડીને જેને ચાહવાનું જ્યાં
જીવનની આખરી પળમાં ભળે એ સાથ શોધુ છું

ઉમળકો આંખને દિલમાં છલોછલ લાગણી વરસે            
મલાજો કોઇનો ના હોય એ આવાસ શોધું છું      

મજા સાચી મુહોબતની બધાને ક્યા મળે જગમાં?
જે મારા પ્યારમાં ચકચુર બને એ નાર શોધું છું                      

સૌની તકદીરમા હોય છે ક્યાં એ "મહોતરમા?"
જે શાયરને મળી એ શાયરીની શાખ શોધું છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement